________________
૧૨૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરાનુવાદ હરિને કસ્તુરી, સુગંધવાળા પદાર્થોને સારે ગંધ, કઈ પદાર્થની અધિકતા-પ્રક એ જેમ પોતાના નાશ માટે થાય છે, તેમ મને આ પ્રકર્ષવાળે કળાગુણ મળે, તે મારા નાશ માટે સિદ્ધ થયા. ચિત્રકારે સર્વે એકઠા મળીને રાજાની પાસે ઉપસ્થિત થઈ વિનંતિ કરવા લાગ્યા કે, “હે દેવ! વગર કારણે આ ચિત્રકારને શા માટે મારી નાખે છે.” સાચો પરમાર્થ જાણનારા ચિત્રકારે કહેવા લાગ્યા કે, “તેમાં લગાર પણ કોઈ દેષ હોય તે બતાવો, દેવતા પાસેથી વરદાન મેળવેલું છે, તે તેને શા માટે શિક્ષા કરવી જોઈએ?”
દેવતાઈ વરદાનને વૃત્તાન્ત રાજાને કહ્યો, ખાત્રી માટે એક કુબડીનું માત્ર મુખ બતાવીને તેનું જ રૂપ આલેખન કરાવ્યું. આમ છતાં પણ રાજાને કેપ વ્યર્થ જતો નથી, તેથી તે રાજાએ જેનાથી ચિત્રકાર્ય કરી શકાય છે, તેવા હાથના અંગૂઠાને કપાવી નંખાવ્યો. ફરી સાકેતપુરમાં તે સુરપ્રિય યક્ષને આરાધવા માટે પહોંચ્યો. યક્ષના ચરણમાં પ્રણામ કરી પહેલાની માફક વરદાન માગ્યું. યક્ષ પ્રત્યક્ષ થઈને કહે છે કે, “હે વત્સ ! ચાલ ઉભો થા, તું સારી રીતે જમણા માફક ડાબા હાથથી પણ હવે ચિત્રામણે આલેખી શકીશ. ચિંતવીશ તે પ્રમાણે થશે.” એટલે હવે વિચારવા લાગ્યું કે, હવે મારે મારા શત્રુને કેમ હણવો? તેમાં કેવી રીતે સફળતા મેળવવી?
આ શતાનિકરાજા ચંડપ્રદ્યોત રાજાના તાબામાં છે, (૫૦) શ્રેષ્ઠ તરુણીઓને આલિંગન કરવાના લેભથી કંઈ પણ નહિં કર-એમ ચિંતવીને ચિત્રપટમાં મૃગાવતી રૂપ ચિતયું, ઉજજેનું નગરીમાં જઈને પ્રદ્યોતન રાજાને અર્પણ કરતાં કહ્યું કે,
આ તે માત્ર મૃગાવતીના રૂપને અંશ જ ચિતર્યો છે. બે હજાર નેત્રો વડે કરી તે દેખી શકાય તથા તેટલી જ છ વડે વર્ણન કરી શકાય તેવા રૂપવાળી આ મૃગાવતી છે, તે કદાચ દેખવું અને વર્ણવવું શક્ય ગણાય, પરંતુ તેના રૂપનું આબેહુબ ચિત્રામણ કરવું તેવી શક્તિ કેદની નથી. ચિત્રામણ દેખી પ્રદ્યોત રાજના ચિત્તમાં દ્વિધાભાવ પ્રગટયો. દેવીને દેખીને એકદમ જેમ ચંદ્રોદયથી સમુદ્ર ભ પામે તેમ રાજાને અનુરાગ–સાગર ક્ષોભાયમાન થયો.
શ્રવણ કરવું તે સવાધીન છે. રતિ પણ સાંભળવી સવાધીન છે, પરંતુ રતિક્રીડા તે પરાધીન છે, રતિ માફક મઇનાગ્નિથી તપેલાને હદય મ હરણ કરે છે. વ્રત રમનારને કાળી કેડી દાવમાં ન આવતી અને ઉજજવલ આવતી ગમે છે. મદનાહીનને રમણી પણ આવતી ગમે છે. પિતાના અંતઃપુરમાં સવાધીન-અમીપ-અનુરાગવાળી અનેક રમણ હોવા છતાં શગ વગરની દૂર એક રમણી માટે ઇચ્છા કરે છે, તે ખરેખર દેવ મૂઢ છે. હવે ચંડપ્રદ્યોતરાજા શતાનિક રજા ઉપર એક દૂત મોકલે છે. તે ત્યાં ગયા, રાજાને પ્રણામ કરી આપેલા આસન પર બેઠો અને વિનંતિ કરવા લાગ્યા. તમારી ભક્તિ માટે રાજાને ચિત્તમાં બહુમાન છે, તેથી જ તે આપની તરફ મને
"Aho Shrutgyanam