________________
વિવેકવિલાસ, દશમે ઉલ્લાસ.
૨૨૯ दानशीलतपोभावै- दैभिन्नः स दृश्यते ॥ कार्यस्ततः स एवेह, मुक्तेर्यः कारणं परम् ॥ १३ ॥
અર્થ –તે ધર્મના દાન, શીલ, તપયા અને ભાવના એ ચાર પ્રકાર છે, અને તેથી મુક્તિ થાય છે. માટે વિવેકી પુરૂષે ધર્મજ આચ. (૧૩)
श्रेष्ठो मे धर्म इत्युच्चै , ब्रूते कः कोऽत्र नोद्धतः ॥ . भेदो न ज्ञायते तस्य, दूरस्थैराग्रनिम्बवत् ॥ १४ ॥
અર્થ –“મારે ધર્મ શ્રેષ્ઠ છે.” એમ કણ ધીઠે માણસ કહેતે નથી ? પણ જેમ દૂર ઉભા રહેલા માણસથી આંબાનો અથવા લીંબડાનો ભેદ જાણી શકાતું નથી, તેમ ધર્મનો ભેદ તે માણસથી જાણી શકાતો નથી. (૧૪)
मायाहंकारलज्जाभिः-प्रत्युपक्रिययाथवा ॥ . यत्किंचिद्दीयते दानं, न तद्धर्मस्य साधकम् ॥ १५ ॥
અર્થ—–જે દાન કપટથી, અહંકારથી, શરમથી અથવા ઉપકારનો બદલો વાળવાને અર્થે દેવાય છે, તેથી ધર્મ થતો નથી. (૧૫)
असद्भयोऽपि च यद्दानं , तन्न श्रेयस्कर विदुः ॥ સુખને મુન્નાનાં, ગાય વિષવૃદ્ધ ?
અર્થ –કુપાલે દાન આપવું તે પણ કલ્યાણકારિ નથી. કારણ કે, સર્પને દૂધ પાવાથી કેવળ વિષની જ વૃદ્ધિ થાય છે. (૧૬)
प्रसिद्धिर्जायते धर्मा-न्न दानाद्यं प्रसिद्धये ॥ . कैश्चिद्वितीर्यते दानं, तज्ज्ञेयं व्यसनं बुधैः ॥ १७॥
અર્થ- ધર્મથીજ પ્રસિદ્ધિ થાય છે; કેવળ દાનથી જ થતી નથી. કેટલાક લેકે પ્રસિદ્ધિને અર્થે દાન આપે છે, તે તેમનું એક વ્યસન સમજવું. (૧૭) - यज्ज्ञानाभययोर्यञ्च, धर्मोषष्टम्भवस्तुनः॥..
यच्चानुकम्पया दानं, तदेव श्रेयसे भवेत् ॥ १८॥ અર્થ-જ્ઞાનદાન, અભયદાન, ધમપર (વસ્ત્રપાત્રપ્રમુખ) વસ્તુનું દાન અને અનુકંપાદાન એ ચારે દાનથી કલ્યાણ થાય છે. (૧૮)
"Aho Shrutgyanam