________________
[ ૨૬૪ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાનવાદ શ્રીયક હમેશાં ચિંતવવા લાગ્યું કે, “હજુ મેં વૈરની શુદ્ધિ કરી નથી. તેવા મનુષ્યના આકારને ધારણ કરવા રૂપ બીકણ શિયાળિયા જેવા જન્મથી જગતમાં શું મેળવ્યું ! કીયકે લલચાવેલી વેયાએ વરરુચિને મદિરાપાન કરાવ્યું અને રાજસભામાં જ્યાં બેઠા એટલે શ્રીયકના સંકેત પ્રમાણે તેને કેઈએ તેવા કેઈક ઔષપથી વાસિત કરેલ પદ્મકમલ રાજસભામાં વરચિને આપ્યું. તે સુંઘતાની સાથે જ એકદમ તેને મદિરાવાળી ઉલટી થઈ. ખાત્રી થયા પછી રાજાએ મંત્રીને આજ્ઞા કરી કે,
આ પાપનું જે કોઈ પ્રાયશ્ચિત્ત હય, તે કાવ.” એટલે તેણે તપેલ સીસાનો રસ પાયે, જેથી તે વિપ્ર મૃત્યુ પામ્યા.
હવે કોઈ વખત વિચરતા વિચરતા સંભૂતવિજય ગુરુની સાથે સુંદર ધર્મમાં એકાગ્ર ચિત્તવાળા સ્થૂલભદ્ર મુનિ પધાર્યા. ચોમાસાનો સમય આવ્યો, ત્યારે તીવ્ર ભવભયથી ઉદ્વેગ પામેલા એવા ત્રણ મુનિવરે અતિઆકશ દુઃખે પાર પાડી શકાય તેવા અભિગ્રહો અનુક્રમે આ પ્રમાણે ગ્રહણ કર્યા. એક મુનિ સિંહગુફામાં, બીજાએ ભયંકર ઝેરી સર્પના દર પાસે, ત્રીજાએ કૂવા ઉપરના કાષ્ઠ ઉપર ચાર માસના ઉપવાસનાં પચ્ચકખાણ ગ્રહણ કરવા પૂર્વક ચોમાસાનો સમય પસાર કરે.
ભગવંત સ્થૂલભદ્રજીએ “તપ ન કરો અને ચાર માસ કોશા વેશ્યાને ત્યાં રહીશ” એમ વિનંતિ કરતા ગુણવાન એવા તેને ગુરુએ અનુજ્ઞા આપી. કેશાના ઘરના દ્વારમાં થૂલભદ્ર મુનિ આવી પહોંચ્યા, એટલે ખુશ થએલી વેશ્યાએ ઉભી થઈને સત્કાર કર્યો અને જોયું કે, “સાધુપણામાં પરિષહ સહન ન થવાથી તેનું મન ભગ્ન થઈ ગયું લાગે છે.” “હવે આજ્ઞા કરે કે અત્યારે મારે શું કરવું ?” “પહેલાં જે સ્થાનમાં અને મકાનમાં ચિત્રશાળામાં ભોગો ભોગવ્યા હતા, તે ઉદ્યાનના મધ્યભાગમાં રતિમંદિરમાં ઉતારવાનું મને સ્થાન આપ.” સ્થાન આપ્યું. સર્વ પ્રકારના સેવાળાં ભોજન કર્યો.
હવે કશા વેશ્યા પણ કનાન કરી, શરીરે વિલેપન કરી, અલંકારથી અલંકૃત બની હાથમાં દીપક લઈને પિતાને કૃતાર્થ માનતી મીઠી મધુરી શૃંગારિક વાતે કરવા લાગી, પરંતુ તે ક્રીડા કરવા સમર્થ ન બની. મુનિએ તે ઉપદેશ આપ્યા છે, જેથી વેશ્યાનો મોહ પ્રશાન્ત થયે અને સારી શ્રાવિકા બની ગઈ. રાજાની આજ્ઞા સિવાયના બાકીના કોઈ પુરુષ સાથે મારે ક્રીડા ન કરવી-આ પ્રમાણે વિકાર રહિત બનેલી તેણે અબ્રાની વિરતિ સ્વીકારી.
સિંહ અને સર્પને પણ ઉપશાંત કરી ચાર માસના ઉપવાસી પણ ચાતુમાંય પૂર્ણ કરી આવી પહોંચ્યા, કૂવાના કાષ્ઠ પર વાસ કરનાર મુનિ ગુરુ પાસે આવી. પહોંચ્યા, ત્યારે ગુરુ મહારાજ લગાર ઉભા થઈ કહે છે કે, “કરકારી કે સાધુઓ ! તમારું સ્વાગત-એમ અનુક્રમે દરેકને આશ્વાસન આપ્યું. ત્યારપછી ગણિકાને ઘેર
"Aho Shrutgyanam