________________
{ ૧૮૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાતુવાદ આઠ આપની વિશ્વાસુ પનીએ છીએ, માટે હવે આપ લેભાંધ બનેઢી અંધ સ્થવિરાની જેમ અમારાથી ચડિયાતી બીજી પ્રિયાના સુખ માટે ભ ન કરે.” નિત્ય-પર્વજુહાર મિત્રો
જબૂસ્વામીએ કહ્યું કે, “હે સુંદરી કનકસેના ! તું સાંભળ, પવમિત્ર સરખા તમારી સાથેના સહવાસથી સયું. જુહાર કરનાર મિત્ર માત્ર એક જ સારો મિત્ર છે, તેની સાથે જ હું વાસ કરીશ.”
ક્ષિતિતિલક નામના નગરમાં જિતશત્રુ નામને રાજા હતા. તે રાજાને પિતાના અધિકારમાં કુશળ બુદ્ધિશાળી સેમદત્ત નામનો મહામંત્રી હતા. તેને ત્રણ મિત્રો હતા, જેમાં પ્રથમ મિત્ર સાથે ખાવા-પીવા અને મેજ-મજા કરવા હંમેશાં સાથે રહેનાર નિત્યમિત્ર હતો, બીજે પર્વ દિવસે દેખાનાર, ત્રીજે માર્ગમાં સામે અણધાર્યો મળી જાય, પૂછયા વગર માત્ર પ્રણામ અને જુહાર કરનાર-એચ ત્રણ મિત્રો હતા. પ્રથમ મિત્રની ખાવા-પીવા, મોજ-મજા કરાવવાની દરરોજ ભક્તિ કરતું હતું, બીજાની પવ દિવસે દરેક ભક્તિ અને ત્રીજાની કોઈક દિવસ માગમાં મળી જાય તે સલામ કરવાની કે હાથ જોડવાની માત્ર મૈત્રી રાખી હતી. (હવે મંત્રી પિતાની હકીકત કહે છે:-)
કોઈક સમયે રાજાના અપરાધમાં આવી જવાથી પ્રાણા કષ્ટ આવી પડયું ત્યારે ગભરાતા મનવાળો હું પ્રથમ નિત્યમિત્રને ત્યાં શરણુ માટે ગયે, મેં મારો વૃત્તાન્ત તેને નિવેદન કર્યો, ત્યારે અતિશય ભય પામેલા તેણે મને કહ્યું કે, “મારા ઘરમાંથી એકદમ બહાર નીકળ, નહિંતર રાજા મારા આખા કુળને વિનાશ કરો.”
તવ પામેલે હું તેના ઘરના આંગણામાંથી એકદમ બહાર નીકળી ગયે. અતિ–. કૂતરત એ તે પિતાના ગૃહદ્વાર સુધી મને વિદાય આપવા આવ્યા. ત્યાંથી નીકળીને. હું પ્રાણ બચાવવા બીજા પર્વામિત્ર પાસે આવ્યા. તેણે કૃત્રિમ ઘણે વિનય બતાવ્યા. મારી હકીકત સાંભળી “મારું રક્ષણ કરવામાં પોતાને રાજ તરફથી ભય છે” એમ જાણીને તેણે મને કહ્યું કે, “તમારે જ્યાં જવું હોય, તે કહે.” પ્રધાને વિચાર્યું કે,
મારા અહીં રહેવાથી આ મિત્ર ઘણે આકુલ-વ્યાકુલ બની જાય છે, એટલે અહિંથી પણ નીકળી જાઉં.” તે પણ ચૌટા સુધી વિદાય આપવા આવ્યો. ત્યાં પ્રધાને વિચાર્યું કે, “આ બંનેની મિત્રતાને ધિકકાર થાઓ.”
આ બંનેની મિત્રતા ખાવા-પીવા અને મોજ-મજા કરવામાં પૂર્ણ થઈ અને ચાલી ગઈ. “બુદ્ધિશાળીઓએ સંકટ સમયમાં મિત્રોની, હરિદ્રતા-સમયે તથા આપત્તિ કાળમાં સ્ત્રીઓની અને લેવડ-દેવડમાં કુતાર્થ થયેલા એવા સેવકોની સુબુદ્ધિથી પરીક્ષા કરવી જોઈએ.” અથવા તે અત્યારે ઉંચા મુખવાળો હું કોઈક દિવસ પ્રણામ-જુહાર કરનાર મિત્ર પાસે જાઉં અને મારી વાત જણાવું, કદાપિ એવા મિત્રથી પણ મારા.
"Aho Shrutgyanam'