________________
ઉદાયિનુપ મારક વિનયરત્નની કથા
[ ૧૧૭ ] પરીલંપટ, બિલાડા વગેરે છ મહાકૂર હોય છે, તે પાપીઓને લાંબા કાળ સુધી ગમે તેટલા સાચવ્યા હોય, રક્ષણ-પાલન કર્યું હોય, તે પણ પોતાના પાપી કાર્યના એકાગ્રચિત્તવાળા તેઓ પ્રપંચ કરી ઠગે છે.” “ બાર વરસના દીક્ષા પર્યાય પાળતા અને હજારો ઉપદેશનાં વચન સાંભળતા ગીતાની જેમ પ્રૌઢ થઈ ગયો હશે, એમ ધારીને વર્જવા યોગ્ય હોવા છતાં આજે ભલે તે ઉપાધિસહિત આવે.” વસતિ માગીને ગુરુગુણવાળા તે આચાર્ય ભગવંત એકાંત સ્થળમાં રહ્યા. સમય થયા, એટલે સુવિશુદ્ધ શ્રદ્ધાવાળા રાજા ત્યાં આવ્યા. (૨૫)
ઉત્તમ ગુરુ ભગવંતના ચરણ-કમળમાં પ્રણામ કરવા પૂર્વક પૌષધ લીધેપ્રતિક્રમણ કર્યા પછી પ્રશ્નો પૂછતો હતો અને તેના જવાબો પણ શ્રવણ કરતા હતા. બાલતાલ પર બે હાથની અંજલી જેડી ક્ષણવાર દેશના સાંભળી. ત્યારપછી પિતાના શ્વાસોશ્વાસ લાગવાથી ગુરુની આશાતના ટાળવા માટે મુખે મુખકાશ બાંધી શક્તિ અનુસાર વિશ્રામણ કરી. વળી રાજાએ તે કૃત્રિમ કુશિષ્યની પણ મનની વિશુદ્ધિથી શરીર વિશ્રામણ કરી. | મુહપત્તિ પડિલેહણ કરી પછી સંથારે પાથરીને આચાર્ય, ઉપાધ્યાય વગેરે જેઓ મારા અપરાઇ જાણે છે ઈત્યાદિક ચાર શરણ સ્મરણ કરીને અનિત્યાદિક ભાવના ભાવીને બાહુનું ઓશીકું અને ડાબે પડખે કૂકડીની જેમ ઉંચા પગ લાંબા કરીને ભૂમિ-પ્રમાર્જન કરીને આ વગેરે સંથારાપેરિસી ભણાવીને ગુરુ સુઈ ગયા, પછી રાજા સુઈ ગયે. પરંતુ પેલે ભેખધારી કુમુનિ એક દ્રવ્યથી જાગતો હતો, પણ ભાવથી ઊંઘતો હતો. તે ધીમે ધીમે ઉ. નરકના અંધકારવાળા કુવામાં પડવાના પરિણામ કરતા દુઃખની ખાણ સરખી કંકલેહની છરી તૈયાર કરી. રાજાના કંઠ ઉપર તે છરી સ્થાપન કરી, પરંતુ પિતાના આત્માને કંઠ કાપી નાખ્યો. તવ સમજનાર રાજા પંચત્વ પામ્યા. ભયથી કંપતા હરતવાળો તે પાપી તે છરી ત્યાં જ મૂકીને ત્યાંથી ચાલી નીકળ્યો. મુનિ હોવાથી પહેરેગીરે અને અંગરક્ષકોએ તેને ન રોક. રાજાનું શરીર પુષ્ટ હોવાથી તે શરીરરૂપ પર્વતના શિખરથી લેહીનું ઝરણું વહેતું વહેતું આચાર્યના સંથારા-પ્રદેશ સુધી આવી ગયું. લેહીના સ્પર્શ અને ગંધથી જાગીને
જ્યાં દેખે છે, તે મસ્તક અને કબંધ કપાઈ ગએલાં જોયાં. અરેરે ! આ તો મહા અકાર્ય થયું, આ કયા કૂર કમીએ શા માટે કર્યું? ત્રણ ગણું અંગરક્ષકોથી વીંટળાએલ છતાં આમ કેમ થયું ! આ વિચારે છે. વળી સંથારામાં જેટલામાં પેલા કુજાત શિષ્યને દેખતા નથી, એટલે નિર્ણય કર્યો કે, “આ સર્વ કૌભાંડ તે પાપી શિખે જ કર્યું છે. અરે રેહું કે નિભાંગી કે, આવું મહાકલંક મને લાગ્યું, જિનપ્રવચન રૂપી મહાવિકસિત બગીચામાં આ દવાગ્નિ સળગાવ્યું. મુનિ વેષથી વિશ્વાસમાં લઈને આ રાજાને મારી નાખવા અહીં કેઈ ઘાતક આવ્યા. આ કારણે શાસનને અપયશને ૫ડદે વાગશે. “શરદપૂર્ણિમાના ચંદ્ર સરખા જિનશાસન વિષે અપભ્રાજના મલિનતા
"Aho Shrutgyanam