________________
[ ૯૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જાનુવાદ કુમારને ગામ બહાર સ્થાપન કરીને વરનુ ગામમાં જઈ એક નાપિતને બોલાવી લા, કુમારનું મસ્તક મુંડાવી નાખ્યું. સ્થૂલ ભગવા રંગનું વસ્ત્ર પહેરાવ્યું. તેમ જ લહમી કુલના સ્થાનરૂપ વક્ષસ્થલમાં શ્રીવત્સ ઢાંકવા માટે ચાર આંગળ પ્રમાણ એક ૫ટ્ટ બાંધ્યો. વરધનુએ પણ પિતાના વેષનું પરાવર્તન કર્યું કે જેથી દીર્ઘરાજા અમને ઓળખીને હસાવી શકે નહિં. આવા પ્રકારના ભયને વહન કરતા, તેના પ્રતિકાર કરવાના મનવાળા એક ગામમાં પહોંચ્યા. ત્યાં એક બ્રાહ્મણના ઘરમાંથી બહાર નીકળી એક નાના નોકરે બેલાવી કહ્યું કે, “ઘરમાં આવી ભોજન કરો.” એટલે રાજાને ઉચિત નીતિથી ત્યાં ભજન કર્યું. ત્યાર પછી એક મુખ્ય મહિલા કુમારના મસ્તક ઉપર અક્ષત વધાવીને બોલી કે, “હે વત્સ! તું બંધુમતી નામની મારી પુત્રીનો વર થા.” અતિશય પોતાને છૂપાવતા મંત્રીપુત્રે કહ્યું કે, “હે આવે! આ મૂર્ખ બટુકને કયાં હેરાન કરે છે ? આ કાર્ય કરવાથી સર્યું. પ્રફુલ્લિત નેત્રવાળા ઘર સ્વામીએ કહ્યું કે, હે સ્વામી! મારી વાત સાંભળે- આગળ કઈ નિમિત્તિયાએ અમને કહેલું છે કે, છાતી પર શ્રીવત્સ ઢાંકેલ પટ્ટ બાંધેલ એ કોઈ મિત્ર સાથે તમારે ત્યાં ભોજન કરશે, તે આ બાલિકાને પતિ થશે. તેમાં સંદેહ ન રાખો .” (૧૫)
ત્યારપછી તે જ દિવસે તે કુમારે તેની સાથે પાણિગ્રહણ કર્યું. તેઓ બંનેને પરપર ગાઢ પ્રેમ ઉત્પન્ન થયે. અતિ જાપણાને કારણે સર્વાગ અર્પણ કર્યા વગર કૌતુક મનવાળી તેની સાથે તે શવિ પસાર કરી.
બીજા દિવસે વધતુએ કહ્યું કે, “આપણે ઘણે દૂર ગયા સિવાય છૂટકો નથી.” ખરે સદભાવ બંધુમતીને જણાવી તે બંને ત્યાંથી નીકળી ગયા. ત્યાંથી ઘણે દર બીજા ગામમાં બંને પહોંચ્યા. વચમાં વરધનુ જળ લેવા માટે ગયે, જલ્દી પાછો ફર્યો. અને કહેવા લાગ્યો કે, “આવી લોકવાયકા સાંભળી કે, દીર્ઘરાજાએ બ્રહ્મદત્તને પકડવા માટે સર્વ માર્ગો રોકી લીધા છે, માટે માગને દૂરથી ત્યાગ કરી નાસીને ગમે ત્યાં ચાલ્યા જઈએ.’ એ પ્રમાણે ગયા. ત્યાં મહાઅટીવીમાં આવી પડ્યા અને કુમારને તૃષા લાગી. સુંદર વડવૃક્ષ નીચે કુમારને બેસારીને વરનુ પાણીની તપાસ કરવા નીકળ્યો. સંપ્યા પડી ગઈ, પાછું મળ્યું નહિ પરંતુ દીર્ઘના સેનિકોએ તેને દેખ્યો અને રોષપૂર્વક તેને ઘણે માર માર્યો. એમ કરતાં વૃક્ષેની વચ્ચે સંતાતો સંતાતે કોઈ પ્રકારે કુંવર પાસે પહે. દૂરથી કુમારને ઈશારો કર્યો, જેથી કુમાર
ત્રે પણ કોઈ પ્રકારે ત્યાંથી ચાલી ગયો અને તીવ્રવેગથી પલાયન થતો થતો દુઃખે કરી પાર પામી શકાય, કાયર લોકને શેક સંપાદન કરાવનાર, જ્યાં હરણના વૈરીસિંહની ગર્જના સંભળાય છે, ભયંકર સિંહગર્જનાના શબ્દોથી પર્વતની ગુફાઓ ગાજતી હતી. એવા ભયાનક અરથમાં ગયે. ભૂખ-તરસથી પરેશાન થએલો તે અટવીનું ઉલ્લંઘન કરી ત્રીજા દિવસે પ્રસન્નમનવાળા, તપથી સુકાઈ ગએલા શરીરવાળા
"Aho Shrutgyanam'