________________
મકરદાઢા વેશ્યાની કથા
[ ૧૫૫ છે પુષ્કળ ધન આપી વેપાર કરવા માટે ઉજજયિની નગરીએ મોકલે. વિવિધ પ્રકારના વ્યાપાર કરતાં કોઈ વખત કામ પતાકા નામની ચતુર અને પ્રસિદ્ધ વેશ્યાના મંદિરે પહો. વેશ્યાએ તેને તેવા તેવા પ્રકારે એવે વશ કર્યો છે, જેથી અ૫ દિવસમાં તેના વિષે અતિરાગવાળો બની ગયો. યજ્ઞ-ઉજાણી આદિ કાર્ય કરવા માટે ધનની જરૂર છે એવા કપટ-મહા પ્રપંચપૂર્વકના ખાનાથી કામ પતાકાની માતા મકરદાઢા ગણિકાએ સુધનનું સર્વ દ્રવ્ય પોતાના મહેલમાં મંગાવ્યું. હવે તેની પાસે કંઇ બાકી રહેતું નથી, આપણે સર્વસ્વ હરણ કરી લીધું છે, એમ જાણે મકરદાઢા અક્કા અવજ્ઞા અને અનાદરથી સુધનને જોવા લાગી. કામ પતાકાના મહેલમાં પ્રવેશ ન મેળવી શકતે, ઓસરી. ગયેલા અભિમાનવાળો તે તેના ઘરેથી નીકળીને વિચારવા લાગ્યા.–કામ પતાકાના નેહમાં આધીન બની લા સેનામહોરોથી તેનું ઘર ભરી દીધું અને હું તદ્દન નિર્ધન બની ગયો.
સર્વ નેહ, દેહ અને સર્વ દ્રવ્ય અર્પણ કરી છે તે પણ આ વેરિયા, કોઈની થતી નથી. વેશ્યાને શત્રુ કહેલી છે, તે યુકત જ છે.” કેઈકે બરાબર જ કહેલું છે?
ખાય કોઈનું અને આર્લિંગન બીજા સાથે કરે, વળી ધ્રુજતાં ધ્રુજતાં ધનની માગણી બીજા અન્યની પાસે કરે, વાંકાચૂકા શ્યામ કોમળ ખીચોખીચ કેશવાળી વેશ્યા કૃત્રિમ હાવભાવ બતાવતી સાચાપણાનું નાટક કરી સામાને વિશ્વાસ પમાડે છે. આંખમાં રુદન કરતી દેખાય, પણ મનમાં હસતી હોય, સર્વ લોકો તેને સત્ય માને. જે તી. હાંતવાળી કરવત કાઇને બંને બાજુથી કાપે છે, તેમ વેશ્યા પણ પિતાની ચતુરાઈથી માનવને પિતાને કે દુનિયાને રહેવા દેતી નથી અર્થાત્ બંને બાજુથી માણસ જીવન કાપી નાખે છે. સર્વ મૂઢલાક તેનાં વચનો સત્ય માને છે અને પરમાર્થ વિચારતા નથી. વેશ્યાઓ હદયમાં મુક્ત હાસ્ય કરે છે અને નેત્રમાં અશ દેખાડે છે.
હવે નિર્ધન સુધીનો પરિવાર તેને જયંતીનગરીએ આવવા ઘણું સમજાવે છે, પથ શરમથી ત્યાં જવા તેને ઉત્સાહ થતું નથી. ભોજન અને વસ્ત્ર પણ મેળવી શકતે નથી એટલે સુધનના પરિવારે તેના પિતા પાસે જઈને બને સમગ્ર વૃત્તાન્ત કહ્યો, અને તેના સર્વ દુઃખની હકીક્ત કહી. પિતાએ કહ્યું કે, “એ વેશ્યાને વ્યસની દુરાત્મા જલે ત્યાં જ દુઃખ ભેગવતે, તેવા વ્યસની પુત્રથી દૂર સાશ' ત્યારે પરિવારે કહ્યું કે-“સજજન પુરુ અવિનીત એવા પિતાના આશ્રિત તરફ વિમુખ બનતા નથી. વાછરડો ગાયના સ્તનમાં માથું મારીને વ્યથા કરે, તે પણ ગાય દૂધને નિરોધ કરતી નથી. એટલે ધનાવહ પિતાએ વિચાર્યું કે, પરાધીન પણે ઉત્પાતથી ગળાઈ ગયેલ પદાર્થને પાછો કાઢવાની જેમ મકરદાઢાએ પડાવી લીધેલ મારું દ્રવ્ય પાછું સ્વાધીન કેવી રીતે કરવું? તે માટેનો ઉપાય સૂઝી આવ્યા, એટલે પોતાના ખાનગી વિશ્વાસ મનુષ્યોને મોકલીને તેને સમજાવીને પિતાજી પાસે લાવ્યા. વિશ્વાસુ મનુષ્યોની સહા
૧ છો કછોરું ચાય તો પણ માતા-પિતા તે વાત્સલ્ય જ રાખે.
"Aho Shrutgyanam