________________
જબૂવામી ચરિત્ર નામ પણ જંબૂકમા૨ હે” એમ કહીને તે નામ સ્થાપન કર્યું. જેમ નવીન કલ્પવૃક્ષ પ્રતિદિવસ વૃદ્ધિ પામે, તેમ પાંચ ધાવમાતાથી પાલન કરાતે જ બૂકુમાર શરીરથી અને કળાએથી વિશેષ વૃદ્ધિ પામવા લાગ્યા. નિકલંક અને સંપૂર્ણ સર્વ કળાઓ ગ્રહણ કરી મિત્રમંડળ સાથે હંમેશાં ઉદ્યાન અને બગીચાઓમાં ક્રીડા કરવા લાગ્યો. આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ–
કરી કોઈક સમયે સુમવામી વિહાર કરતાં કરતાં રાજગૃહી નગરીની બહાર પધાર્યા. જંબૂકુમાર તેમનું આગમન જાણીને તેમને વંદન કરવા માટે બહાર નીકળે. ઉધાનમાં સમવસરેલા તેમને પ્રણામ કરી ગણધર પ્રભુ સન્મુખ બેઠે અને બે હાથ રેડ હર્ષિત હદયવાળે તેમની દેશના શ્રવણ કરવા લાગ્યા. લોકમાં ચાલક આદિ દશ દષ્ટાન્ત દુર્લભ ઉત્તમ મનુષ્યપણાને ભવ પામી પ્રમાદ-મદિરામાં મત્ત બની તમે આ કીંમતી મનુષ્ય-ભવ હારી ન જતાં તેમાંથી શ્રેષ્ઠ રત્નનું ફળ મેળવે. કારણ કે પવનની લહેરાથી ડાલતા વૃક્ષના પત્ર સરખું જીવેનું આયુષ્ય અતિચંચળ છે. યૌવન મમત્ત કામિનીના કટાક્ષ સરખું ચપળ છે, કાયા જૂના જજરિત બોલ. વાળા વૃક્ષ સરખી રોગાદિક સર્ષ માટે નિવાસસ્થાન છે. સપિણી સરખી રમણુએ વાધીને કરવી મુશ્કેલ છે. લક્ષમી વૃક્ષના છાંયડા માફડ બીજે ચાલી જનારી અતિચંચળ છે, એટલું જ નહિ, પરંતુ અનર્થ ઉત્પન્ન કરનારી છે. જે પ્રિયના સગો, તે પણ વિયોગના અંતવાળા છે. આ પ્રમાણે વિનાશ પામવાના સ્વભાવવાળા સંસારભાવને યથાર્થ વિચારી શાશ્વત સુખના સ્થાન સ્વરૂપ મોક્ષને વિષે પ્રયત્ન કરવો, તે હંમેશ માટે યુક્ત છે, તે મોક્ષનું પણ જે કોઈ અપૂર્વ કારણ હોય તે નિરવદ્ય એવી દીક્ષા છે સાશ ક્ષેત્રમાં પણ બીજ વગર ડાંગર ઉગતી નથી. તે દીક્ષા કાયર પુરુષને દુષ્કર છે અને બહાદુર પુરુષને સુકર-સહેલી છે. સંતોષ અને સમાધિવાળા પુરુષને શિવ-સુખ અહિં જ દેખાય અને અનુભવાય છે.
જબૂમાર બાર ભગવંતના ચરણ-કમલમાં પ્રણામ કરીને વિનંતિ કરવા લાગે કે, “હે સ્વામી ! આપની પાસે દીક્ષા લેવાની અભિલાષા રાખું છું.” ગણધર ભગવંતે કહ્યું કે, “હે ધીર ! તે હવે ઢીલ ન કરીશ, જરદી તયાર થા. આ ક્ષણ ફરી પ્રાપ્ત થવો ઘણે દુર્લભ છે.” કુમારે કહ્યું કે-“માતા-પિતાની આજ્ઞા લઈને જહદી આવું છુંહે ભગવંત! પ્રથમ તે મને જિંદગીપર્યત માટે બ્રહ્મચર્ય વ્રત આપ.” પ્રભુએ કહ્યું કે, “દક્ષા પહેલાં આ બ્રહ્મચર્યવ્રત એ પ્રણવ “ ” મંત્ર સમાન છે. આ પ્રમાણે બ્રહ્મચર્યને નિયમ ગ્રહણ કરીને અને તે નિર્મલ બ્રહ્મચર્ય માટે પ્રયત્ન કરતા જહદી ઘરે પહોંચ્યા, ત્યારપછી માતા-પિતાને વિનંતિ કરવા લાગે કે, “હે પિતાજી અને માતાજી! આજે મેં સુધર્માસ્વામીજીની નિરવ દેશના સાંભળી, ત્યારપછી મારું મન સાવલેપરહિત-વિરતિમાં લીન બન્યું છે.'
"Aho Shrutgyanam