________________
આકુલ, જેમાં જિનેશ્વર પરમાત્માના ચરિત્ર અને ઉપદેશનું શ્રવણ કરાવવાના કારણે ઉત્કંઠિત ચિત્તયુક્ત લોકવાળું, કહેવાતી ધર્મકથાઓ, વ્યાખ્યાતાઓ, નૃત્ય કરનારાઓ, અસરાઓ, ગધે, વાજિંત્રોના શબ્દો જ્યાં સંભળાઈ રહેલા છે, આ કહેલ ગુણસમૂહયુક્ત, આ પૃથ્વીમાં સર્વત્ર જગ્યાએ-જગ્યાએ પિતાની ભુજાથી ઉપજન કરેલા, ન્યાયપાજિત અથથી સુવર્ણ મણિ અને રત્નના પગથિયાવાળા, તેમ જ તેવા પ્રકારના હજારે સ્ત જેમાં ઉભા કરવામાં આવ્યા હેય, સુવર્ણના બનાવેલા મિતલવાળા, જે જિનમંદિર કરાવે, તેના કરતાં પણ તપ-સંયમ અનેક ગુણવાળ કહેલ છે.
આ પ્રમાણે તપ-સંયમ ઘણા ભવના ઉપાર્જન કરેલ પાપ કમના મળરૂપ લેપને સાફ કરીને અલ્પકાળમાં અનંત સુખવાળે મોક્ષ પામે છે. સમષ પુથ્વીપટને જિનાલયેથી વિભૂષિત કરનાર શ્રાવક વધારેમાં વધારે સારી ગતિ પામે, તે પણ બારમા દેવલેથી આગળ જઈ શકતો નથી, પરંતુ અમૃત નામના બારમા દેવલાક સુધી જ જઈ શકે છે.
હે ગૌતમ! લવસત્તમ છે અર્થાત્ સર્વાર્થસિદ્ધમાં રહેનાર દેવો પણ ત્યાંથી ચ્યવી નીચે પડે છે, પછી બાકીના દેવાની-જીની વિચારણા કરીએ, તે સંસારમાં કોઈ શાશ્વત કે સ્થિર સ્થાન નથી.
લાંબા કાળે પણ જેમાં દુઃખ આવવાનું હોય, તેવા વર્તમાનના સુખને સુખ કેમ કહી શકાય ! જેમાં છેવટે મરણ આવવાનું હોય અને અ૯૫કાળનું સુખ હોય, તેવા સુખને તુચ્છ ગણેલું છે. સમગ્ર નરે અને દેવેનું સર્વ લાંબાકાળ સુધીનું સુખ એકઠું કરીએ, તો પણ તે સુખ મેક્ષના અનંતમા ભાગ જેટલું પણ શ્રવણ કે અનુભવ કરી શકાય તેવું નથી.
હે ગૌતમ ! અતિમહાન એવા સંસારના સુખોની અંદર અનેક હજાર ઘોર પ્રચંડ દુખે છુપાઈને રહેલાં હોય છે. પરંતુ મંદ બુદ્ધિવાળે શાતા વેદનીય કર્મના ઉદયમાં તેને જાણી શકતું નથી. મણિ-સુવર્ણના પર્વતની અંદર છુપાઈને રહેલ લેહ-ધાતુની જેમ, અગર કુલવતી વણિકપુત્રીની જેમ, (કુલવાન વણિક-પુત્રી લજાવાળી–લાજ કાઢનારીનું મુખ દેખી શકાતું નથી, તેમ શાતા વેદનીવમાં દુઃખ દેખી શકાતું નથી.
નગરમાં સુખાનુભવ કરીને આવેલ ભીલ પિતાના કુટુંબને રાજમહેલ આદિના નગર-સુખને જાણવા છતાં વણવીને કહી શકતો નથી, તેમ અહી દેવતા, અસુર અને મનુષ્યવાળા જગતમાં મોક્ષ સુખને સમર્થ જ્ઞાની છતાં પણ વર્ણવી શકતા નથી. લાંબા કાળે પણ જેને અંત દેખાતો હોય, તેને પુણ્ય શી રીતે કહી શકાય! તેમ જ જેને છે દુ:ખમાં આવવાને હાથ અને જે ફરી સંસારની પરંપરા વધારનાર હોય, તેને પુણય કે સુખ કેમ કહી શકાય! તે દેવવિમાનને વૈભવ તેમજ દેવલોકમાંથી વવાનું થાયઆ બંનેને વિચાર કરનારનું હૈયું ખરેખર વૈક્રિય શરીરનું મજબૂત ઘડાએલું છે. નહીતર તેના એ ટૂકડા થઈને તૂટી જાય.
નરકગતિની અંદર અતિ દુસ્સહ એવાં જે દુઃખે છે તેને કોડ વર્ષ સુધી જીવનાર વર્ણન શરુ કરે તે પણ પૂર્ણ કરી શકે નહીં. તેથી હે ગૌતમ! દશ પ્રકારને યાતિ ધર્મ તપ અને સંયમનાં અનુષ્ઠાન આરાધવા-તે રૂપ ભાસ્તવથી જ અક્ષય-સુખ. મેળવી શકાય છે.”
( શ્રીમહાનિશીથ શ્રુતસ્કંધ સૂત્રાનુવાદના આધારે)
"Aho Shrutgyanam