SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ निअवारे निअरिक्खे, मुहगणिए जत्तियं ससिरिक्खं । तावंतिमोवऔगो, आनंदाई सनामफलो ॥३६॥ અથ—અશ્વિની, મૃગશિર, અફલેષા, હસ્ત, અનુરાધા, ઉતરાષાઢા અને શતભિષા, આ સાત નક્ષત્ર અનુક્રમે-રવિ આદિ વારેને વિષે (આનંદાદિક ઉપયેગે માટે) મુખ નક્ષત્ર છે ! ૩પ તેમાં પોતાના વારે પિતાના મુખ નક્ષત્રથી જેટલામું ચંદ્ર નક્ષત્ર આવે, તેટલા આનંદાદિક ઉપગ જાણે. તે ઉપયોગ પિતાના નામ પ્રમાણે ફળ આપનારા છે. ૩૬ - વિવેચન-અભાજિતુ સાથેના અશ્વિની વિગેરે અઠયાવીશ નક્ષત્ર સાત વારની સાથે સાથે હોય ત્યારે આનંદ વિગેરે અઠ્યાવીસ ઉપયોગ થાય છે. રવિવાર વિગેરે સાત વારોમાં અશ્વિનીથી પાંચમાં પાંચમાં નક્ષત્ર મુખમાં મૂકવા. આ નક્ષત્રો તે વારે હોય તે પહેલે આનંદ નામનો ઉપયોગ થાય છે. ભરણ વિગેરે પાંચમા પાંચમા નક્ષત્ર સાત વારમાં અનુક્રમે હોય તો બીજે કાલદંડ ઉપયોગ થાય છે. આ પ્રમાણે અઠયાવીશ ઉપગ થાય છે, મૂળ ગાથામાં આ રીતિ બહુ સ્પષ્ટ કરી છે. એટલે કે રવિવારે અશ્વિની, સમવારે મૃગશર, ભમવારે અલેષા, બુધવારે હસ્ત, ગુરૂવારે અનુરાધા, શુક્રવારે ઉત્તરાષાઢા અને શનિવારે શતભીષા મુખનક્ષત્ર છે. આ મુખનક્ષત્ર પોતાના વાર સાથે હોય ત્યારે આનંદ નામને પહેલે યોગ થાય છે. ત્યાર પછી ઈષ્ટ વારે તેના મુખ નક્ષત્રથી જેટલામું દિનનક્ષત્ર હોય તેટલામે વેગ આવે છે. અર્થાતરવિવારનું મુખનક્ષત્ર અશ્વિની છે, તે રવિવારે અશ્વિની હોય, તો પહેલો વેગ, ભરણી હોય તે બીજે ગ, એમ રવિવારે અશ્વનીથી જેટલામું નક્ષત્ર આવે તેટલામો યોગ જાણ. તથા સોમવારે મૃગશર નક્ષત્ર હોય તો પહેલે ગ, આદ્ર હોય તે બીજો યોગ, હસ્ત હોય તો નવમે વજાયેગ, એમ સમવારે મૃગશરથી જેટલામું નક્ષત્ર હોય તેટલામે ઉપયોગ જાણ. આજ રીતે દરેક વારે પિતપોતાના મુખનક્ષત્રથી જેટલામું નક્ષત્ર હોય તેટલા એગ હોય એમ જાણવું. અથવા ઉપયોગ લાવવાની બીજી રીત એવી છે કે–રવિવારે આનંદ, સોમવારે સક્ષસ મંગળવારે અમૃત, બુધવારે મૃત્યુ, ગુરૂવારે મનોસ, શુક્રવારે વજરાત અને શનિવારે સૌમ્ય, એ સાત અશ્વિની નક્ષત્રથી થનારા મૂળગ છે, અને ભરણી વિગેરે નક્ષત્રોની સાથે ત્યાર પછીના પેગ અનુક્રમે આવે છે. આ રીતે દરેક વારે અઠયાવીશ નક્ષત્ર સાથે પોતાના મૂળ યોગથી આરંભીને અઠ્યાવીશ ઉપયોગ થાય છે, અઠયાવીશ ઉપયોગોનાં નામ આ પ્રમાણે છે. आणंद कालदंडं, परिजा शुभ सोम धंस धज वच्छो । ૧૮૧
SR No.008461
Book TitleDin Shuddhi Dipika
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Jyotish
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy