________________
શાલિભદ્રની કથા
[ ૨૯૩ ] ત્યારપછી તેની વિચારણા કરતા, પ્રભુને પ્રણામ કરતાં તેને જાતિસ્મરણજ્ઞાન થયું એટલે તે કામ કરનારા પિતાની માતા, પિતાનું ગોવાળપણું યાદ આવ્યું. શાલિભદ્ર તે ક્ષણે પોતાને તીણ દુઃખયુત ભવ જા. હવે પિતાના શરીરમાં મેદ, માંસ, મજજા વગેરે ધાતુઓ શુષ્ક બની ગઈ છે. હવે પિતાનું શરીર સાધના માટે અસમર્થ છે, એટલે માતાએ જે દહિં વહેરાવ્યું હતું, તેનાથી પારાણું કરી તે અને બીજા ધન્યમુનિએ પ્રભુ પાસે અનશન કરવાની આજ્ઞા માગી. વીર ભગવંતે પણ તે બંનેને અનુમતિ આપી એટલે તે જ ક્ષણે તે બંને ગુણનિધિઓ મશાનમાં પહોચ્યા.
પાદપપગમન અનશન સમાધિપૂર્વક કરીને મનની અંદર પરમેષ્ઠી અને તીર્થ સ્થાપન કરીને સ્થિરતાથી રહેલા છે. આ સમયે વહુઓની સાથે ભદ્રા સાર્થવાહી પ્રભુની પાસે પહોંચી. પ્રભુને વંદન કરીને પૂછ્યું કે, “હે સ્વામિ શાલિભદ્ર કયાં રહેલા છે, ત્યારે ભગવતે કહ્યું કે, “તારે ઘર અન્ના મુનિ સાથે તે ગયા હતા. છેડી વખત ઘરના આંગણામાં રોકાઈને ઉભા રહ્યા, પછી જાણ્યું કે, આપણને નિશંકપણે ઓળખ્યા નથી. એટલે પૂર્વજન્મની મહિયારી માતાએ માગમાં દહીં પહેરાવીને પારણું કરાવ્યું.
સર્વ જીવોને ખમાવીને અહિંથી સારી રીતે જેમ મોટા પર્વતની ગુફામાંથી કેસરી બહાર નીકળે, તેમ તે નીસરી ગયા. (૮૬) પાદપોગમ અનશનની આરાધના, પરભવની સાધના કરતા અને શ્રેમાધિમાં મુનિ રહેલા છે. એટલે મનમાં શેવાળી આંગણે આવેલા પુત્રને ન ઓળખ્યાનું શલ્ય રહેલું છે–એવી માતા ત્યાં ચાઢીને ગઈ અને જેમ વૃક્ષ ભૂમિ પર પડેલું હોય, તેવા પુત્ર મુનિને દેખે છે. ત્યાં અતિવિશાળ ભૂમિભાગમાં તેવી અવસ્થામાં રહેલી કાયાને ભદ્રા દેખીને સર્વ વડુઓ સાથે નમન કરીને રુદન કરવા લાગી કે, “મારા જેવી બીજી કોણ નિભંગી છે? ઘરના આંગણામાં આવેલા પુત્રને મેં ન ઓળખ્યા, તે નિર્બળ કાયાવાળાને વંદન કરી વહોરાવ્યું પણ નહિં. ખરેખર મહિયારી તે તારી કૃતાર્થ માતા કે, જેણે માગ માં હે પુત્ર! દહિં વહરાવ્યું.”
કયાં હંસા રુંવાડાની બનાવેલી કોમળ શાળા, પલંગમાં શયન કરવું અને કયાં કાંકરા, કાંટા, પથરાવાળા સ્થાનમાં પડી રહેવું ? કયાં પોતાના ઘરમાં પુષ્પ, કમલ, કપૂર, કસ્તુરી આદિની સુગંધ અને કયાં શ્મશાનમાં કોહાઈ ગએલા મડદાની અતિસજજડ દુગધ? કયા તરુણીઓના તરંગવાળા સંગીતના મધુર શબ્દો અને કયાં મશાનમાં શિયાળ-સમૂહના ફેકાર શ? સુખમાં લાલન-પાલન થએલ અને ઉછરેલ એવા શરીરવાળા હે વત્સ! તું આવા પ્રકારનાં દુખ કેવી રીતે સહન કરે છે? હે ધન્ય! તું પણ ખરેખર ધન્ય જ છો કે, અતિપુણ્યવંત એવા શાલિભદ્રને તે એકલા સૂના ન મૂક્યા.
"Aho Shrutgyanam