________________
મકરદાઢા વેશ્યાની કથા
[ ૧૫૭ } વિષે અપકાર, મિત્ર વિષે અને બધુવગ ઉપર ઉપકાર ન કશાય કે સત્કાર-સન્માન ન કરાય તે તેણે કયે પુરુષાર્થ કર્યો ગણાય ?'
હવે આ સમયે સુષને કહ્યું કે, હે પ્રિયા ! આટલી વાતમાં પણ તને નહીં આપે, તે સંદેહ થાય છે? તે માતાને બોલાવ. અહીં હમણાં જ તેનું કૌતુક પૂર્ણ કરું. ત્યારપછી તે જ વખતે હર્ષ પામેલી મુક્ત પગલાં મૂકતી વિરતી કેડ ભાગ વાળી મકરદાઢા ત્યાં આવી મોટા આસન ઉપર બેઠી. જમાઈએ જુહાર કર્યા. પુત્રીને કહ્યું કે, “હે વત્સ ! આ વાતમાં શું આશ્ચર્ય છે? એમ નિશ્ચયપૂર્વક તે પ્રકારે મંત્રણા કરી હતી કે, આવા ગાઢ સ્નેહ આગળ શું દુકર છે ? તે પ્રાણેશને પૂછ્યું કે નહિ ? આની પાસે પ્રાર્થના કરવાને વિધિમાર્ગ કયો ?’ સુધને કહ્યું કે, “હે માતાજી! પ્રાર્થના પ્રકાર અતિદુષ્કર છે. જે તે વાત અંગીકાર કરવાના હો, તે જ વિધિ કહીશ. તેણે કહ્યું કે, “ આ કામધેનુના લાભમાં દુષ્કર શું હોઈ શકે ?” “જે તારે આ દઢ નિશ્ચય અને નિર્ણય જ હોય તે લાંબા કાળથી એકઠું કરેલું સર્વ દ્રવ્ય અને સારભૂત પદાર્થોને તારા ઘરમાંથી બહાર કાઢ, તને ઠીક લાગે તેને આપી દે, પહેલાંનું જેનું ધન હોય, તેને પણ આપી છે, એક કણ પણ જે ઘરમાં બાકી રહી જાય તો આ કામધેનુ ફળ આપનારી ન થાય.” આ પ્રમાણે જ્યારે સુષને કહ્યું, ત્યાર મકરદાઢાએ કહ્યું કે, “બીજા કેને ઘરનું સારભૂત દ્રવ્ય આપી દઉં ? બીજા કેઈનું ગૌરવ વધારવું તે કરતાં તમે શું ઓછા છે ? તમો જ સર્વ દ્રવ્ય અંગીકાર કરો. મણિ, રત્ન, સુવર્ણ, ધન, કપડાં વગેરે નાની ખીલી સુધીનું સર્વ તમને અર્પણ
સુધને પણ આગળથી તૈયાર કરેલાં વહાણેમાં ધન ભરીને જયંતી નગરીએ મોકલી આપ્યાં. ત્યારપછી પૂજા કરીને પ્રણામ કરીને ખમાવીને પોતાના હાથે કેટલીક સોનામહોરો ગળાવીને મક્કડ (કામધેનુને મકરદાઢાના હાથમાં અર્પણ કર્યું. અક્કાને કહ્યું કે, “આજથી રવિવારે સાતમા દિવસે પ્રથમ પ્રાર્થના કરવી”-એમ કહી ઘરેથી નીકળી ગયે. વહાણ ગયાં, તેની પાછળ પાછળ સુધન જયંતી નગરીએ પહોંચી ગયો.
મકરદાઢા પણ રવિવારના દિવસે નાન-વિલેપન કરીને થડ ઉપર કામધેનું મટને ચડાવીને પૂજા-પ્રણામ કરીને પંચાંગ નમસ્કાર કરીને એક સે માગ્યા. પેલો મર્કટ (કામધેનુ) માગ્યા પ્રમાણે મુખમાંથી કાઢીને અર્પણ કરતા હતા. જેમ ઘરમાંથી સવ સારભૂત પદાર્થ તેમ બે વખત ત્રણ વખત આગળના ગળેલા સુવર્ણ સિકકા આપતો હતો. હવે તેની કુક્ષિ તદ્દન ખાલી થઈ ગઈ. ત્યાર પછી માગણી કરતા છતાં કંઈ પણ અર્પણ કરતા નથી. લાકડીથી ઠોકે તે ચીચીયારી-કીકીયારી કરવા લાગ્યો. ત્યારપછી ઠગાયેલી પેલી મકરદાઢા પટ કૂટતી પોકારવા લાગી. હાય હાય ! હું મરી ગઈ. તે ધૂતે મને ઠગી. મારા જેવું તેનું સર્વ દ્રવ્ય અને મારું સર્વદ્રવ્ય જે મેં પૂર્વે એકઠું કર્યું હતું, તે બધું લઈને ચાલ્યા ગયા ! કામધના
"Aho Shrutgyanam