________________
૯૦
જેન ચિત્રકલપકુમ ભિક્ષસ્થવિરોના આધિપત્ય નીચે મળેલ જૈન ભિક્ષુ અને ભિક્ષુપાસનો સંઘસમવાય અને તે ઉપરાંત સર્વમાન્યપણે શાસ્ત્રલેખનનો પ્રથમારંભ તેમજ ભાષ્યચૂર્ણો આદિ માન્ય ગ્રંથોમાં મળતા અનેક જાતના ઉલ્લેખો, આ બધી પરિસ્થિતિ અને વસ્તુનો વિચાર કર્યા પછી આપણે એટલું વિશ્વાસપાત્ર અનુમાન દેરી શકીએ છીએ કે તે યુગમાં મોટા પાયા ઉપર પુસ્તકલેખન સમારંભ ઉજવાયે હશે, સ્થાનસ્થાનમાં જ્ઞાનશાની સ્થાપના કરવામાં આવી હશે, પુસ્તક લેખન અને રક્ષણને અંગે ઉપયોગી તાડપત્ર, કપડું, લેખણ, શાહી, કાંબી, ખડિયા, પદિકાઓ, દાબડાઓ, બંધ આદિ દરેક સાધન વિપુલ પ્રમાણમાં એકત્ર કર્યો હશે અને સર્વોત્કૃષ્ટ વિશિષ્ટ લેખકો પણ એકઠા કર્યા હશે, એટલું જ નહિ પરંતુ પોતાની ઢબે તૈયાર પણ કરવામાં આવ્યા હશે. સર્વમાન્ય જૈન ગ્રંથલેખનના આરંભકાળ પછીનાં છ વર્ષ સુધીના ગ્રંથલેખન વિષે આપણે આથી વધારે કશું જ કહી કે જાણી શકીએ તેમ નથી; પરંતુ તે પછીનાં છેલ્લાં એક હજાર વર્ષમાં લખાએલાં પુસ્તકો અને ગ્રંથાલયના મહત્ત્વભર્યા જે અનેકવિધ અવશેષો આપણી સમક્ષ જીવતાજાગતાં ઊભાં છે તેનું અવલોકન કરતાં આપણે પુસ્તક લેખન અને જ્ઞાનભંડારે આદિના સંબંધમાં ઘણી ઘણી વાતો જાણી શકીએ છીએ; જેમાંની કેટલી યે અમે ઉપર નોંધી ગયા છીએ, કેટલી એ આગળ ઉપર નાંધીશું અને કેટલીક આ વિભાગમાં નોંધવામાં આવે છે. જ્ઞાનભંડારેની સ્થાપના અને અભિવૃદ્ધિ પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના અંતમાં દષ્ટિગોચર થતી સંખ્યાબંધ પ્રશસ્તિઓ તથા આચાર્ય શ્રીઉદયપ્રભકૃત ધર્માસ્યુદયમહાકાવ્ય (વસ્તુપાલચરિત્ર), પ્રભાવચરિત્ર, જિનહર્ધકૃત વસ્તુપાલચરિત્ર, કુમારપાલપ્રબંધ, સુકતસાગરમહાકાવ્ય, ઉપદેશતરંગિણી, કુમારપાલરાસ, વસ્તુપાલ-તેજપાલરાસ આદિ ઐતિહાસિક ચરિત્રો અને રાસાઓ તેમજ છૂટક જૂનાં પાનાંઓમાં મળતી વિવિધ ને જેતા જાણે શકાય છે કે જૈન શ્રમણોએ જ્ઞાનભંડારોની અભિવૃદ્ધિ માટે સર્વતોમુખી ઉપદેશપ્રણાલી સ્વીકારી છે. જે લોકો સમજદાર હોય તેમને પ્રાચીન માન્ય ધુરંધર આચાર્યોની કૃતિઓ અને શાસ્ત્રોનું મહત્ત્વ સમજાવવામાં આવતું, એટલું જ નહિ પણ તે કૃતિઓ અને શાસ્ત્રો સંભળાવવામાં પણ આવતાં; જે લોકો એ સમજી શકે તેમ ન હોય તેમને જ્ઞાનભકિતનું રહસ્ય અને તે દ્વારા થતા લાભો સમજાવતા ૬૮ અને જે લોકો કીર્તિ તથા નામનાના ઇછુક હોય તેમને તે જાતનું
૯૮ શ્રીમાન સુરાચાર્યે (વિક્રમને બારમે સકે) નાવિકરાના પાંચમા અવસરમાં પુસ્તકલેખન સંબંધમાં ઘણુંઘણું લખ્યું છે ત્યાં તેઓએ પ્રસંગોપાત નીચે પ્રમાણે જણાવ્યું છે
ये लेखयन्ति सकलं सुधियोऽनुयोग, शब्दानुशासनमशेषमलकृतीश्च । छन्दांसि शास्त्रमपरं च परोपकारसम्पादनकनिपुणाः पुरुषोत्तमास्ते ॥१४॥
किं किं तैर्न कृतं ? न कि विवपितं ? दान प्रदत्तं न कि ? केवाऽऽपन्न निवारिता तनुमतां मोहार्णवे मज्जताम् । नो पुण्यं किमुपार्जितं ? किमु यशस्तार न विस्तारित ? સન્નાઇજીપરમિટું ઘેર રાસને વિતમૂ | ૧દ ' ઇત્યાદિ.