________________
હસ્ત, ચિત્રા, શ્રવણ અને ધનિષ્ઠા નક્ષત્રો હોય; લગ્ન, કેન્દ્ર, ત્રિકેણ, મૃત્યુ અને વ્યય સ્થાનમાં સૌમ્ય ગ્રહો હોય; અને સંપૂર્ણ ચન્દ્ર કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તે શુભ છે.
નવી દુકાનના પ્રારંભમાં ૨-૩–૯–૧૧–૧૩ તિથિઓ, બુધ, ગુરૂ અને શુક્રવાર, અશ્વિની હિણી, મૃગશર, આદ્રા, પુનર્વસુ, પુષ્ય, મઘા, હસ્ત, ચિત્રા, અનુરાધા, ત્રણ ઉતરા અને રેવતી નક્ષત્ર, લગ્ન સ્થાનમાં રહેલ ચંદ્ર-શુક્ર ૧-૨–૧૦–૧૧ ભુવનમાં રહેલ સૌમ્ય ગ્રહો અને આઠમા કે બારમા ભુવન સિવાયના સ્થાનોમાં રહેલ ક્રર ગ્રહ શુભ ફળદાયી છે–શુભફળ આપે છે.
જન્મરાશિથી કે જન્મલગ્નથી કુંભ સિવાયનું દસમું કે અગીયારમું સ્થાન લગ્નમાં હરા અને કેન્દ્ર ત્રિકોણ તથા ધન સ્થાનમાં શુભ ગ્રહ હોય ત્યારે ખરીદ વેચાણ વ્યાપાર કરે. પશુએનિવાળા નક્ષત્ર અનુકુળ પશુને કવિક્રય કરવો. ચર લગ્ન હોય, કેન્દ્ર ત્રિકેણમાં સૌમ્ય ગ્રહો હોય, અને ગ્રહ રહિત આઠમું ભુવન હેય તે થાપણ કે વ્યાજે ધન મૂકવું. ઉપચય સ્થાન પુષ્ટ હોય ત્યારે વસ્ત્ર વિગેરે ખરીદવું લગ્નમાં સૌમ્ય ગ્રહ હોય, દસમા કે અગીયારમા ભુવનમાં રવિ કે મંગળ ગ્રહ હોય, તે લડવૈયા કે વિદ્યાવાળાએ શેઠની નેકરી કરવી એ હિતકારક છે, એમ આરંભસિદ્ધિના વાર્તિકમાં કહેલ છે.
અન્ય સ્થાન (૫) માં કહ્યું છે કે--અશ્વિની, ચિત્રા, સ્વાતિ, શ્રવણ, શતભિષા અને રેવતીમાં વસ્તુ ખરીદવી તથા ભરણ, કૃતિકા, આદ્રો, ત્રણ પૂર્વ અને વિશાખામાં સર્વ વસ્તુ વેચવી.
વ્યવહારસારમાં વહાણ માટે કહ્યું છે કે રેવતી નક્ષત્રમાં વહાણ તૈયાર કરવું, અશ્વિનમાં કરીયાણું ભરવા. મૃગશર, હસ્ત, અનુરાધા, શ્રવણ કે ધનિષ્ઠામાં પ્રસ્થાન કરવું અને મૃગશર પૂર્વાફાલ્ગની, હસ્ત, ચિત્રા કે શ્રવણ નક્ષત્રમાં તથા સૌમ્ય સ્વામીવાળા જળચર રાશિલગ્નમાં વહાણ ચલાવવું જેથી વ્યાપારીની કામના સિદ્ધ થાય છે. (આ૦ ૪ ૧-૩૧)
શ્રીઉદયપ્રભ સૂરિજી કહે છે કે-લગ્નના દિવસની પહેલાં ત્રીજે છે કે નવમે દિવસે કુસુંબમંડપને પ્રારંભ, વેદિકા, વર્ણક, જુવારવાવવાનું તથા કન્યાનું વેશવાળ વિગેરે કરવું નહિ. એટલે–તે સિવાયના શુભ દિવસે અને વિવાહના નક્ષત્રમાં વર્ણન વિગેરે કાર્યો કરવાં. તથા-કૃતિકા, ત્રણ પૂવ, સ્વાતિ, અનુરાધા, ઉતરાષાઢા, શ્રવણ અને ધનિષ્ઠા નક્ષત્રમાં દંપતીના અનુકુળ રાશિ ગણ વિગેરે મેળવીને કુમારિકાનું વેશવાળ કરવું.
માંડવાની ખીલી નાખવા માટે સુર્ય ૧૧-૧૨–૧ રાશિમાં હોય તે મૈત્રાત્ય, ૨-૩-૪
૩૦૯