________________
ARABARABARANETKAMANTRAKANCRURILMAINESTRANZIERENDNUNULISKURANETSIRASTIKIMIN
कित्ति पुण उ-फ विसाहा, पू-भ-उ-खाहिं तिपुक्करओ ॥३२॥ पंचग धणिअद्धा मयकिय वजिज जामदिसि गमणं ।।
एसु तिसु सुहं असुहं, विहिअं, दुति पण गुणं होइ ॥३३॥
અથ–ભદ્રા તિથિવાળા મંગળ, ગુરૂ કે શનિવારે મૃગશર, ચિત્રા અને ધનિષ્ઠા નક્ષત્ર હોય તે યમલગ થાય છે અને કૃત્તિકા, પુનર્વસુ, ઉત્તરાફાગુની, વિશાખા, પૂર્વા ભાદ્રપદ કે ઉત્તરાષાઢા નક્ષત્ર હોય તે ત્રિપુષ્કર રોગ થાય છે.
૩૨
ઘનિષ્ઠાના અધ ભાગથી રેવતી પર્યત પંચક કહેવાય છે, તેમાં મૃતક કાર્ય અને દક્ષિણ દિશામાં ગમન વજવું. આ ત્રણે વેગમાં કરેલાં શુભ કે અશુભ કાર્યો બમણાં, ત્રણ ગણું અને પાંચ ગણું થાય છે. જે ૩૩ છે
વિવેચન—મંગળવાર ગુરૂવાર કે શનિવારમાંથી એક વાર હોય, બીજ સાતમ કે બારશમાંથી એક તિથિ હોય, અને તેજ દિવસે મૃગશર ચિત્રા કે ધનિષ્ઠામાંથી એક નક્ષત્ર હોય તો યમલયોગ થાય છે. આ યોગ કરનારાં મૃગશર ચિત્રા અને ઘનિષ્ઠા નક્ષત્રો બે પાદવાળાં છે, તેથી આ રોગનું બીજું નામ દ્ધિપુષ્કર પણ છે. અર્થાત્ – મંગળ, ગુરૂ, શનિ, ભદ્રા અને દ્વિપદ નક્ષત્રમાં દ્વિપુષ્કર વેગ થાય છે. યમલ વેગમાં જે હાન–વૃદ્ધિવાળું કાર્ય કરાય છે તે બમણું થાય છે, તેથી આ યોગમાં અનિષ્ટ કાર્ય કરવું નહિં, પણ ઈષ્ટજ કાર્ય કરવું.
મંગળવાર, ગુરૂવાર કે શનિવારમાંથી એક વાર હોય, બીજ સાતમ કે બારશ પૈકીની એક તિથિ હોય, અને તેજ દિવસે કૃત્તિકા પુનર્વસુ ઉત્તરાફાલ્ગની વિશાખા. પૂર્વાભાદ્રપદ કે ઉત્તરાભાદ્રપદ એ છ નક્ષત્રોમાંથી એક નક્ષત્ર હેય, તે ત્રિપુષ્કર યોગ થાય છે, અહીં આવેલ કૃત્તિકા વિગેરે છ નક્ષત્રો ત્રણ પાદવાળા છે. ત્રિપુષ્કર યુગમાં પણ ઈષ્ટ કાર્ય કરવું, કેમકે આ યોગમાં કરેલું કાર્ય ત્રણ ગણું થાય છે.
ધનિષ્ઠા નક્ષત્રના બે પાયાથી પ્રારંભીને રેવતી સુધીનાં નક્ષત્રે પંચક કહેવાય છે. એટલે-ધનિષ્ઠા નક્ષત્રના છેલ્લા બે પાયા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી, આ પાંચ નક્ષત્રનું નામ પિચક છે. બીજા ગ્રન્થમાં ધનિષ્ઠાથી પ્રારંભીને રેવતી સુધીના પાંચ નક્ષત્રને પંચક કહેલ છે. અને કેટલાક ગ્રન્થમાં શ્રવણથી ઉત્તરાભાદ્રપદ સુધીના પાંચ નક્ષત્રોને પંચક તરીકે ઓળખાવેલ છે. આ નક્ષત્રમાં કાર્ય કરવાથી પાંચ ગણું થાય છે. તેથી પંચકમાં દક્ષિણ દિશામાં ગમન કરવું નહિં અને મૃત્યુ સંબંધીનાં કાર્યો પણ કરવાં નહિં. પણ આરંભ
૧૭૭