________________
સર્વજ્ઞrs.
विवेकविलास. गूर्जरभाषासहित.
शाश्वतानन्दरूपाय, तमस्तोमैकभास्वते ॥ सर्वज्ञाय नमस्तस्मै, कस्मै चित्परमात्मने ॥१॥
(ग्रंथकार श्री जिनदत्तमूरि प्रथम मंगलाचरण करे छे.) અર્થ—અવિનાશી આનંદ તેજ જેનું સ્વરૂપ, અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરવાને મધ્યાન્હસૂર્યસમાન, કલેકમાં રહેલી સર્વ વસ્તુને જાણ, વાણુથી જેનું વર્ણન કરી શકાય નહીં, એવા અલૌકિક પરમાત્માને મારો નમરકાર થાઓ. (૧)
सोमं स्वयंभुवं बुद्धं, नरकान्तकरं गुरुम् ।।
भास्वन्तं शंकरं श्रीदं, प्रणौमि प्रयतो जिनम् ॥२॥ અર્થ ––જે શાંતિના ધારણ કરનાર અને આલ્હાદકારી હેવાથી સાક્ષાત્ ચંદ્રમા કહેવાય છે. કોઈના ઉપદેશ વગર પોતાની મેળે જ બોધ પામેલા માટે જે સ્વયંભૂ (બ્રહ્મા) કહેવાય છે. કેવલજ્ઞાની હોવાથી બુદ્ધ કહેવાય છે. બીજી કમપ્રકૃતિની સાથે નરકગતિનો પણ નાશ કરનારા માટે જે નરકનામા દૈત્યને મારી નાખનાર સાક્ષાત વિષ્ણુ કહેવાય છે. અલૈાલિક બુદ્ધિશાળી હોવાથી જે બ્રહસ્પતિ કહેવાય છે. કેવલજ્ઞાનથી લોકાલોકને પ્રકાશિત કરનાર હોવાથી જે સૂર્ય કહેવાય છે. આસન્ન ભવ્યને મુક્તિસુખના દાતાર હોવાથી જે શંકર કહેવાય છે. સ્વર્ગની તથા મોક્ષની લક્ષ્મી આપે છે તેથી જે કુબેર કહેવાય છે. એવા શ્રીજિનમહારાજની હું મન વચન કાયા પવિત્ર થઈને સ્તુતિ કરૂં છું. (૨)
जीववत्पतिभा यस्य, वचो मधुरिमाश्चितम् ।। देहं गेहं श्रियस्तं स्वं, वन्दे सूरिवरं गुरुम् ॥३॥
"Aho Shrutgyanam