________________
વિવેકવિલાસ, તૃતીય ઉલ્લાસ.
૭૧ कृतमौनमवक्राङ्गं, वहद्दक्षिणनासिकम् ॥ कृतभक्ष्यसमाघ्राणं , हतहग्दोषविक्रियम् ॥ ४२ ॥ नातिक्षारं नचात्यम्लं, नात्युष्णं नातिशीतलम् ।। नातिशाकं नातिगौल्यं , मुखरोचकमुच्चकैः॥ ४३ ॥ सुस्वादविगतास्वाद-विकथापरिवर्जितम् ।। शास्त्रवर्जितनिःशेषा-हारत्यागमनोहरम् ॥४४॥ भक्ष्यपालननिर्मुक्तं, नात्याहारमनल्यकम् ॥ प्रतिवस्तुप्रधानत्वं, संकल्पास्वादसुन्दरम् ॥४५॥ पिबन्नमृतपानीय-मर्धभुक्ते महामतिः॥ भुञ्जीत वर्जयनन्ते, छत्राद्धं पुष्कलं जलम् ॥ ४६॥
અર્થ–બુદ્ધિશાલી પુરૂષે જમણી નાસિકા વહેતે છતે મૌન કરી, શરીરના સર્વે અવયવ સમા રાખી, ખાવાની વસ્તુ સુંધીને અને દૃષ્ટિદેાષ ટાળીને બહુ ખારું નહીં, બહુ ખાટું નહીં, બહુ ઉનડું નહીં, બહુ ઠંડું નહીં, બહુ શાકવાળું નહીં, બહુ મીઠું નહીં, પ્રમાણથી વધારે નહીં, ઓછું પણ નહીં, શાસ્ત્રમાં વાર્જિત કરેલી વસ્તુથી તથા જે વસ્તુની બાધા લીધી હોય તે વસ્તુથી રહિત, જેની અંદર આવેલી સર્વે વસ્તુ શ્રેષ્ઠ છે, તથા સારી પેઠે રાંધવામાં આવવાથી જેને સ્વાદ બહુ મનહર છે એવું મુખને ઘણું રૂચિ ઉપજાવનારું અન્ન સ્વાદિષ્ટ વસ્તુની સ્તુતિ તથા નિરસ વસ્તુની નિંદા વજીને ભક્ષણ કરવું. ભજન અર્ધ થઈ રહે ત્યારે પાણી પીવું. કારણ, તે વખતે પાણી પીવું અમૃતસમાન છે. અને ભજનને છેડે ઘણું પાણું ન પીવું. કારણ, તે વખતે પાણી પીવું વિષસમાન છે.(૪૨) (૪૩) (૪૪) (૪૫) ( ૪૬ )
सुस्निग्धमधुरैः पूर्व-मनीयादन्वितं रसैः॥
द्रवाम्ललवणैर्मध्ये, पर्यन्ते कटुतिक्तकैः ॥४७॥ આ અર્થ –ભજન કરતાં પ્રથમ સારી સિનગ્ધ (ઘીવાળી તથા તેલવાળી) તથા મધુર (મીઠી) વસ્તુ ખાવી. વચમાં પ્રવાહી, ખાટી અને ખારી વસ્તુ ખાવી. અને છેડે તીખી તથા કડવી વસ્તુ ખાવી. (૪૭)
"Aho Shrutgyanam