________________
ન ર૯૮ ]
પ્રા. ઉપદેશમાલાનો શનિવાર અને માર્ગમાં તપાસ કરવા લાગી, રાત્રિને પહોર પૂર્ણ થયા, છતાં પાછા ન આવ્યા, ત્યારે આંગણામાં તપાસ કરવા નીકળી. ઘરની અંદર ફરીને જોઈ વળી પણ કયાંય પતિને ન દેખતાં હદયમાં ધા પડો. રુદન કરતાં કરતાં સાસુને હકીકત જણાવી કે,
ઘણી તપાસ કરી પણ નાથ કયાંય દેખાતા નથી.” સાર્થવાહી પિતે ઘરમાં, બહાર, બગીચામાં જુવે છે, પણ દેખાતો નથી, પત્નીઓને સમૂહ એકઠો મળી રુદન કરવા લાગ્યો, પરિજન, વજન નેહી સંબંધી દરેક શેક કરવા લાગ્યા.
શ્રી આહસ્તિસૂરિએ સાર્થવાહીને બોલાવીને રુદન બંધ કરાવીને રાત્રિએ બનેલા વૃત્તાન્તને સારી રીતે કહી સંભળાવ્યું. તે સાર્થવાહીએ કહ્યું કે, તેણે યુક્ત કર્યું, પિતાની મેળે જ વિરાગ્ય પામ્ય, પિતે જ વિંગ ગ્રહણ કર્યું, લોચ પણ મસ્તકે પોતે જ કર્યો અને પછી તમે દીક્ષિત કર્યો, તેમાં કશું અયુક્ત નથી કર્યું. ઘરમાં રહીને ધર્મક્રિયા કઈ કરી શકાય ?
ફરી પૂછયું, “હે સ્વામી! તે અત્યારે કયાં હશે? મત્ત હસ્તી સરખા તે વીર સાહસિકને વંદન કરું” ગુરુએ દિવ્યજ્ઞાનરૂપ શ્રુતને ઉપગ મુક્યો અને કહ્યું કે, તેણે અડેલપણે મહાઉપસર્ગ સહન કર્યો છે, એ સર્વ હકીકત જણાવી. એટલે સર્વ વહુની સાથે સાર્થવાહી નવીન સાધુના ચરણની સેવા માટે ચાલી. જ્યાં તે મસાણનું સ્થળ દેખ્યું, એટલે મહાશકાગથી કલેશ પામ્યા. પિતાના તત્કાળ જમેલાં બચ્ચાં સાથે શિયાળે અઈ ખાધેલું શરીર કંથારીના કાંટાળા જંગલમાં દેખ્યું, એટલે પોક મૂકીને મહારુદન કરવા લાગી. તેના પરિવારે પણ અશ્રુધારા વહન થાય તેવાં મોટાં રુદને કયી.
હે વત્સ ! હે વત્સલ ! હે ચતુર પુત્ર! ગુણોમાં અગ્રેસર ! અમારા પ્રત્યે આવું કાર્ય કેમ કર્યું? હું કેવી મહાઅનર્થમાં-દુઃખમાં પડી, મારા જેવી બીજી કોઈ સંસારમાં આવા મહાદુઃખવાળી નથી. હે નિર્મળ હદયવાળા સુંદર ચારિત્ર કરવામાં શિરવીર ! મને ક્રૂર યમરાજાએ ઉંડા કૂવામાં ધકેલી દીધી, મેં કે વહુઓએ તારા સર્વથા કઈ અવિનય કર્યો નથી.” આ પ્રમાણે તેના ગુણેનું સ્મરણ કરીને દીર્ધકાળ રુદન કરીને પહેલાં જે તે સાધુના શરીરની દેવે પૂજા કરી હતી, તેની પૂજા ફરી કી. કાલાગુરુ, ચંદન વગેરે સારા પદાર્થોથી સત્કાર કરી તે વનમાં તે સાધુનું તીર્થ સ્થાપ્યું. વહાની સાથે સિપા મહા નદીના કિનારે જઈને નેત્રમાંથી લગાતાર અશ્રુ વહી રહેલાં છે. આ પ્રમાણે મહામુશ્કેલીથી તેને જળાંજલિ આપે છે.
પુત્રના વિગ-શેકથી જલતી કોઈ પ્રકારે પડતી-આથડતી પિતાના ઘરે પહોંચી. મહાઆઠંદનના શબ્દથી આખું ભવન ભરાઈ ગયું હોય તેવા શબ્દો સાંભળીને આ સુહસ્તિએ આશ્વાસન આપતાં કહ્યું કે, “હે ધર્મશીલે! તું આટલે અધિક શોક કેમ કરે છે, અતિશય શેક કરવો, તે વિવાળા માટે અમંગલ ગણાય, માટે શોકને ત્યાગ કરો, શોક કરવાથી કોઈ જીવતે થાય છે? અથવા શરીર પીડા કરવાથી કોઈના
"Aho Shrutgyanam"