________________
મસ્તક રેખામાંથી એક રેખા શનિ પર્વત પર જાય તે ધન લાભ સારે થાય છે અને બુધના પર્વત પર જાય તે ધંધામાં પ્રગતિ બતાવે છે.
મસ્તક રેખા અને હૃદય રેખા શરૂઆતથી કે છેક સુધી નજીક નજીક ચાલતી હોય તે આવા લેકે સ્વાથી પ્રેમી હોય છે.
જુઓ આકૃતિ નં ૨૫ (૪) ગુરૂના પર્વતમાંથી નિકળતી મસ્તક રેખા શનિ અને સૂર્યના પહાડ તરફ આગળ વધી ચંદ્ર તરફ વળાંક લેતી હોય તેવા મનુષ્ય અતિશય શકિતવાળા આત્મવિશ્વાસુ અને બીજાને સહેલાઈથી પિતાનામાં લઈ લેવાની શક્તિ ધરાવે છે. પોતાનું ધાર્યું કરવાવાળા અને મુત્સદી હોય છે. કુશાગ્ર બુદ્ધિવાળા, પ્રભાવશાળી અને સમાજની સેવા કરવાવાળા હોય છે.
મસ્તક રેખામાંથી એક રેખા ગુરૂ ઉપર જતી હોય તો તેઓ સારી પ્રગતિ કરે છે અને સુખી થાય છે.
મસ્તક રેખા સીધી આગળ વધીને મંગળના પર્વત પર જાય આવા લોકો પિતાને સ્વાર્થ સાધવામાં ઉસ્તાદ, પ્રબળ માનસિક શકિત ધરાવવાવાળા, પ્રબળ નિશ્રયી અને વ્યવહારુ હોય છે. પિતાને જરૂરીયાત હોય એટલું સાંભળીને બીજી વસ્તુ ધ્યાનમાં રાખતા નથી કોઈ કઈવાર આવા માણસે લાગણી વિનાના, ખાનદાન અને કુર થઈ જાય છે. સંકુચિત વિચારને હિસાબે મિત્રો ઘણા ઓછા હોય છે. પરંતુ આવા લોકો દુનિયાની પરવા કરતા નથી આ લેકના જીવનમાં આદર્શ જેવું કશું હોતું નથી અને નિરસ જીવન વિતાવે છે.
TV
આકૃતિ. ૨૬ ૧.મસ્તકરેખા ૬ ૨.આયુષ્યરેખા
જુઓ આકૃતિ નં. ૨૬ મસ્તકરેખા શરૂઆતથી સીધી ચાલી અને શનિ અને સૂર્યની આંગળીને પહેલે વેઢે લાંબા અને મજબૂત હોય તે તેઓ ઉત્તમ કલાકાર થાય છે. જે બીજે વેઢે મજબૂત હોય તે એ સૌંદર્ય પ્રેમી અને ધનવાન થશે અને ભરાવદાર હશે તે બાહ્ય આડબર કરવામાંથી ઊંચા નહિ આવે.
મસ્તક રેખા સીધી અને સરળ બુધના પર્વત પર જાય છે તે સુંદર ભાષા વાપરવાવાળે વકતા અને ભાષણ આપનાર થાય છે. બુધની આંગળીને બીજે વેઢા બળવાન હોય તો તે વૈજ્ઞાનિક બને છે. અથવા વૈદ્ય કે ડોકટર બને છે. અગર શિક્ષક અથવા તે વકીલ બનશે અને ત્રીજે વેઢ મજબૂત હોય તો ધંધાથી કે સટ્ટાથી કે કાવાદાવા કરીને પૈસા ભેગા કરશે.
૪પ૦