________________
૧૧૮
જૈન ચિત્રકપદ્રુમ
વાર્ત્તિક, ટિપ્પનક, અવચૂર, અવચૂર્ણી, વિષભષવ્યાખ્યા, વિષમપદપાઁય આદિ નામ આપવામાં આવે છે. ૧૦ જૈન આગમ વગેરે ઉપર લખાતા ચાલુ ગુજરાતી, મારવાડી, હિન્દી વગેરે ભાષાના અનુવાદને ‘સ્તબક’, ‘ટએ' કે ‘ટઞાર્થ’ નામથી એળખાવામાં આવે છે. ૧૧ જૈન મૂળ આગમાની ગાથાહ વિષયાનુક્રમણિકાને તેમજ સંક્ષિપ્ત વિષયવર્ણનાત્મક ગાથાબદ્ધ પ્રકરણને કેટલીક વાર પ્રાકૃતસંસ્કૃત મિશ્રિત સંક્ષિપ્ત વ્યાખ્યાને પણ સંગ્રહણી' નામ આપવામાં આવે છે.
ઉપસંહાર
પ્રસ્તુત નિબંધ જૈન સંસ્કૃતિના શ્વેતાંબર અને દિગંબર એ એ પ્રધાન અને આદરણીય વિભાગા પૈકી શ્વેતાંબર વિભાગને લક્ષીને જ લખવામાં આવ્યા છે. અમારી આંતિરક ઇચ્છા હતી કે પ્રસ્તુત નિબંધ જૈન સંસ્કૃતિના બંને માન્ય વિભાગેને અનુલક્ષીને લખાય; પરંતુ અમારી પાસે દિગંબરીય લેખનવિભાગને લગતી જોઇએ તેટલી સાધનસામગ્રી હાજર ન હેાવાને લીધે અમે અમારી એ છંછાને પાર પાડી શક્યા નથી, એ માટે અમે અતિ દિલગીર છીએ. અમે ખાત્રીપૂર્વક માનીએ છીએ કે દિગંબર જૈન સંસ્કૃતિએ લેખનકળા અને તેનાં સાધન વગેરેના સંબંધમાં કેટલી યે નવીનતા આણેલી છે; એટલે એને લગતા ઉલ્લેખ અને પરિચયના અભાવમાં અમારા પ્રસ્તુત નિબંધ અપૂર્ણ જ છે. અમારા દૃઢ સંકલ્પ છે કે ભાવિમાં શ્વેતાંબર અને દિગંબર ભય જૈન સંસ્કૃતિને અનુલક્ષીને જૈન લેખનકળા' વિષયક સર્વાંગપૂર્ણ નવીન નિબંધ લખવા. જો પ્રસંગ મળશે અને ભાવી હશે તે જરૂર અમે અમારી આ પૃચ્છાને પાર પાડીશું, એટલું કહી અમે અમારા ‘જૈન લેખનકળા’ વિષયક આ નિબંધને સમાપ્ત કરીએ છીએ.
1 ગતિ શ્રાદ્ઘાતિપ્રવચનમ્ ॥