________________
ત્રિદેવતા અને જુગારી
[ ૧૨૧ ]
-
~-
~
~-~
આદિ ઉપાયો કરવા છતાં પણ ફાટેલું–મુખ બંધ કરતી નથી. ત્યારે ભય પામેલા. ચિત્તવાળા લોકોએ કહ્યું કે-“ આ નગરીમાં ઉત્પાતની શાંતિ કરવા કોઈ પુરુષ સમર્થ છે?” પેલા જુગારીએ કહ્યું કે- આ કાર્ય કરવા માટે હું અમથું છું. પરંતુ પ્રથમ પૂજાની સામગ્રી લાવવા મારા હાથમાં સે સેનૈયા આપે. તમારું કાર્ય સિદ્ધ થાય તે તમો સર્વે એકઠા થઈ જે ઉચિત હોય તે વસ્ત્રાદિકથી મારું સન્માન કરશે.”
લોકેને સમુદાય એકઠો થઈ મંત્રણા કરવા લાગ્યા કે, આ ઘુતકાર (જુગારી) એ માંત્રિક સંકટમાં પડેલા આપણને દેખીને પૂજાના ખાનાથી ખાવાની ઇચ્છાવાળો છેતરીને ધન ખાઈ જશે, પરંતુ દુઃખથી પીડિત થયેલા ચિત્તવાળા આપણે બીજું શું કરીએ ? નિમિત્તિયા, વેદ્ય, બ્રાહા, જોતિષીઓ અને મંત્રના જાણકારોના પુણ્યથી લહમીવાળાને ઘરે દેહપીડા, ભૂત, બહ, વળગાડ ઈત્યાદિ સંકટ પ્રાપ્ત થાય છે.'એમ વિચારી તેના હાથમાં સે સુવર્ણ સિક્કાએ આપ્યા. રાત્રે ભટ્ટારિકાદેવીના મંદિરમાં પ્રવેશ કરી બંને દ્વાર બંધ કરી જુગારી કહેવા લાગ્યો કે, “હે કટપૂતના ! સ્વાભાવિક અસલરૂપવાળી કેમ થતી નથી ? જો તું મારી કહેલી યથાર્થ વાત કંઈપણ ન કરે તો તારું વિજ્ઞાન શી શોભા પામશે ? માટે આડા લાકડે આડે વેષ” એમ કહી જેટલામાં તેની જિ હા ઉપર વિષ્ટા કરવાનો પ્રયત્ન કર્યો. એટલે વિચાર્યું કે,
આ પાપીને કંઈપણ અકર્તવ્ય નથી. એટલે મૂર્તિ અસલ હતી તેવી મૂળ- સ્વાભાવિક રૂપવાળી થઈ ગઈ. ઉપદ્રવ શાન્ત થવાથી નગરમાં શાતિ થઈ.
કોઈક સમયે જુગારી મસ્તકની હેડ મૂકી તેમાં હારી ગયે. ભટ્ટારિકાદેવી પાસે. આવી કહેવા લાગ્યો કે, “હે રવિ ! મેં જુગાર રમવામાં મરતક આપવાની શરત કરી હતી. તેમાં હું હારી ગયા છે, માટે તેમાંથી છૂટવા માટે પાંચસે સેનામહોર આપ.”
દેવીએ કહતે કે તારા પિતાએ મારી પાસે કઈ થાપણ-અનામત મૂકી હતી ખરી ?
જુગારીએ કહ્યું- હે માતાજી ! કેઈએ થાપણ નથી મૂકી, પણ મસ્તક છેદાવાના સંકટમાં તમારું સ્મરણ કર્યું, માટે મારું રક્ષણ કરો.”
ભટ્ટાસ્કિા–“તાશ સરખાનું રક્ષણ કેમ ન કરવું ? તેવા પ્રકારની તારી ભક્તિના બદલામાં જે કંઈ કરાય તે ઘણું અ૯પ ગણાય. હે દુશત્મન્ ! અત્યારે આટલી દીનતા બતાવે છે. તે તે વખતે તે તેમ (ન કરવાનું) કર્યું. તેણે એ ન વિચાર્યું કે, મૃત્યુશા પામેલાઓની માગણીને ઈન્કાર ન કરવા જોઈએ.” ખરેખર આકુલિતપ્રાણાવાળાઓએ બીજાના પ્રાણે ક્ષણવારમાં ફેંકવા ન જોઈએ.
જગારી-“જે હવે ભક્તિથી પ્રસન્ન થતી નથી, તે હવે જેવી રીતે પ્રસન્ન થઈશ, તેવી રીતે કરીશ. એમ કહીને તેની મૂર્તિને ભંગ કરવા માટે પાષાણ લેવા બહાર શકે. ભટ્ટારિકાદેવીએ તરત જ દ્વાર બંધ કર્યા. જુગારી મોટી શિલા ઉપાડીને જ્યાં બંધ દ્વાર પાસે આવ્યો, દ્વાર બંધ દેખ્યાં, એટલે વિલખા થયેલા તેણે બારણા પર
૨૧
"Aho Shrutgyanam