________________
( ૧૨૪ ]
પ્રા. ઉપદેશમાલાનો ગૂજરાતુવા અથવા હું ચેટક રાજાની પુત્રી, ભુવનના અપૂર સૂર્ય સમાન મહાવીર ભગવાનની (માસી આઈ) ભગિની, આજે તેમના જેવી કીર્તિ ઉપાર્જન કર્યા વગર કેવી રીતે મૃત્યુ પામું? પણ જીવતી રહીશ, તે યમરાજ કરતાં ભયંકર એવા તેનાથી શીલ પાલવા કેવી રીતે સમર્થ થઈશ?
ખરેખર એક બાજુ વાઘ અને બીજી બાજુ જળથી ભરપુર બે કાંઠાવાળી નદીને ન્યાય મને લાગુ પડે છે; તે હવે તે પાપસ્વભાવવાળાનાં વચનને અનુકૂળ બની “કાલક્ષેપ કરે, તે જ સર્વ સંકટને પ્રતિકાર છે.” ત્યારપછી તેના ચિત્તને પ્રસન્ન કરાવનાર કેમલ વચન કહેનાર એક મુખ્ય માણસને મોકલીને મૃગાવતીએ પ્રદ્યોત રાજાને કહેવરાવ્યું. તે માણસ રાજાને પ્રણામ કરીને વિનંતિ કરવા લાગ્યું કે, “હે દેવ! દેવી કહેવરાવે છે કે, તમારા પ્રતાપાનિમાં રણક્રીડાની ખજવાળા મારા ભતાં ક્ષણવારમાં પંચત્વ પામી ગયા છે. હવે તમારે અબલા એવી મારી ઉપર ચુદ્ધ પ્રયાણ કરવું ઊંચત નથી. આજે તે તમે પાછા વળીને હાલ ઉજેણી જવ. જે મારા શતાનિક પતિ હતા, તે તો યમરાજાએ પોતાને ઘરે મોકલી આપ્યા છે, હવે મારી બીજી કઈ ગતિ હોય?” એમ હમણા જઈને રાજાને કહે. રાજા-દેવીનાં દર્શન માટે, દુખે કરી નિવારી શકાય તેવા કામદેવના ઉન્માદો હું
નગરીમાં આવું છું. પુરુષ–હે દેવ! દેવી પિતાની મેળે જ આવશે, તે સમય વિલંબ છે. રાજા – ક્યારે આવશે ?
પુરુષ--જયાર નગરી સારી રીતે થવસ્થ થશે. નહિંતર નજીકના જાએ આવીને પુત્ર નાનો હોવાથી તેને ચાંપી નાખે.
જા–એવો કયો છે? તેનું નામ કહે, આજે તેનું મસ્તક ખંડિત કરું પુરૂષ-સે જન દૂર રાજા હોય અને એશીકે સર્ષ ચાલતું હોય તે તે કેવી રીતે
બાળકને બચાવી શકે ? રાજા – તે દેવીને જણાવે છે, કયા ઉત્તમ આદેશને અમલ કરું ? -પુરુષ-આ કૌશાંબી નગરીને એવી તયાર-સજજ કરી કે, શત્રુસેન્યને જિતવી અમ્રાય
થાય. ઉજેણી નગરીની મજબૂત ઈટો મંગાવી સારી રીતે ચૂંટાય એવી ઇને કોટ કરાવે. તે ઇંટે ઘણી જ બળવાન મજબૂત છે. અમારી નગરીમાં તેવી ઇંટે નથી.
ત્યારપછી પ્રદ્યોતરાજ પિતાની નગરીમાં ગયે, પિતાના તાબેદાર રાજાએ તેને પરિવાર લશ્કર વગેરેને શ્રેણીબદ્ધ ઠેઠ ઉજેણીથી કૌશાંબી સુધી ગોઠવ્યા. એક પુરુષ બીજા પુરુષને છેટ આપે, તેવી પરંપરાથી છેટો સંચાર કરી એકઠી કરી, પછી ટૂંકા
"Aho Shrutgyanam