________________
અમસેન-પ્રવરસેનની કથા
[ ૧૮૫] હે સ્વામી! આ જયકુંવર હાથી મારા પુત્રને કીડા કરવા આપો. હે વલલભ ! તમને શું કહેવું? કૃપાથી કે મોહ ઓછો કરી-ત્યાગથી આપો. આટલું પણ અમારું કાર્ય ન કરો તો, અમારે એમ જ માનવું રહ્યું કે, તમારો અમારા ઉપર કૃત્રિમ સનેહ છે.
વિકાસ પામતા રોષના ધૂમાંધકાશવાળી અને બબડતી તેને દેખી રાજાએ કહ્યું કે, એવું તે કદાપિ બને ખરું ? તે પુત્રો ભક્તિ અને સરવવાળા છે, મેં જાતે તેમને હાથી આવે છે, આપેલે હાથી મારાથી પાછો કેમ માગી શકાય? તું બીજી કઈ માગણી કર, જે હું તને આપીશ. “હઠીલી બની છે”-એમ જાણને વિષયમૂઢ શજાએ કુમારોને કહ્યું કે, “આ હાથી મને પાછો આપો, તે તેના બદલામાં બીજા દશ હાથી આપું” સાવકી ચુલ(નાની) માતાનું આ નિષ્ફર ચેષ્ટિત જાણીને કુમાર વિચારવા લાગ્યા કે, “ીઓનાં દુશ્ચરિત્રને ધિક્કાર થાઓ.” પિતાની માતા માફક આ માતાનું ગૌરવ અમે બરાબર જાળવીએ છીએ, તે પણ પોતાના પુત્રવાત્સલયથી અમને શત્રુ સમાન માને છે, અંકુશ વડે હાથીએ, ચાકડાથી ઘડાઓ, નાથ વડે બળ જેમ વશ કરાય છે, તેમ હંસ-લીલા કરનારી સ્ત્રીએ વડે પુરુષ સ્વાધીન કરાય છે.
સજજન પુરુષ ત્યાં સુધી જ માની, જ્ઞાની અને વિચક્ષણ છે કે, જ્યાં સુધી દુષ્ટ મહિલાઓ દ્વારા ઘંટી માફક ભમાવ્યા નથી. “આંખથી સમગ્ર ત્રણે ભુવન દેખી શકાય છે, આકાશમાં પક્ષીઓથી જવાને માર્ગ જાણી શકાય છે, સમુદ્ધ-જળનું પરિમાણુ પણ જાણી શકાય છે, પરંતુ તરુણ નું ચરિત્ર નિર્ચ કરીને મૂંઝવનારું થાય છે–અર્થાત જાણી શકાતું નથી.” અથવા તે તુચ્છ બુદ્ધિવાળી સુંદરીઓને આ સર્વ શોભે છે. પરંતુ પિતાજી પણ આમાં સહાયક થાય છે, ખરેખર મહાઆશ્ચર્ય ગણાય.
મદેન્મત્ત દશ હાથી આપે, તે તેનું આપણે શું પ્રયોજન છે? જ્યાં માનનો વિનાશ થાય છે, ત્યાં પુરુષોને કેડ પણ મળતા હોય, તે તણખલાં સમાન છે. કદાચ માની પુરુષે શરીરને નાશ ન થાય, તે પણ દેશને તે ત્યાગ કરવો જોઈએ. કારણ કે- “ખેને દર્જનની આંગળીથી બતાવાતે તું ન ભમ.”
– આ આનાના કારણે જ આપણે અહિંથી હવે એકદમ ચાલ્યા જઈએ. કારણ કે, દુર્જનની આંગળીથી બતાવેલ ફળની વૃદ્ધિ વનમાં વિનાશ પામે છે. પોતાના પુણયની પરીક્ષા, લોકો સાથેના વ્યવહારમાં ચતુરાઈ, દેશ-વિદેશની ભાષા જાણવાનું, વસ્ત્ર-સજાવટ કરવાની કળા પિોતાના દેશમાં બની શકતી નથી.” –એમ ચિંતવીને તે અને કુમારો શત્રે ઉદ્વેગ વગર પિતા કે બીજા કોઈને કહ્યા વગર નગરમાંથી નીકળી ગયા.
અતિઉતાવળી ચાલવાળા, રોકાયા વગરનાં પ્રયાણ કરતાં કરતાં એક મહા ભયંકર અટવીમાં આવી પહોંચ્યા. અટવી કેવી હતી ?-દુષ્ટ મનવાળી સામ્ જેમ વહુને. આનંદ ન આપનારી થાય, તેમ દુષ્ટ મનવાળા હિંસક પ્રાણીને ત્યાં ઘણા એવાથી २४
"Aho Shrutgyanam