________________
બ્રહાદત્ત ચક્રીની કથા
[ ૧૦૩ }
નહિંતર હથિયાર સહિત રથ મારી પાસે કેમ હાજર કરે? એ પ્રમાણે ઘણે વિચાર કરીને રાજાએ તેની સાથે વિવાહ કર્યો. તે પણ રથમાં બેસી પૂછવા લાગે કે, “કઈ દિશા તરફ જવું છે?” એટલે તેણે કહ્યું કે, “હે સ્વામી ! મગધાપુરમાં મારા પિતાના નાના બંધુ ધન નામના છે, તે નગરના નગરશેઠપદને પામેલા છે. આપણે વૃત્તાન્ત જાણીને તે તમારા અને મારે આદર-પૂર્વક સત્કાર કરશે કારણ કે, મારા ઉપર તેને ઘણું વાત્સલ્ય છે. (૩૨૫) હાલ તો તે તરફ પ્રયાણ કરે, - ત્યારપછી આપને રુચે તેમ કરજે” ત્યાર પછી કુમારે તે તરફ પ્રયાણ કર્યું. વધતુએ સારથિપણું સ્વીકાર્યું.
અનુક્રમે જતાં જતાં કૌશાંબી દેશમાંથી નીકળીને, અનેક પહાડા ઓળંગીને જેમાં સૂર્યકિરણે પ્રવેશ કરી શકતાં નથી-એવા ગીચાના ગહનવાળું પર્વતનું એક ગહન સ્થળ હતું, ત્યાં પહોંચ્યા. ત્યાં કંટક અને સુકંટક નામના ચોરસ્વામી વસતા હતા. શ્રેષ્ઠ રથ, આભૂષણેથી અલંકૃત શરીરવાળું રત્ન દેખીને વળી કુમાર અ૯૫૫રિવારવાળા હોવાથી બખ્તર પહેરીને સજજ થએલા ધનુષ-દોરી ખેંચીને નવીન મેઘધારાસમાન બાને વસાદ વરસાવવા લાગ્યા. ધીરતાના મંદિર સરખા કુમારે પણ ક્ષેભ પામ્યા વગર સિંહ જેમ હથિયાને તેમ તે જ ક્ષણે તે ચોરોને હાર આપી.
જેમનાં છત્ર અને દવાઓ નીચે પડી ગયાં છે. વિવિધ પ્રકારના હથિયારના ઘા વાગવાથી ઘૂમી રહેલા શરીરવાળા નિષ્ફળ કાર્યારંભ કરનારા તેઓ દરેક દિશામાં પલાયન થવા લાગ્યા, ત્યારપછી તે જ રથ ઉપર આરૂઢ થઈને જતા હતા, ત્યારે વરધનુએ કુમારને કહ્યું કે અત્યારે તે પુષ્કળ થાકી ગયા છે, તો એક મુહૂત અહિં રથમાં નિદ્રાસુખનું અવલંબન કર, અતિનેહવાળી ૨નવતી સાથે કુમાર ઊંઘી ગયો. એટલામાં એક પર્વત પરથી વહેતી નદી પાસે રથના અો આવ્યા. થાકી જવાથી ઉભા રહ્યા. તે સમયે કોઈ પ્રકારે બગાસાં ખાતે કુમાર જા. ચારે દિશામાં નજર કરતાં જ્યારે વધતુ ન દેખાયે, ત્યારે વિચાર્યું કે, “જલાદિક માટે બહાર ગયા હશે. ' નવીન મેઘ સરખા ગંભીર શબ્દથી કુમાર તેને બોલાવવા લાગે, જ્યારે પ્રત્યુત્તર ન મળે ત્યારે કઈ પ્રકારે રથના ઘૂંસા ઉપર નજર પડી તો અતિશય લોહીની ધારાથી ખરડાએલું જોવામાં આવ્યું. એટલે ઉત્પન્ન થએલા સંજમવાળો કુમાર વિક કરવા લાગ્યું કે, “નક્કી વરધનુને કોઈકે મારી નાખ્યો છે. રથની મધ્યમાં જેની સર્વાગે ચેતના સજજડ રેકાઈ ગઈ છે, એવા તેને રનવતીએ શીતલ જળ અને પવનથી આશ્વાસિત કર્યો, આંખ ખુલીને હા હા ! વરધનુ એમ બોલીને રુદન કરવા લાગ્યા. કઇ પ્રકારે રત્નાવતીએ સમજાવીને રુદન બંધ કરાવ્યું. પછી તેણે કહ્યું કે, “હે સુંદરી! સ્પષ્ટ વાત સમજી શકાતી નથી કે, “વરધનું જીવે છે કે મૃત્યુ પામ્યા છે. માટે તેને વૃત્તાન્ત જાણ્યા પછી ગમન કરવું પડ્યું છે. અત્યારે મારે તેની આટલા પ્રદેશમાં નકકી તપાસ કરવી જોઈએ, એટલે તે કહેવા લાગી કે, “આ
"Aho Shrutgyanam