________________
છે
વિવેકવિલાસ, પ્રથમ સ. यः कोणो मूलरेखाया, विस्तरस्तत्पृथुत्वतः॥ कलशे विस्तरादेयं , पादोनं द्विगुणं पुनः॥ १७७॥
અર્થ–મૂળ રેષાના ખૂણામાં જેટલી પહોળાઈ હોય, તેને અનુસરી કલશને વિષે પહેળાઈ લેવી, અને પહેલાઈથી લંબાઈ પણ બે ગણું જાણવી.
प्रासादे ध्वजनिर्मुक्ते, पूजाहोमजपादिकम् ॥ सर्व विल्लुप्यते यस्मा-तस्मात्कार्यों ध्वजोच्छ्रयः॥ १७८ ॥ एकाहमपि प्रासादं, ध्वजहीनं न धारयेत् ॥
અર્થ–પ્રાસાદ ઉપર દવજા ચઢાવેલી ન હોય તો ત્યાં કરેલી પૂજા, હેમ, જપ વિગેરે સર્વ નિષ્ફલ થાય છે, માટે વજા અવશ્ય ચઢાવવી. પ્રાસાદ એક દિવસ પણ ધ્વજારહિત રાખવો નહીં. (૧૭૮)
दण्डः प्रकाशे प्रासादे, प्रासादकरसंख्यया ॥ सान्धकारे पुनः कार्यो, मध्यप्रासादमानतः ॥ १७९ ॥
અર્થ -પ્રકાશિત પ્રાસાદ ઉપર ધ્વજાનો દંડ પ્રાસાદની હરતસંખ્યાને અનુસાર કરવો. અને અંધકારસહિત પ્રાસાદ ઉપર મધ્યપ્રાસાદના પ્રમાણથી વજાનો દંડ કરવો. (૧૭૯ )
समाना शुकनासस्य, घण्टिका गूढमण्डपे ॥ एतन्मानैव रङ्गाख्ये, मण्डपे च वलानके ॥ १८०॥
અર્થ-ગભારામાં, રંગ મંડપમાં, તથા વલાનમાં ઘંટાનું પ્રમાણ સુકનાસા સમાન જણવું. (૧૮)
गृहे देवगृहे वापि, जीर्णे चोद्धर्तुमीप्सिते ॥ प्राग्वदारं प्रमाणं च , वास्तूत्पादोऽन्यथाकृते ॥ १८१॥ અર્થ જીર્ણ થએલા ઘરનો અથવા દેવમંદિરનો ઉદ્ધાર કરતાં તેનું દ્વાર
પ્રમાણ જે પહેલા માફકજ રાખ્યું હોય તો નવી વાર કરવાની જરૂર પોતે , અને જે ફેરફાર કર્યો હોય તો નવી વાસ્તુ કરવી. (૧૮૧): “
"Aho Shrutgyanam