SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ નકુમાર ચક્રીની કથા [ ૮૧ ] ત્યાં આવી પહોંચે. ભારતે છખંડ ભારતક્ષેત્ર સાધવા માફક માતા-પિતા અને નગર લોકોને મહાઆનંદ થયો. નવ નિધિઓ, ચક્ર, ચઉદરો તેને ઉત્પન્ન થયા, સમગ્ર રાજાએ એકઠા મળી તેનો બાર વર્ષનો રાજ્યાભિષેક કર્યો. છખંડથી અલંકૃત ભરતદેશનું રાજ્ય તીણ અક્ષય પ્રતાપવાળે કુમાર કરતા હતા. કઈક સમયે અનેક દેવ-સમૂહ સાથે સૌધર્મ સભામાં ઈન્દ્ર મહારાજા સેદામણિ નામનું નાટક કરાવતા હતા, તે અવસરે ઈશાન દેવકથી સંગમ નામના દેવ ઈન્દ્રની પાસે આવેલા છે, તે દેવતાનું તેજ એટલું છે કે, બીજા દેવતાઓ તેની આગળ તારા જેવા અન્ય તેજવાળા હોવાથી ઝાંખા પડી ગયા; તેથી દેવે ઈન્દ્રને પૂછે છે કે, “હે સ્વામી! ક્યા કારણથી આના શરીરનું તેજ સર્વથી ચડિયાતું છે?” ઈન્ડે કહ્યું કે, રીવર્ધમાન આયંબિલતપ કરવાનું આ ફળ પામ્યો છે. દેવતાના રૂપમાં જ્યારે તમને આટલે ચમત્કાર જણાય છે, પરંતુ જયારે ચક્રવતી સનકુમારનું રૂપ જોશે, એટલે આ રૂપને ચમત્કાર કશા હિસાબમાં ગણાશે નહિં. હવે ઇન્દ્રની આ વાતની શ્રદ્ધા ન કરનાર વિજય અને વિજયંત નામના બે દેવતાઓ પરસ્પર મંત્રણ કરે છે કે, હજુ દેવતાને આવું રૂપ સંભવી શકે, પરંતુ મનુષ્યને આવું રૂપ કેવી રીતે ઘટી શકે? અથવા તે વસ્તુ જે વરૂપમાં છે, તે વરૂપ કહેનારા આપણે તો સેવક છીએ. પરંતુ ખાટી વાતને સાચીમાં ખપાવનારાનું લેકમાં સવામી પણું હોય છે. બંને ર બ્રાહ્મણનું રૂપ કરીને તે કુમારને દેખવા માટે હસ્તિનાપુરમાં આવ્યા. રાજા પાસે ઉપસ્થિત થઈ એ પ્રકારે ચિંતવવા લાગ્યા કે, ઈન્ડે તે ઘણું અલપ કહ્યું હતું, તેના કરતાં તો આપણે અધિક રૂ૫ દેખીએ છીએ. રૂપ અદ્દભુત દેખવાથી મસ્તક ધૂણાવતા હતા, ત્યારે રાજાએ પૂછ્યું કે, કેમ મસ્તક ડેલા છે? શી હકીકત છે ત્યારે રય કહેવા લાગ્યા કે, દેશાંતરમાં અમે સાંભળ્યું કે, દેવોથી અધિક રૂપવાળા આપ છે. અમે તે દેખવા માટે ઘણા દૂર દેશથી આવ્યા છીએ અને આપનું રૂપ દેખી પ્રભાવિત થયા છીએ. ત્યારે રાજાએ કહ્યું કે, હે ભાગ્યશાળી! જ્યારે ભદ્રણી ગંધવાળું તેલ માલીશ કર્યું છે, ત્યારે તમારે ભેટો થયે છે, થોડીવાર રાહ જુઓ, પછી મને ખપે. આ પ્રમાણે તેઓને હાલ વિદાય આપી પછી સ્નાનાદિક કાર્ય કરી સનસ્કુમાર ચક્રવતી વિશેષ પ્રકારે પુપ, વસ્ત્રો, આભૂષણે, શૃંગાર પહેરી સજજ થાય છે. ફરી સવિશેષ રૂપે વેષભૂષા સજીને ગર્વિત બને તે બ્રાહ્મણોને બોલાવે છે. તે સમયે તેઓ રૂપને વિચાર કરી અતિશામલ ચહેરાવાળા બની ગયા. (૧૩૦) આશ્ચર્ય પામેલા ચક્રવતીએ પૂછયું કે, “તમે આમ નિશાનંદ કેમ થઈ ગયા ? તેનું કારણ કહે.” એટલે કે કહેવા લાગ્યા-“તમારું અભંગન કર્યું હતું, તે વખતે જે દેહનું મનોહરપરું હતું, તેવું અત્યાર નથી. આટલું શણગારવા છતાં પણ આગળના રૂપ જેવું અત્યારે નથી. તમારા શરીરમાં અનેક પ્રકારની વ્યાધિઓ પરિણમી છે. હે "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy