________________
विवेकविलासेऽष्टम उल्लास:।
(કચ તિથી વાર:) पञ्चमीषष्ठिकाष्टम्यो, नवमी च चतुर्दशी॥
अमावास्याप्यवश्यं स्या-द्दष्टानां मृतिहेतवे ॥१५३॥
અર્થ – હવે તિથિનો વિચાર કહે છે.) પાંચમ, છઠ, આઠમ, નવમ, ચાદશ અને અમાસ એમાં કોઇપણ તિથિએ સર્પદંશ થાય તો તે માણસ અવશ્ય મરણ પામે. (૧૩)
(અથ રવિવાર) मीनचापद्धये कुम्भ-वृषयोः कर्कटाजयोः ॥ कन्यामिथुनयोः सिंहा-लिनोभृगतुलाख्ययोः॥१५४ ॥ एकान्तरा द्वितीयाद्या, दग्धाः स्युस्तिथयःक्रमात् ॥ एतद्योगयुते चन्द्रे , दष्टानां जीवसंशयः॥ १५५ ॥
અર્થ – હવે રાશિનો વિચાર કહે છે.) મીન અથવા ધન રાશિમાં ચંદ્ર હોય તો દ્વિતીયા (બીજ), કુંભ અથવા વૃષભ રાશિમાં હોય તો ચતુર્થી (થ), કર્ક અથવા મેષ રાશિમાં હોય તો પછી (છઠ), કન્યા અથવા મિથુન રાશિમાં હોય તો અષ્ટમી (આઠમ), સિંહ અથવા વૃશ્ચિક રાશિમાં હોય તો દશમી (દસમ) અને મકર અથવા તુલા રાશિમાં હોય તો દ્રાદશી (બારસ) દગ્ધ થાય છે. આ રીતે ચંદ્રમાના યોગથી દગ્ધ થએલી તિથિને દિવસે જેને સર્પદંશ થાય, તે જીવશે કે નહીં તે વાતનો શક છે. (૧૫૪) (૧૫)
(રય નક્ષત્ર વારા) मूलाश्लेषा मघा पूर्वी-त्रयं भरणिकाश्विनी॥ कृत्तिका विशाखा च , रोहिणी दष्टमृत्युदा ॥१५६ ॥
અર્થ---(હવે નક્ષત્રનો વિચાર કહે છે.) મૂળ, અશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદા, ભરણી, અશ્વિની, કૃત્તિકા, આદ્ર, વિશાખા અને રોહિણી એમાં કોઇપણ નક્ષત્રને વિષે જેને સર્પદંશ થાય તેનું મરણનીપજે. (૧૫૬)
"Aho Shrutgyanam