________________
विवेकविलासेऽष्टम उल्लासः। भूमिकम्पो रजोवृष्टि-दिग्दाहोऽकालवर्षणम् ॥ इत्याद्याकस्मिकं सर्व-मुत्पात इति कीर्त्यते ॥ ३०॥
અર્થ –ધરતીકંપ, ધૂળની વૃષ્ટિ, દિશાઓમાં દાહ, અકાળે વર્સી ઈત્યા દિક અચિંત્યું થાય, તે સર્વ “ઉત્પાત” એવા નામથી કહેવાય છે. (૩૦)
ईत्यनीतिप्रजारोग-रणाद्युत्पातजं फलम् ॥ मण्डलाख्यासमं प्रायो, वह्निवाय्वादिकं तथा ॥३१॥
અર્થ:-ઈતિ', અનીતિ, પ્રજાના શરીરમાં રોગ, સંગ્રામ ઇત્યાદિક ઉત્પાતનાં ફલ મંડલના નામ પ્રમાણે જાણવાં. જેમાં ઉત્પાત અગ્નિમંડલમાં હોય તો અગ્નિનો ઉપદ્રવ, વાયુમંડલમાં હોય તો વાયુનો ઉપદ્રવ થાય, ઇત્યાદિક જાણવું. (૩૧)
उत्पातोपि च माहेन्द्रे, वारुणे मण्डले च यः॥ स शुभः पुनरित्यूचे, तस्मिन् सर्वं शुभं वदेत् ॥ ३२॥
અર્થ—ઉત્પાત પણ જો વરણ અથવા મહેકમંડલમાં થાય, તો શુભકારિ એમ પણ કહ્યું છે, માટે તેવા ઉત્પાત થયા હોય તો સર્વ શુભ ફલ કહેવું. (૩૨)
आमेये पीड्यते याम्या, वायव्ये पुनरुत्तरा ॥ वारुणे पश्चिमा चात्र, पूर्वा माहेन्द्रमण्डले ॥३३॥
અર્થ –અગ્નિમંડલમાં ઉત્પાત થાય તે દક્ષિણ દિશા પીડાય, વાયુમંડલમાં થાય તો ઉત્તર દિશા પીડાય, વરૂણમંડલમાં થાય તો પશ્ચિમ દિશા પીડાય, અને મહેંદ્ર મંડલમાં થાય તો પૂર્વ દિશા પીડાય. (૩૩)
मासात्पूर्णिमा हीना , समाना यदि वाधिका ॥ समर्घ च समाधं च , महर्षं च क्रमाद्भवेत् ॥ ३४ ॥
અર્થ:--જો માસના નક્ષત્રથી પૂર્ણિમા ઓછી હોય તો વસ્તુનો ભાવ ઘટે, સરખી હોય તો સરખો રહે, અને અધિક હોય તો ચઢે. (૩૪).
૧ –ઘણી વૃષ્ટિ, વૃષ્ટિને બિલકુલ અભાવ, તીકને ઉપદ્રવ, ઉંદરને ઉપદ્રવ, સર્પાદિકને ઉપદ્રવ, વસનો ઉપદ્રવ અને પર સન્યનો ઉપદ્રવ એ સાત ઇતિ કહેવાય છે.
૨ ---પૂનમને દિવસે જે ઠરાવેલું નક્ષત્ર આવે છે તે મહિનાનું નક્ષત્ર કહેવાય છે. જેમ ચત્ર પૅનમને દિવસે ચિત્રા નક્ષત્ર આવે છે.
"Aho Shrutgyanam