________________
વજ મુનિની કથા
[ ૨૨૯ ] વજનદાર હેવાથી ધનગિરિને હાથ પણ નીચે નમી ગયે. એટલે સૂરિ મહારાજે તેના હાથમાંથી વજનદાર ઝોળી લઈ ભૂમિ ઉપર સ્થાપન કર્યો. આચાર્ય પણ વજનદાર બાળક જાને બોલ્યા કે, “શું આ જ હશે કે આટલે ભાર કેમ જણાય છે?” જ્યાં બાળકને જે એટલે દેવકુમાર સમાન રૂપ જોઈને વિસ્મય પામ્યા અને કહ્યું કે, આ બાળકનું સારી રીતે પાલન કરવું, કારણ કે આ પ્રવચનની પ્રભાવના કરનાર થશે. “વજ” એવું તેનું નામ પાડયું અને સાધ્વીઓને સવાધીન કર્યો.
સાવીએ પણ શય્યાતરના ઘરે આ બાળકને પાલન-પોષણ માટે રાખ્યો. જયારે ઘરના બાળકનું નાન, સ્તનપાન શરીર–સંરકાર વગેરે કરાતું હતું, ત્યારે માસુક પદાર્થોથી આ બાળકના પણ નાન, સ્તનપાનાદિક સાથે સાથે શ્રાવિકાઓ કરતી હતી. આવી રીતે તે બાળક વૃદ્ધિ પામવા લાગ્યા. તેને દેખીને દરેકનાં ચિત્તો સંતોષ અને આનંદ પામતાં હતાં. સિંહગિરિ આચાર્ય સપરિવાર બહાર વિચરવા લાગ્યા. હવે તેની માતા સુનંદા બાળકને માગવા લાગી. એટલે શય્યાતરી સ્ત્રીઓ - કહેવા લાગી કે, “આ બાળક તે ગુરુની થાપણ છે, અમે તને આપી શકીએ નહિ.”
દરરોજ માતા આવીને સ્તનપાન કરાવતી હતી. એમ કરતાં બાળક ત્રણ વર્સને . ફરી વિહાર કરતા કરતા આચાર્ય ત્યાં પધાર્યા, એટલે માતા બાળકને માગવા લાગી. બાળક માતાને અર્પણ ન કરવાના કારણે રાજકુલમાં વિવાદ લઈ ગયા, શાજાએ ધનગિરિને પૂછયું. ત્યારે કહ્યું કે, “સાક્ષી સમક્ષ, શરત પૂર્વક સુનંદાએ મને સમર્પણ કરે છે. પરંતુ અત્યારે સાક્ષી તરીકેના નગરલોકે સુનંદાના પક્ષમાં ફરી બેઠા.
રાજાએ ન્યાય આપતાં એમ કહ્યું કે, “મારી સમક્ષ પુત્રને સ્થાપન કરે અને પછી તો તેને બોલાવે, જેના તરફ તે જાય, તેને તે પુત્ર.” આ વાતને બંને પક્ષે સવીકાર કર્યો. હવે માતા સુનંદાએ બાળકજનને દેખીને આનંદ થાય તેવાં અનેક રૂપવાળાં રમકડાં તથા ખાવા લાયક પદાર્થો તૈયાર કર્યા. એક પ્રશસ્ત દિવસ નક્કી કરે, તે દિવસે બંને પક્ષોના લેકે આવી પહોંચ્યા. રાજા પૂર્વાભિમુખ બેઠે, જમણ બાજી સંઘ બેઠે, ડાબી બાજુ પિતાના પરિવાર સહિત સુનંદા બેઠી. રાજાએ કહ્યું કે, તમારા અને એના માટે આટલે નિયમ છે કે, “નિમંત્રે બાળક જે દિશામાં જાય તેને આ બાળક.” - હવે પ્રથમ કોણ નિમંત્રણ કરે, તે રાજાએ કહ્યું કે, “ધર્મમાં પુરુષ શ્રેષ્ઠ ગણાય છે, માટે પ્રથમ બેલાવનાર પિતા છે.” આ પ્રમાણે રાજાએ કહ્યું, એટલે સુનંદા તરફ નેહ બતાવતા નગરોકે કહેવા લાગ્યા કે, ના ના-એમ નહિં, પરંતુ પ્રથમ આ એમાંથી માતા દુષ્કર કારિણી હેવાથી માતાને પ્રથમ બેલાવવા આપવી, વળી માતા બાળક પ્રત્યે અતિવાત્સલ્ય અને સવવાળી ગણાય છે. એટલે માતા રત્નજડિત
"Aho Shrutgyanam