________________
AMMASIMMAMMERERASAMMAMMIENTHEISAMMASasaranama
લગ્ન (૩૨), બને જન્મકુંડળીના ૮ મા સ્થાનના ગ્રહથી, ભોગવાતું લગ્ન, સૌમ્યગ્રહના બળથી રહિત જન્મરાશિનું લગ્ન, સૌમ્યગ્રહબવહીન કેન્દ્રવાળું લગ્ન, ચન્દ્રથી અશુદ્ધ થયેલ લગ્ન, કર ગ્રહથી અશુદ્ધ થયેલ લગ્ન કે નવાંશ, અલ્પ રેખાવાળું લગ્ન, દુષ્ટ એગ કારક કુંડલીનું લગ્ન, ઉદયાસ્તની શુદ્ધિથી રહિત લગ્ન, ૬-પ-૪ વર્ગની શુદ્ધિ વગરનું લગ્ન, વજ્ય નવાંશ, લગ્નથી કે ચન્દ્રથી સાતમે સ્થાને રહેલ ર ગ્રહ કે શુક્ર, લગ્ન કુંડળી કે ભાવકુંડળીમાં અશુભ સ્થાને રહેલા ગ્રહ, નીચ શહે, અ૫ રેખાવાળે ગુરૂ, નીચને ચંદ્ર, ક્ષીણ ચંદ્ર -૮ ભુવને રહેલ લગ્નપતિ કે નવાંશપતિ, નીચલગ્નેશ, નીચને નવાંશેશ, દુશ્ચિહન, * ઉત્પાતના દિવસ ૭, માતા-પિતાની મૃત્યુતિથિ, રજસ્વલા માતાના દિવસે અને મને ભંગ.
આગળ વિલનશુધ્ધિ (ગાથા-૨૧) માં તથા પોતપોતાના દ્વારમાં આ દરેક દો પૈકીના સાધ્ય દૂષણની શુદ્ધિ દેખાડેલ છે, જે તપાસી દૂષણે ટાળીને શુદ્ધ દિવસ લે.
વળી પણ દિનશુદ્ધિ જ કહે છે–
सुद्धतिही सुहवारे, सिद्धाऽमियराजजोगपमुहाई। जत्थ हवन्ति सुहाई, सुहकजे तं दिणं गिज्जं ॥१२४॥
અથ– જે દિવસે શુદ્ધ તિથિ અને શુભ વારની સાથે સિધિ, અમૃતસિધ્ધિ, કે રાજયોગ પ્રમુખ ગે હોય તે દિવસ શુભકાર્યમાં ગ્રહણ કર. ૧૨૪
વિવેચન—પૂર્વોકત ગાથામાં દરેક પ્રકારના દોષ દેખાડેલ છે. તે દોષોથી રહિત દિવસ હોય; અને તે જ દિવસે ૨-૩-૫-૭-૧૦-૧૧-૧૩-કે ૧૫ તિથિ હોય, સોમ બુધ ગુરૂ કે શુક્રવાર હોય; તથા રવિયોગ, કુમાર, રાજે, સ્થિર, સર્વાક, અમૃતસિધ્ધિ, અમૃત અને સિધ્ધિ વિગેરે યોગ હોય તો શુભ કાર્યો કરવાં
આ ગાથામાં નક્ષત્ર માટે સ્પષ્ટતા કરી નથી, પરંતુ તે બાબત ગ્રન્થકાર સૂરિમહારાજ ઉલ્લેખ કરવાના છે. માટે અહીંશુભ નક્ષત્રે, શુભ લગ્ન, છ વર્ગની શુધ્ધિ, ગ્રહ ગેચર, બુધ ગુરૂ શુક્રનું બળ, ધ્રુવચક્ર, શંકુ છાયા, અભીચે, વિજ્યાગ, શિવચક્ર, ચંદ્રનાડી, ભૂતત્વ જળતત્વ શકુન નિમિત્ત અને ઉત્સાહને પણ સ્વીકાર કરે.
૫૮ ૫૯ તથા નીહાર (બરફ) વૃષ્ટિ ગ્રહયુધ, ગ્રહણ, વૃક્ષપાત, પાષણવૃષ્ટિ, તુવ્યત્યય, જંતુની વિકૃત ઉત્પત્તિ, સૂર્ય ચંદ્રને વિપર્યય, દેવ મૂર્તિને ધ્વસ વિગેરે.
(મેઘ મહદય)
૩૧૮