________________
નદિષણમુનિની કથા
[ ૨૪૯ છે ફરી ફરી ખમાવ્યા, ત્યારે દેવે-બનાવટી સાધુએ કહ્યું કે, “ત્યાં ક્ષેત્રમાં-કાળમાં એક દલભ છે, તેથી તે ઔષધ અને પાણી પણ ઉકાળેલું-ઉષ્ણ મંગાવેલ છે. ત્યારે પેલા દેવતાએ દરેક ઘરે સાધુને ન કલ્પે તેવા ઔષધ-પાણીની અનેષણ કરી. છતાં પણ અહીન-મનવાળા તે તે દેવને છળીને તે સર્વ વહોરી લાવી સાથે લઈ તે સાધુ પાસે ગયા. એટલે પેલે સાધુ ધ પામીને એમ બોલવા લાગ્યા કે-રોગની મહાવેદના ભોગવતે હું અહિં જંગલમાં હેરાનગતિ ભેગવી રહેલ છું, ત્યારે હું પાપિષ્ટ નિર્દય દુખ ! તું મકાનમાં સુખેથી સુતે સુતે આણંદ માણે છે.”
આવાં તિરસ્કારનાં વચનોથી તિરસ્કાર પામે છતાં ફરી ફરી તેને ખમાવે છે. એવાં તિરરકાર વચનોને પણ તે મહામુનિ અમૃત સરખાં માનતા હતા. આ સાધુને અશુભ રોગથી નિરોગી કેમ કરું? એવા પ્લાનથી તે સાધુની રજા લઈને પિતાના હસ્તે વડે અશુચિથી ખરડાએલાં તેનાં અંગાને ધોઈને સાફ કર્યા અને નદિષેણે વસતિમાં લઈ જવા માટે પિતાની ખાંધ પર બેસાય.
હાલતાં-ચાલતાં લગાર પગ ખાડામાં પડે અને ખલન થાય, તે સાધુના મસ્તકમાં હાથથી પ્રહાર કરવા લાગ્યો. વળી તે દેવસાધુ નદિષેણની પરીક્ષા કરવા માટે અતિહમધમય અશુચિ પ્રવાહી સ્થડિલ નદિષેણ તપસ્વી ઉપર કરે છે. ક્ષાર વિશેષથી જલ્દી તપસ્વી મુનિનું અંગ પીડાવા લાગ્યું. પોતાના શરીર ઉપર લોહની મોટા પર્વતની વજનદાર શિલાને ભાર વિકુ અને વળી મુનિ શરીર જોરથી પકડી રાખે છે, તે કહે છે કે, “હે પાપિક! મને કઠણ હાથ કરીને કેમ પકડી રાખે છે? હે નિર્ભાગ્યશેખર ! બીજાની પીડાની દરકાર કેમ કરતું નથી ? હે અનાર્ય! સામાની પીડા તરફ વિચાર કર.”
આ પ્રમાણે નિષ્ફર વચન કહેનાર એવા તે રોગી મુનિને રાગની શાંતિ અને સમાધિ કેમ થાય ? એમ નદિ મુનિ માગમાં વિચારતા હતા. “મારાથી જે કંઈ તેને પીડા થાય છે, તેનું હું મિચ્છામિ દુક્કડું આપું છું.” એમ વિચારી કહે છે કે,
હે મુનિ ભગવંત! તમે તમારા મનમાં ખેદ ન કરે, મારી વસતિમાં જઈને તમને હ રાગ વગણના કરીશ.” ત્યારપછી તે એ નિમલ અવધિજ્ઞાનથી જાણ્યું કે, * અગ્નિમાંથી તપીને બહાર નીકળેલા સુવા માફક આ મહાસત્તાવાળા મુનિની ઇંદ્ર કરી પ્રશંસા યથાર્થ છે અને તેવા વૈયાવચ્ચેના ગુણવાળા અને સમતાવાળા છેતેવા જાયા.”
ત્યારપછી તે બંને દેવો કડાં, કુંડલ, મુગુટ, બાજુબંધ, હાર વગેરે આભૂષણોથી રિપતું પિતાનું રૂપ અને ૪૯૫વૃક્ષની શોભાને તિરસ્કાર કરનાર શોભા વિકુવ્વને
અતિસુગંધી તાજા શીતળ પુ સહિત જળ-વૃષ્ટિ ક્ષણવાર વસાવીને હર્ષથી માંચિત થએલા અંગવાળા તેઓ મુનિને નમસ્કાર કરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
"Aho Shrutgyanam