________________
MaMaNDROMIRAMARANATBANARASIMAMISANDNESERIMINERIAMSASANIMIN
હદય રેખા ગુરૂના પર્વત પાસે તૂટેલી હોય તે આ લોકમાં આત્મવિશ્વાસને અભાવ હોય છે. આવેશમાં જલદી આવનારા હોય છે. પ્રેમમાં નિષ્ફળતા બતાવે છે.
આ હૃદય રેખામાં બુધના પર્વત પાસે દ્વિપની નિશાની હોય તો આવા લોકોને અપ, ગેસ, લીવરની મંદતા અને આંતરડામાં જે બતાવે છે. અને હૃદય રેખા તૂટક અથવા ભંગાણવાળી હોય અને આ ભંગાણે એક બીજાને આવરી લેતા હોય તે કુટુંબમાંથી નજીકના સગા સબંધીનું અવસાન બતાવે છે.
હૃદય રેખા ઉપરથી માણસનું જીવન, સ્વભાવ, સુખ, દુઃખ, આનંદ, આવેશ અને ઉમિઓ વગેરે સમજી શકાય છે. સામે વાળી વ્યક્તિ જીવનમાં વફાદાર રહેશે કે નહિ અથવા છેતરશે કે નહિ અથવા કોની સાથે સંબંધ રાખવે અને ન રાખે એ બતાવે છે.
જે હદય રેખા ઉપર કાળા ટપકા હોય તે એવા સમયે શારીરિક બિમારી, ચામડીને લગતા ચેપી રોગો અને મધ્ય ઉંમરમાં આંખે ચશ્મા આવે છે.
જો હદય રેખા સીધી જતી હોય અને તેની નીચે આડી સાખાઓ ઘણી હોય તે તેને સગાવહાલાથી, મિંત્રથી અને કુટુંબથી દુઃખ સહન કરવું પડે છે અને જીવનમાં મુશ્કેલી વારે ઘડી આવે છે. અને આ રેખા લગ્ન રેખાને કાપતી હોય તે પતિ-પત્નિને છુટા છેડા આવે છે.
હદય રેખામાં શનિના પર્વત પાસે ટાપુની નિશાની હોય તે હૃદય અને આંખની બિમારી આવે છે.
જે હદય રેખા તૂટેલી હોય અને વચમાં સંધાતી ન હોય તે આવા સમયે હાર્ટ ફેઈલ થાય છે.
- બુધના પર્વતમાંથી નીકળી સીધી હૃદય રેખા ગુરૂના પર્વત પર જાય અને એક સાખા શનિના પર્વત પર જાય તો તે વિદ્વાનોને પૂજનાર અને જમીન જાયદાદની ઘેલછાવાળા હોય છે, અને આજ પ્રમાણે એક શઆ ગુરૂના પર્વત તરફ જાય તે વડીલોનું માન ન રાખનારે લોભી અને સટ્ટાનો શોખીન થાય છે.
હૃદય રેખામાંથી એક શાખા નિકળીને સૂર્યના પર્વત ઉપર જાય તે આવા સ્ત્રી પુરૂષની કળા, સુંદરતા, ધન, માન, યશ અને આબરૂ વધે છે.