________________
એ નવ નક્ષત્ર ઉમુખ છે. તથા બાકીના નવ નક્ષત્ર તિર્થન્ મુખવાળા છે. આ અમુખવાળા નક્ષત્રમાં વાવ, ભયરૂં નિધાન ખાઈ આદિનું ખોદવું, ખાતકર્મ કરવું, જુગટું રમવું, ગુફામાં પેસવું. લખવું, ધાતુકર્મ અને રાજાની સાથે લડાઈ કરવી, વિગેરે જેમાં નીચે મુખ રાખીને કરી શકાય તેવાં સર્વ કાર્ય કરવાથી સિદ્ધ થાય છે. અને ઉર્ધ્વ (ઉંચા) મુખવાળા નક્ષત્રોમાં કિલ્લો, તોરણ, વૃક્ષ, ઉદ્યાન, અભિષેક, ધ્વજ અને જગ વિગેરે ઉચે મુખ રાખીને કરવાનાં કાર્યો સિદ્ધ થાય છે. તથા તિર્યમુખવાળા નક્ષત્રમાં ખેતી, વ્યાપાર, સંધિ, યાન, વાહન, પલાણ અને યાત્રા વિગેરે સામી દૃષ્ટિ રાખીને કરતાં કાર્યો સિદ્ધ થાય છે.
વળી અશ્વિનીથી રેવતી સુધીનાં અઠયાવીશ-નક્ષત્રો અનુક્રમે વારા ફરતી કાણુ, ચીમડાં, દેખતાં અને આંધળાં છે. આ ઉપરથી ઘેરાયેલી વસ્તુનું સ્વરૂપ સમજી શકાય છે.
અશ્વિન આદિ નક્ષત્રોનું ત્રિનાડી ચક્રમાં અનુક્રમે આદિ, મધ્ય, અંત, અંત, મધ્ય અને આદિ સ્થાન છે નક્ષત્રના આ સ્થાન ઉપરથી સંબંધ અને મૃત્યુ તપાસાય છે.
અશ્વિની આદિ નક્ષત્રોની નિ અનુક્રમે-ઘોડો, હાથી, બકરે, સાપ, સાપ, કુતરે, બીલાડેલ બકરે, બીલાડે, ઉંદર, ઉંદર, બળદ, પાડે, વાઘ, પાડો, વાઘ, હરણ, હરણ, કુતરે, વાનર, નોળીઓ, નોળીઓ, વાનર, સિંહ, ઘોડે, સિંહ, બળદ, અને હાથી છે. તેમાંના ઘોડે અને પાડે, હાથી અને સિંહ બકરે અને વાનર, સાપ અને નળીઓ, કુતરે અને હરણ, બીલાડે અને ઉંદર તથા ગાય (બાળદ) અને વાઘ એ પશુઓ પરસ્પર વૈરિ હોવાથી તેમનાં નક્ષત્ર પણ પરસ્પર વૈરનક્ષત્ર કહેવાય છે, જે વિવાહ દક્ષા વિગેરેના સંબંધમાં જોવાય છે અને વૈરનક્ષત્રવાળાને સંબંધ વય છે.
અશ્વિની વિગેરે નક્ષત્રને અનુક્રમે-દેવ, મનુષ્ય, રાક્ષસ, મનુષ્ય, દેવ, મનુષ્ય, દેવ, દેવ, રાક્ષસ, રાક્ષસ, મનુષ્ય, મનુષ્ય, દેવ, રાક્ષસ, દેવ, રાક્ષસ, દેવ, રાક્ષસ, રાક્ષસ, મનુષ્ય, મનુષ્ય, વિદ્યાધર, દેવ રાક્ષસ, રાક્ષસ, મનુષ્ય, મનુષ્ય અને દેવ ગણ કહેવાય છે. આ ગણની તપાસણી પણ વિવાહાદિ સંબંધમાં જરૂરી છે. તેમાં પોતાના ગણમાં સારે, બીજામાં મધ્યમ, અને રાક્ષસ ગણમાં કરેલ સબંધનેષ્ટ છે.
અશ્વિની આદિ દરેક નક્ષત્રના નીચે મુજબ ચાર ચાર અક્ષરે છે, જે પૈકી (માં) નક્ષત્રના એકેક પાયા (ચતુર્થાશ) ને એકેક અક્ષર છે –