________________
શુભચદ્ર સર્વ કાર્યને સિદ્ધ કરતો નથી, તેમજ જન્મથી આઠમું ભુવન લગ્નમાં હોય તે શિવકારક નથી. પાકશ્રી ગ્રન્થ (૫૨) માં કહ્યું છે કે કાર્તિક, માગશર અને પિોષ માસનાં વૃષભ લગ્ન, મહા ફાગણ અને ચૈત્ર માસનાં સિંહ લગ્નો, વૈશાખ જેઠ અને અષાડનાં વૃશ્ચિક લગ્ન, અને શ્રાવણ ભાદર તથા આસો માસમાં કુંભલગ્ન અમૃતલગ્નો છે, જેના વર્ગોત્તમના મધ્યમ અંશના ઉદયમાં સર્વ કાર્યની સિદ્ધિ થાય છે.
આ સિવાય-મૌજી બંધન, વિપ્રાધિકાર, સોળ સંસ્કાર, પશુખરીદી, હલવાહ, બીજવપન, કૃષિનક્ષત્ર, જળાશય અને વૃક્ષારોપણ વિગેરે અન્ય ગૃન્થથી જાણવું.
હવે શુધિદ્વાર કહે છે -- मास-दिण-रिक्खसुद्धिं, मुणिऊणं सिद्धच्छाय-धुवलग्गे। बारंगुलम्मि सुद्धे, दिक्ख-पइट्टाइअं कुजा ॥ १२१॥
અથ–માસ દિવસ અને નક્ષત્રની શુદ્ધિ જાણીને સિધછાયા અને ધ્રુવલગ્નમાં અથવા દ્વાદશાંગુલ છાયામાં દીક્ષા તથા પ્રતિષ્ઠા વિગેરે કરવું. ૧૨૧
વિવેચન--શુભાશુભ માસ દિવસ અને નક્ષત્રનું વિવરણ આગળ કહેવાયેલ છે, તે દ્વારા દરેક પ્રકારની શુદ્ધિ જાણવી. તથા સિધછાયા અને શકુછયા વિસ્તાર આગળ ગાથા (૧૩૯– ૧૪૧ માં) કહેવાશે, અને સ્થિર લગ્નનું વર્ણન રાશિલગ્ન દ્વારમાં કહેવાયેલ છે, તે દરેકની અનુકૂળતા જોઇને દીક્ષા પ્રતિષ્ઠા વિગેરે શુભ કાર્યો કરવાં.
હવે પ્રથમ ગ્રન્થકાર મહારાજ પિતે જ બે ગાથાથી માસ અને દિવસની શુદ્ધિ કહે
हरिसयण अकम्मण, अहिअमास गुरिसुक्कि अस्थि सिसुबुड्ढे । ससिनट्टे न पइट्टा, दिक्खा सुक्कऽथि वि न दुट्टा ॥१२२॥ अवजोगकुलिअभद्दा, उकाई जत्थ तं दिणं वज्जे। संकंतिसाइदिणतिह, गेहणे इगु आइ सग पच्छा ॥१२३॥ અર્થ-હરિશયન (ચેમાસું) અકમમાસ, અધિકમાસ, ગુરૂ-શુક્રને અસ્ત,
- ૩૧૬