________________
( ૯૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાતુવાદ
આ પ્રમાણે સંકેત આપીને થોડા સમય પછી સફેદ વજા ફરકાવી ! તે દેખીને તે પ્રદેશમાંથી નીકળીને એક પર્વતના ગહનમાં પહોચ્યો, એટલે ત્યાં આકાશ જેવડું મોટું સરોવર દેખ્યું. ઈચ્છા પ્રમાણે તેમાં સ્નાન કર્યું. માગને થાક અને સર્વ સંતાપ દૂર કર્યો. વિકસિત કમલખંડની અતિસુગંધ ગ્રહણ કરી. સરોવરના કિનારાથી નીચે ઉતરીને સરોવરના વાયવ્ય ભાગમાં નવયૌવનવતી ઉન્નત સ્તનવાળી એક કન્યા દેખી. તે જ સમયે કામદેવે કટાક્ષના ધનુષ-બાણ ફેંકીને તેને શલ્યથી જર્જરિત શરીરવાળે કરી નાખ્યો. હજુ તેના તરફ માત્ર નજર કરે છે, ઉજજવલ સનેહ સમાન ઉજજવલ નેત્રોથી તેને જોતી જોતી અને કુમાર વડે આમ કહેવાતી તે પ્રદેશમાંથી ચાલવા લાગી.
તન્દ્રાથી અ૯૫ બીડાએલ સનેહજળથી ભીની થએલી વારંવાર બીડાઈ જતી, ક્ષણવાર સન્મુખ થતી લજજાથી ચપળ નિમેષ ન કરતી, હૃદયમાં સ્થાપન કરેલ ગુપ્ત સ્નેહભાવ અને અભિપ્રાથને નિવેદન કરતી હોય, તેવા નેત્રના કટાક્ષ કરનારી આ વ્યક્તિ કોણ ભાગ્યશાળી હશે? કે જેને આજે તે દેખ્યા છે.” (૨૨૬)
ત્યાર પછી એક મુહૂર્ત પછી એક ચેટિકાને તેણે ત્યાં મોકલી. તેણે અતિકોમળ કિંમતી વસ્ત્ર, તંબોલ, પુ તેમ જ શરીરને જરૂર પડે તેવી યોગ્ય સામગ્રી મોકલી. તેણે વળી કહ્યું કે, “સરોવરના કિનારા પાસે તમે જેને દેખી હતી. તેણે આ સંતેષ -દાન મોકલાવ્યું છે, તથા મારી સાથે કહેવરાવેલ છે કે-“હે વનતિકા! આ ભાગ્યશાળી મારા પિતાના મંત્રીના ઘરે આવે, તે પ્રમાણે તારે આ કાર્ય ચોક્કસ કરવું, તે આપ ત્યાં પધારો, એમ કહીને કુમારને મંત્રીના ઘરે લઈ ગઈ, હસ્તકમળની અંજલી કરવા પૂર્વક વનલતિકાએ મંત્રીને કહ્યું કે, “આપના સ્વામીની શ્રીકાંતા નામની પુત્રીએ આમને આપને ત્યાં મોકલેલા છે, તે અતિગૌરવથી તમાર તેમની સંભાળ કરવી. મંત્રીએ પણ તે પ્રમાણે સર્વ સારસંભાળ કરી. બીજા દિવસે સાવરના બંધુ સમાન સૂર્યોદય થયે, ત્યારે વાયુદ્ધ રાજાની પાસે તેને લઈ ગયા. દેખીને રાજાએ ઉભા થઈ આદર કર્યો, તેને નજીકમાં મુખ્ય આસન આપ્યું. વૃત્તાન્ત પૂછ. કુમારે પણ યથાચિત વૃત્તાન્ત જણાવ્યા. ભોજન કર્યા પછી કુમારને કહ્યું કે, “અમો તમારું વિશિષ્ટ પ્રકારનું સ્વાગત કરવા સમર્થ નથી, તો અત્યારે તો આ મારી શ્રીકાના પુત્રી સાથે પાણિગ્રહણ કરવાનું સ્વીકારો.” શુભ દિવસે વિવાહ પ્રવર્ચો. કોઈક દિવસે એકાકિની શ્રીકાન્તા હતી, ત્યારે પૂછયું કે, વગર ઓળખાણે પિતાએ મારી સાથે તારા કેમ લગ્ન કર્યા ત દાંતની પ્રજાના કિરણથી ઉજજવલ બનેલા હોઠવાળી તે કહેવા લાગી કે, “આ મારા પિતાજી ઘણા સન્યવાળા શત્રુથી હેરાન કરતા હતા, ત્યારે આ અતિવિષમ પલ્લીનો આશ્રય કર્યો. તથા દરરોજ નગર-ગામને લૂંટીને આ કિલ્લામાં પ્રવેશ કરતા હતા. શ્રીમતી નામની પત્નીને ચાર પુત્ર થયા પછી તેના ઉપર હું થઈ. પિતાજીને હું પિતાના જીવન કરતાં અધિક
"Aho Shrutgyanam