________________
{ ૧૪૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ માનીશું.” શ્રાવકપુત્રે કહ્યું કે, “યથાશક્તિ તે માટે પ્રયત્ન કરીશ” -એમ કહી શિવકુમાર રાજપુત્ર પાસે ગયા. “નિસહિ” શબ્દોચ્ચાર કરી જાણે ઉપાશ્રયમાં પ્રવેશ કરતા હોય, તેમ તેણે તે સ્થાનમાં પ્રવેશ કર્યો. ઈરિયાવહી પ્રતિક્રમીને સાધુને વંદન કરાય, તેમ દ્વાદશાવતી વંદનથી તેને વંદન કર્યું. આજ્ઞા લઈ ભૂમિ-પ્રમાર્જન કરી શિવકુમાર પાસે દઢધમાં શ્રાવક બેઠે. શિવકુમાર વિચારવા લાગ્યા કે, “પતિની માફક આવે મારો વિનય કેમ કા? લાવ પૂછી જોઉં.”-“હે શેઠપુત્ર! તે તેવા પ્રકારને વિનય કર્યો કે, જે સાગર૮ર ગુરુ પાસે કશત મેં જે હતે. શું તેવા પ્રકારના વિનય માટે હું અધિકારી છું? હું તો તેમના આગળ તેમના ચરણ-કમલના પરાગના માત્ર પરમાણુ સરખે છું.” શ્રાવકપુત્રે કહ્યું કે, “તમેએ મૌનવ્રત તોડશું, તેથી હું રાજી થયો છું. જો કે આ વિનય યતિવર્ગને કરવો થાય છે, તો પણ, કાર્ય કરવા માટે તમારો વિનય કરું છું. આ જિનશાસનમાં ધર્મનું મૂળ હોય તો વિનય જ જણાવેલ છે.” જે કારણ માટે કહેવું છે કે, “ત્રણે જગતને પવિત્ર કરનાર તંત્રવાળા મંત્ર, વૃદ્ધ પુરૂના હિતોપદેશને પ્રવેશ, દેવસમૂહને વંઘ, નિરવદ્ય વિદ્યાએ હંમેશાં સન્તાને અને વિનીતને આશ્રય કરે છે. જેની સરખામણીમાં કોઈ આવી શકતું નથી. એવા સંયમભાવથી ઉત્પન્ન થયેલી શુભલેશ્યાવાળા સુશ્રાવકને પણ વિનય કરે ઉચિત છે.”
વળી જે દ્વાદશાવત વંદન તે તે યતિવર્ગને જ દેખાય છે, તે વંદન તમને મેં એટલા માટે કર્યું કે, અત્યારે તમે ભાવસાધુ થયેલા છે, જે અત્યારે તમને માતા-પિતા દીક્ષા અપાવતા નથી, તે “ભાવસાધુ બની હું ઘરમાં રહુ.” એ રૂપે તમે ભાવસાધુ થયેલા હોવાથી મેં તમને વંદન કર્યું છે. હું તમને પૂછું છું કે, તમે જમતા નથી, બોલતા નથી, તેનું શું કારણ?” ત્યારે શિવકુમારે કહ્યું કે,
વ્રતના દેઢ પરિણામવાળા મારે એ અવશ્ય કરવાનું જ છે. હજી પણ માત-પિતા દીક્ષા ગ્રહણ કરવા દેતા નથી, તે હવે ભાવસાધુ બની ઘરમાં વાસ કરું. બીજું સર્વસાવદ્ય યોગના સંયોગ વર્જવાના ઉદ્યમવાળો હું કેવી રીતે સાવદ્ય-આહારનું ભોજન કરે અને તેઓની સાથે કેવી રીતે બોલું ?” દઢમાં શ્રાવકે કહ્યું કે, “તમે સમ્યક પ્રકારે સદધર્મ કરવામાં નિશ્ચલ છે. ભાવશત્રુરૂપકમને જીતવા માટે બીજી કોની આવી જય-પતાકા હોઈ શકે? પરંતુ આહારનો ત્યાગ કરીને ભાવચરિત્ર તમે શી રીતે વહન કરી શકશે? પડતા દેહને આહારથી રિથરપણે ધારણ કરી શકાય છે, ટકાવી શકાય છે. લાંબા કાળ સુધી દીક્ષા પાળનારને જીવનના અંતે વિધિથી આહાર ત્યાગ કરે ઉચિત છે. ગમે તે પ્રકારે આહારત્યાગ કરી શકાતું નથી. જે દીર્ઘકાળ સુધી સંયમપૂર્વક જીવિત પાલન કરે છે, તેને કન્ય છે. માટે નિરવલ આહારસ્વીકારનારા બની દિવસે પસાર કરો, નિશ્વ વાણી અને ચેષ્ટાપૂર્વક એકાંત ઘરના ખૂણામાં ર.”
"Aho Shrutgyanam