________________
વિવેકવિલાસ, અગ્યારમો ઉલ્લાસ.
ર૩પ अथैकादश उल्लासः । पूर्वोक्तयत्नसंदोहैः, पालितं देहपञ्जरम् ॥ श्लाघ्यं स्याब्रह्महंसस्य, यष्ट्याधारो वृथान्यथा ॥१॥
અર્થ-જીવરૂપ હંસનું દેહરૂપ પાંજરું ઉપર કહેલાં સંપૂર્ણ યત્નથી પાળવું, એજ પ્રશંસા કરવા યોગ્ય છે. તે વિના લાકડીનો આધાર લે નકામો છે. (૧)
मुग्धानां वर्द्धते क्षेत्र-पात्राद्यैर्भववारिधिः॥ धीमतामपि शास्त्रौधै-रध्यात्मविकलैर्भशम् ॥ २॥
અર્થ—અજ્ઞ લેકોનો સંસાર ક્ષેત્ર (ખેતર), પાત્ર (વાસણું) વિગેરે વતુથી વધે છે, અને પંડિત લોકોને તો અધ્યાત્મજ્ઞાન વગરના બીજા નકામા ઘણા શાસ્ત્રોથી વધે છે. (૨)
किं रोमन्थनिभैः कार्य, बहुभिर्ग्रन्थगुम्फनैः ॥ विद्वद्भिस्तत्त्वमालोक्य-मन्तज्योतिमयं महत् ॥ ३ ॥
અર્થ-ઓગાળ સખા ઘણું ગ્રંથ રચવાથી શું લાભ છે ? પંડિત લેકોએ તો શરીરની અંદર રહેલા દિવ્યજતિરૂપ મોટા જીવ તત્ત્વને વિચાર કરે. (૩)
जन्मान्तरसुसंस्काराप्रसादादथवा गुरोः॥ केषां चिज्जायते तत्त्व-वासना विशदात्मनाम् ॥४॥
અર્થ–પૂર્વભવના શુભ સંરકારથી અથવા સર્ણરૂના પ્રસાદથી કેટલાક શુદ્ધ મનવાળા જીવોને તત્ત્વ જાણવાની વાસના ઉત્પન્ન થાય છે. (૪)
अहं बत सुखी दुःखी, गौरः श्यामो दृढोऽदृढः ॥ इस्वो दी| युवा वृद्धो, दुस्त्यजेयं कुवासना ॥५॥
અર્થ ––હું સુખી અથવા દુઃખી, ગોરે અથવા કાળે, મજબૂત અથવા નબળે, કે અથવા લાંબો, તરૂણ અથવા ઘરડે એવી ખોટી વાસના (અધ્યસાય) પ્રત્યેક મનુષ્યમાં રહી છે તે છેડવી કઠણ છે. (૫)
"Aho Shrutgyanam