________________
હવે તિથિદ્વારમાં આચાર્ય સદેષ તિથિ જવાની સૂચના કરે છે, પણ તેમાં વર્ષ અને માસની શુદ્ધિ અવશ્ય લેવી પડે છે. તેને બીજા ગ્રન્થોને અનુસરે સંક્ષેપથી કહીએ છીએ.
ચોથા આરાના ત્રણું વર્ષ અને સાડા આઠ માસ બાકી રહેતાં વીર પ્રભુ દીવાળીને દિને નિર્વાણપદ પામ્યા છે. વીર નિર્વાણ પછી ૪૭૦ વર્ષે વિક્રમસંવત્ શરૂ થયો છે, તથા વિક્રમ સવંના પ્રારંભથી એકસો પાંત્રીશ વર્ષ અને પાંચ માસ જતા શક સંવત પ્રવર્તે છે. પ્રદ્યુમ્ન સૂરિ કહે છે કે
छवाससएहिं सम्म, पंचहिं वासेहिं पंचमासेहि। सिद्धिगयरस राया, "सगुक्ति" नामेण विक्खाओ।१।
૧૪૧ હા અર્થ–મહાવીર પ્રભુ મિક્ષ ગયા પછી ૬૫ વર્ષ અને પાંચ માસ થતાં શક નામે વિખ્યાત રાજા થયેલ છે.
આધુનિક લૌકિક તિષશાસ્ત્ર શક સવંતની ગણનાથી જ ચાલે છે, પણ સામાન્ય પ્રવૃત્તિમાં વિક્રમ સવંતના વર્ષો લેવાય છે. વળી પૂર્વકાળે વર્ષ પ્રારંભ શ્રાવણ વદી એકમ (ગુજરાતી અષાડ વદી એકમ) થી થતો હતો. અત્યારે પૂર્વદેશમાં ચૈત્રશુદી એકમથી થતું મનાય છે. કેટલેક સ્થાને અસાડ સુદી બીજથી અને કેટલેક સ્થાને કાર્તિક સુદી એકમથી વર્ષ પ્રારંભ મનાય છે.
અયનાંશ લાવવાની રીતિમાં અષાઢથી પ્રારંભ થતા વિક્રમ વર્ષને ઉપયોગ થતે સમજી શકાય છે, વળી સંવતને પ્રારંભ તે ચૈત્ર સુદી એકમથી જ ગણાય છે.
આ સિવાય ચંદપન્નત્તિમાં પાંચ પ્રકારનાં વર્ષો જણાવતાં ગુરૂ અને શનિની ગતિને આધારે બે જાતિનાં વર્ષો દેખાડેલાં છે. તે પૈકીના ગુરૂવર્ષને વિષય મહિતિક ગ્રન્થમાં ચલ છે, જેનું સંક્ષિપ્ત કથન નીચે મુજબ છે.
નારચંદ્રમાં કહેલ છે કે– सिंहस्थिते देवगुरौ च कन्या, विवाहिताः पञ्च करोति भर्ता । विवाह-क्षौरं व्रतबन्ध-दीक्षा, यात्रा प्रतिष्ठा च विवर्जनीया ॥१॥ शोको विवाहे मरणं व्रते स्यात, क्षौरै दरिद्रं विफला च यात्रा। मौख्यं च दीक्ष्ये विघ्नं प्रतिष्ठिते, सिंहस्थिते सर्वविवजनीयम् ।।२।।
૩૩