________________
[ ૨૮૮ ]
પ્રા. ઉપદેશમાલાનો ગૂર્જાનુવાદ ત્યાંથી બહાર નીકળીને ભદ્રાશેઠાણીને ઘરે આવ્યા. મનમાં તેઓ વિચાર કરવા લાગ્યા કે, “રાજા જે ખરીદ કરી શકો નહિં, તેને ગ્રાહક હવે કોણ મળવાનું છે? ભદ્રાએ મૂલ્ય નક્કી કરી સર્વ રત્નકંબલો ખરીદ કરી લીધી. (૨૫) ત્યારપછી ચેલારાણીને ખબર પડી કે, શ્રેણિકે એકે ય રત્નકંબલ ન ખરીદી, એટલે ચેલાએ રાજાને ઠપકે આપતા કહ્યું કે, એક તે રત્નકંબલ ખરીદ કરીને મને આપવી હતી. એક જેટલું મૂલ્ય તમને ન મળ્યું ? શ્રેણિક રાજકાર્યમાં એ પરાવાએ હતું, જેથી તેનું લય ન રહ્યું. વળી શ્રેણિકે તે વેપારીઓને આદર-પૂર્વક બોલાવી એક કંબલરત્ન આપવા કહ્યું. વેપારીઓએ કહ્યું કે, “હવે એકપણ બાકી રહી નથી.” સર્વ તે ભદ્રા સાર્થવાહીએ સામટી ખરીદ કરી લીધી. એટલે રાજાએ ભદ્રા શેઠાણીને બોલાવી એકની માગણી કરી. ત્યારે ભદ્રાએ કહ્યું કે, “રાજન્ ! મેં સર્વના ટૂકડા કરી શાલિભદ્રપુત્રની. લાયઓને પગ લુંછવા માટે આપી દીધા છે અને દરરોજ તેને ઉપયોગ કરશે.
સુંદર યશવાળ શ્રેણિક આ સાંભળીને ચમત્કાર પામ્ય અને વિચારવા લાગ્યા કે, “કામદેવની ઉપમાવાળે આ વણિક શાલિભદ્ર તેને પતિ કેવો હશે ? સર્વથા સુખી પૃથ્વી પર રહેલા દેવકુમાર સરખી શોભાવાળા તેને માટે જરૂર દેખ જોઈએ. એટલે રાજાએ ભદ્રાને કહેવરાવ્યું કે, “નેત્રના ઉત્સવભૂત એવા શાલિભદ્ર પુત્રને અહિં લાવો. ત્યારે ભદ્રાએ કહેવરાવ્યું કે, “અતિસુખથાળી શાલિભદ્ર ત્યાં કેવી રીતે આવી શકે? માટે સ્વામીએ કૃપા કરીને મારા ઘરે પધારવું. નિરુપાય થઈને હું આપને મારે ત્યાં પધારવાનું નિમંત્રણ આપું છું' એમ કહીને પુરુષને તેડવા મોકલ્યા.
રાજાએ તેમનું સન્માન કર્યું. એ વિષયમાં રાજાએ અનુમતિ આપી. ભદ્રા સાર્થવાહીએ તે સમયે દવજા-પતાકા, તોરણ, ચીનાઈ કિંમતી વસ્ત્રોના ચંદરવા, હાર, હીરા, અંજરત્ન, માણિય, ચકચકતાં બીજા રત્ન જડિત આભૂષણે શભા માટે લટકાવ્યાં. તેના છેડા પર લંબૂસકો ( લટકતા દડા) ગોઠવ્યા. ભવનની ભી તેને ઉજજવલ અનાવરાવી, વળી ઉપર ચિત્રામણ કરાવ્યા. તેમ જ સુપ્રશસ્ત મંગળરૂપ કરતૂરીના પંજા (થાપા) દેવરાવ્યા.
મનહર વિવિધ પ્રકારના રંગથી રંગાવલિ તૈયાર કરાવી, તેના ઉપર રત્નાવલીને સાથિ કશ. મલિલકા માલતી-પુપિને ગૂંથાવી તેની માળાઓ અને દડાઓથી સુશિક્ષિત સ્થાન બનાવરાવ્યાં. કેળના સ્તંભની શ્રેણીઓ ઉભી કરાવી. રાજમહેલથી એક પિતાના ઘર સુધીના માર્ગો પર, દરેક દ્વાર પર વસ્ત્રની પટ્ટીથી અંકિત સુંદર વૃ, આમ્રવૃક્ષોનાં પાંદડાનાં બનાવેલાં તેરોની શ્રેણી લગાડીને માર્ગ ભિતિ બનાવરાવ્યા.
માર્ગ ઉપર વિશ્વના લાંબા લાંબા પટ બનાવીને સૂર્યને ઢાંકી દીધે, ચંદન વગેર સુગંધી પદાર્થો ઘસીને પાણીનું મિશ્રણ કરીને સર્વ સ્થાન પર છંટકાવ કર્યો. ત્યાર
"Aho Shrutgyanam