________________
M SASANANasasaraNaMaNASTRAMMSana RaskaSaNaNaM hasara કહેલી છે, પણ જે પરસ્પર ઉત્તમ રહે છે તે દરેકમાં પ્રીતિ કહેલી છે ૯૩
વિવેચન–જન્મલગ્નની મૈત્રીથી દંપતીને અંગ મેળાપ જેવાય છે, તેમ ચંદ્રના સ્થાનની મૈત્રીથી મનને મેળાપ શોધાય છે. તેથી દંપતી આદિ સાધ્ય-સાધકના મનને મેળાપ જોવા માટે રાશિફટની અવશ્ય જરૂર છે, અને તે રાશિફટ સાધ્ય-સાધકમાં પરસ્પરની જન્મરાશિથી અને તે ન મળે તે બંનેની નામ રાશિથી જેવું.
જેનું રાશિફટ જેવું હોય તે બંનેની રાશિઓની ગણત્રી સાથે કરી પરસ્પરની રાશિઓનું આંતરૂં કાઢવું. આ આંતરમાં જે સંખ્યા આવે તે સંખ્યા ઉપરથી તે શિકુટ એળખાય છે. એટલે કે-જેનું રાશિફટ જેવું હોય તેની રાશિઓ મેષ અને વૃષ હોય તે, બંનેની રાશિઓનાં આંકને સાથે ગણુતાં પરસ્પરની રાશિઓનું આંતરૂં છે અને બાર છે. અને આ આંતરામાં છે અને બારની સંખ્યા ઉપરથી આ રાશિફટ બે-બરૂ કે બીઆબારૂ એવી સંજ્ઞાથી ઓળખાવાય છે. આજ રીતે પરસ્પરની છઠ્ઠી તથા આઠમી રાશિમાં પડષ્ટક અને પાંચમી તથા નવમી રાશિમાં નવ-પંચક રાશિકુટ હોય છે
સૂરિ મહારાજ કહે છે કે--વિષમરાશિ આઠમી રાશિમાં પ્રીતિવાળી છે, જ્યારે સમરાશિ આઠમી રાશિ પ્રત્યે શત્રુ ભાવવાળી છે, એટલે—મેષ, મિથુન, સિંહ, તુલા, ધન, અને કુંભ રાશિને પિતાનાથી આઠમી રાશિ સાથે પ્રેમ હોય છે, તેથી તે પ્રીતિષડાષ્ટક કહેવાય છે. અને વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક, મકર તથા મીન; એ સમાશિને પિતાનાથી આઠમી રાશિ સાથે શત્રુવટ હોય છે. ઉંદયપ્રભ સૂરિ કહે છે કે--વિષમ રાશિથી છ રાશિમાં મૃત્યુષડાષ્ટક છે અને વિષમ રાશિથી આઠમી રાશિમાં પ્રીતિષડાષ્ટક છે આ કથનમાં પણ ઉપરોકત આશય સ્પષ્ટ છે શત્રુષડાષ્ટક માટે નારચંદ્રમાં કહ્યું છે કે –
मकर सकेसरी मेष युक्त्या, तुलहरमीनकुलीरघटाद्याः । धनवृषवृश्चिकमन्मथयोगे, वैरकरं च षडष्टकमेतत् ॥१॥
અથ–“મકર અને સિંહ, મેષ અને કન્યા, તુલા અને મીન, કર્ક, અને કુંભ, ધન અને વૃષભ, તથા વૃશ્ચિક અને મિથુનને વેગ થાય તો વૈરને કરનારું ષડક થાય છે. જે રાશિફૂટમાં પરસ્પર શત્રુષડાષ્ટક હોય તે આઠમી રાશિવાળાનું મૃત્યુ થાય છે, કેમકે-શત્રુષડછકમાં સમરાશિ આઠમી રાશિને હણનારી છે. નારચંદ્રમાં તે કહ્યું છે કે —- છઠ્ઠા સ્થાને રહેલી વિષમ રાશિવાળાનું મૃત્યુ થાય છે. અને જો પરસ્પર પ્રીતિ ષડાષ્ટક હોય તો સુખ વધે છે. કેમકે--પ્રીતિ ષડાષ્ટકમાં વિષમરાશિ આઠમી રાશિને સંપતિઓ આપે છે.
ESTABA EVELINE ENDLES S LESPILLEMESELENGDESPELESENELESENESE
૨૭૫