________________
જંબુસ્વામીની કથા
[ ૧૪૩ ] કેમ કરો છો ? દેવોને હવે ગર્ભરૂપી નરકમાં વાસ કર્યો પડશે, આવાં અનેક દુખે અનુભવતા તે દેવેનું હૃદય વિક્રિય હોવા છતાં પાકેલાં દાડિમફળ ફુટવા માફક ખર. પર સેંકડો અને ડે ટૂકડા રૂપે ભેરાઈ જાય છે.
સંસારમાં નિવાસ કરતા ચાર ગતિના જીનાં ઘણાં દુખે જણાવ્યાં. આ સમગ્ર દુઃખો ત્યાગ કરવાની અભિલાષાવાળાએ અનુપમ, છેડા વગરના, દુઃખ વગરના અને એકાંત સુખમય સિદ્ધિ-સુખ મેળવવા માટે એ ઉચિત ઉપાય-પ્રયત્ન કરે જોઈએ. અહિં આ મનુષ્યગતિમાં ખરેખર પ્રશંસવા લાયક પદાર્થ હોય તો શુદ્ધધર્મની પ્રાપ્તિ છે, માટે આર્યવિવેકી પુરુષ સાક્ષાત્ જિનેશ્વરએ આચરેલી અને કહેલી દીક્ષા અને શિક્ષા-ઉપદેશનું સેવન કરવું જોઈએ.”
આ સમયે ધારિણી ચિંતવવા લાગી કે, “કેવલ્લી ભગવંતે સર્વ ભાવેને જાણે છે.” હે ભગવંત! હું કયા દેવને અનુકૂલ કરું, તે મારા સંદેહને દૂર કરો. આ વખતે સુધર્માસ્વામીએ જંબુદ્વીપના જબૂવૃક્ષમાં નિવાસ કરનાર અનાદત નામના દેવની -હકીકત કહી. અનાદત દેવની ઉત્પત્તિ
અહિં ઋષભદત્ત શેઠને ભવાભિનંદી ભાઈ જિનદાસ નામને જુગારી હંમેશાં જુગારનું વ્યસન સેવ હતો. જુગારી કેવા હોય છે ? ઘણા ભાગે લંગોટી માત્ર વસ્ત્ર ધારણ કરનાર, ખરાબ દુરુંછનીય આહારનું ભજન કરનાર, ધૂળવાળી ધરામાં શયન કરનાર, અશિષ્ટ વાણું બોલનાર, વેશ્યાઓ વિટ-જાર પુરુષ, સહાયકને કુટુંબી વર્ગ મારનાર, બીજાને ઠગવાને ધંધો કરનાર, શેરને મિત્ર માનનાર, મહાસજજન પુરુષોને દુશમન માનનાર, દુર્વ્યસની પુરુષોનો આ સંસાર-ક્રમ હોય છે. અતિમદિરાપાન કરનાર, માંસ ખાનાર, હિંસા કરનાર, વેશ્યાગમન, ખરાબ વર્તન કરનાર આ સર્વ વ્યસન સેવનાર હવસની નથી એમ માનું છું, પરંતુ એકલે જુગાર રમનાર વ્યસની છે. આ સવ અનર્થનું મૂળ હોય તે જુગાર છે. પોતાના જુગારી મિત્ર સાથે વાંધો પડયે એટલે જુગારીઓએ હથિયારથી તેને ઘાયલ કર્યો. મરદશા અનુભવતો પિતે પારા-વાર પશ્ચાત્તાપ કરવા લાગ્યો. જો કે ઋષભદત્તે આ જુગારી ભાઈને ત્યાગ કર્યો હતો, -તે પણ આવા સંકટમાં તે આવી પડી, ત્યારે ઋષભદત્ત બધુ તે દુઃખી જિનદાસ પાસે આવ્યો. “પાપી આત્માઓને પાપી મનવાળા સાથે જ પ્રસંગ પડે છે અને પાછળથી પરેશાની પામે છે, તે ઋષભદત્ત સારી રીતે સમજતો હતે.
જેમ વયમાં જેષ્ઠ હતો, તેમ ગુણામાં પણ આ ભાઈ ચેષ્ઠ હતું. કહ્યું છે કે-- નિરભિમાન ઉપકારી પ્રત્યે સદભાવ રાખ કે દયાવાળા બનવું તેમાં શું અધિક - ગણાય? પરંતુ અહિતકારી કે અણધાર્યો કેઈકે આપણે અપરાધ કર્યો હોય, તેવા
"Aho Shrutgyanam"