________________
અથ–પુષ્ય અશ્વિની, મૃગશર, રેવતી, હસ્ત, પુનર્વસુ, અનુરાધા, જયેષ્ઠા અને મુળ; એ નવ નક્ષત્રે ગમનમાં સિદ્ધિકારક છે (૬૮) રેહિણું ત્રણ પૂર્વા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, ચિત્રા અને સ્વાતિ; એ નવ નક્ષત્રે ગમનમાં મધ્યમ છે (૯) કૃત્તિકા, ભરણું, વિશાખા, અલેષા, મઘા ત્રણ ઉત્તર અને આદ્ર; એ નવ નક્ષ ગમનમાં અત્યંત દારૂનું છે. ૭૦ છે વિવેચન-સુગમ છે અન્ય સ્થાને તે કહ્યું છે કે –
अद्दह भरणी सयभिसा जिट्ठह मूल मघाई ।
नट्ठो पिठो गामिगयो वत्तजपुच्छइ कांइ ॥१॥ અથ–આદ્રા, ભરણી, શતભિષા, જ્યેષ્ઠા, મૂળ અને મઘા નક્ષત્રમાં નાશ પામેલ હણાએલ કે ગામ ગએલની વાત જ શું પુછવી ? (૧)
મુહુતચિંતામણુમાં કહ્યું છે કે–ચાત્રામાં અવશ્ય જવું હોય તે માટે કૃત્તિકા મઘા અને સ્વાતિનું પૂર્વાધ, તથા ચિત્રા, અશ્લેષા અને ભરીનું ઉત્તરાધ વર્યું છે. અને વર્ય નક્ષત્રની પ્રારંભથી, ભરણીની ઘડી ૭, મઘાની ઘડી ૧૧, સ્વાતિ વિશાખા જયેષ્ઠા અને અલેજાની ઘડી ૧૪, ત્રણ પૂર્વાની ઘડી ૧૬, અને કૃત્તિકાની ઘડી ર૧, અવશ્ય વજર્ય છે, પણ ઉસનસૂ ના મત પ્રમાણે મઘા અને સ્વાતિ સર્વથા વજર્ય જ છે.
આ નક્ષત્રમાં અભિજિત્ ગણેલ નથી. પણ ને નક્ષત્રમાં યાત્રા એકજ કહી છે. તે માટે
अभिजिति कृतप्रयाणः, सर्वार्थान्साथयेन्नियतम् । “અભિજિત્ નક્ષત્રમાં પ્રયાણ કરનાર સર્વ કાર્યને અવશ્ય સાધે છે.” અહીં શ્રવણ નક્ષત્ર મધ્યમ કહેલ છે, પણ પૂર્વોકત ગાથા પ્રમાણે તે સર્વમુખી અને સર્વકાલીન હોવાથી શ્રેષ્ઠ છે. વ્યવહારમાં કઈક એમ માને છે કે–વૃશ્ચિકના ચંદ્રમાં પ્રયાણું ન કરવું, પણ આ ગાથામાં તે અનુરાધા અને ચેષ્ઠા નક્ષત્રમાં ગમન કરવાથી સિદ્ધિ કહેલ છે; એટલે પૂર્વોકત માન્યતાને કઈજ પુષ્ટિ મળતી નથી, તેમજ રેવતી નક્ષત્રમાં પંચકને બાધ પણ આવતો નથી. નવીન દીક્ષીતના પ્રથમ વિહાર માટે કહ્યું છે કે–
आघाटनं प्राथमिकल्पिकस्य मृदु युवक्षिप्रचरेषु भेषु । અર્થ–“નવીન દીક્ષીતને પ્રથમ વિહાર મૃદુ-મૃગશર ચિત્રા અનુરાધા અને રેવતી, યુવ-ત્રણ ઉત્તર અને રોહિણ, ક્ષિપ્ર-અશ્વિની પુષ્ય હસ્ત અભિજિત્, ચા-પુનર્વસુ સ્વાતિ શ્રવણ ધનિષ્ઠા અને શતભિષામાં શુભ છે. આ દરેકમાં પણ વિહારના નક્ષત્રોજ શ્રેષ્ઠ છે.”
૨૧૨