________________
संक्षिप्त भावार्थ
--
www
*
*
*
www
તેનો નાયક બનાવી મારે યૌવરાજ્યાભિષેક કર્યો. મારી સાથે શભ દિવસે કેટલાક સેનાપતિ સામતો અને અમાત્યોને મોકલવા માટે ભલામણ કરી. પ્રયાણના દિવસે સવારે ઊઠી, સ્નાન કરી, ઈષ્ટદેવનું પૂજન કરી, બ્રાહ્મણવર્ગને વસ્ત્રાભૂષણાદિનું દાન કરી, મેં સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યો અને સભામંડપમાં આવીને સોનાના સિંહાસન પર બેઠો. એ સમયે અંતઃપુરની વારાંગનાઓએ પ્રયાણકાલચિત મંગલક્રિયા કરી. તે પછી બહાર આવી વજાંકુશ નામના માવતે શણગારીને તૈયાર રાખેલ અમરવલ્લભ નામના હાથી પર હું આરૂઢ થયો. વિશાલ પરિવાર સાથે રાજદરબારથી હું નીકળ્યો. નગરની જનતાના શુભાશીર્વાદ અને પ્રણામ ઝીલતો હું નગરની બહાર સીમાડા ઓલંગી આગળ વધ્યો. ત્યાં એક મહાસાગરને જોયો. કિનારે મેં પડાવ નાખ્યો. બે-ત્રણ દિવસ રોકાઈ સમુદ્ર પ્રયાણની બધી વ્યવસ્થા કરવા સાથે વિશ્રાન્તિ લીધી. અને ચોથે દિવસે બપોર પછી વિવિધ સામગ્રીથી મહાસાગરનું પૂજન કર્યું. સવારે વહેલો ઊઠી કેટલાકને સાથે લઈ હું સભામંડપના વિશાલ તંબૂમાં ગયો. ત્યાં નાવિકેના ટોળામાંથી પચીસ વર્ષના એક સુંદર નવ જુવાન નાવિકને જોયો. તેના પ્રેત જેવા પરિવારને જોઈ હું તો આશ્ચર્યમાં ગરકાવ બની ગયો. પાસે બેઠેલા યક્ષપાલિત નામના નૌકાસૈન્યના મુખ્ય નાયકને પૂછયું કે-“આ કોણ છે?”
કુમાર ! એ એક નાવિક છે, અને બધા ખલાસીઓનો મુખ્ય નાયક છે. એમ કહેવા છતાં મને તો વિશ્વાસ ન જ આવ્યો. કેમકે, આવી ભવ્યાકૃતિ નાવિકમાં ક્યાંથી હોય ! જિજ્ઞાસાથી ફરીને મેં પૂછયું કેઅધા કરતાં આનું રૂપ વિલક્ષણ કેમ છે ? કુમાર ! આ આકૃતિમાત્રથી જ અલગ છે એમ નહીં પણ વૈર્ય અને બુદ્ધિવૈભવ વગેરે ગુણોથી પણ અલગ જ છે. તેનું વૃત્તાંત સાંભળોઃ
સુવર્ણદ્વીપમાં આવેલ મણિપુર નગરમાં વૈશ્રવણ નામે એક વહાણવટી રહે છે. તેને વૃદ્ધાવસ્થામાં વસુદત્તા નામે પલીથી તારક નામે એક પુત્ર થયો. તે બાલ્યાવસ્થામાં બધું શિક્ષણ લઈ બધી કળામાં કુશળ બન્ય ત્યારે બુદ્ધિમાન, દેદીપ્યમાન અને મહાચાલાક તરીકે તેની ખ્યાતિ ફેલાઈ. જ્યારે તે યુવાવસ્થાને પામ્યો ત્યારે બીજા વહાણવટી વેપારીઓ સાથે તે પણ એક મોટું વહાણ ભરી રંગશાલા નગરીએ ગયો. ત્યાં તેને જળકેતુ નામના એક મુખ્ય નાવિક સાથે મૈત્રી થઈ સમુદ્રમાં મુસાફરી કરતાં મળી આવેલી એક કન્યાને ઘેર લાવી, પ્રિયદર્શના નામ આપીને રાખી, પુત્રી તરીકે ઉછેરી મોટી કરી. એક દિવસે જળકેતુએ પ્રિય મિત્ર તારકને ગુંથેલ મોતીને હાર ભેટ કરવા માટે પુત્રી પ્રિયદર્શનને મોકલી. તારકને જોતાં જ તેના પર અનુરાગી બની. પિતાએ મેકલેલે મુક્તાહાર તેની આગળ મૂક્યો અને ચતુર તારકે સત્કારપૂર્વક તેનો સ્વીકાર કર્યો. અનુરાગિણુ પ્રિયદર્શના કોઈ પણ બહાને અવારનવાર તારકને ત્યાં આવતી અને તેનું દર્શન કરી સ્નેહસાગરમાં સ્નાન કરતી. એક વખતે પ્રિયદર્શના તારકની ચંદ્રશાળામાં આવી, પણ તારક ત્યાં ન હોવાથી તેની રાહ જોતી અગાશીના વિભાગમાં સખીઓ સાથે ક્રીડા કરતી ઊભી રહી. એવામાં એકદમ તારકને આવતો જોઈ. સંભ્રમથી નાસતાં નિસરણી પાસે આવીને પડી. તારકે તરત તેનો જમણો હાથ પકડ્યો તે સ્વસ્થતા આવતાં છોડ્યો. પછી તેને કહ્યું કે-“હવે તું સુખેથી તારે ઘેર જ.”
પ્રિયદર્શનાએ હસીને જવાબ આપ્યોઃ “કુમાર! જ્યારથી તમે મારો હાથ પકડ્યો, ત્યારથી જ મેં તે નિર્ણય કરી લીધો છે કે હવે મારું મારું આજ છે ! “[ અર્થાત્ હું તમને વરી ચૂકી છું ]” આ રીતે બોલીને ડાબા પગના અંગુઠાથી ધીરે ધીરે જમીન ખોતરવા લાગી.
તેનાં કામોત્તેજક મધુરાં અને પ્રેમાળ વચને અને આવા આત્મસમર્પણથી તારક તે અંજાઈ જ ગયો, એટલું જ નહીં પણ આલિંગન પૂર્વક બોલી ઊઠ્યો:-- “સુંદરી! આ ઘર તો શું પણ મારે તન, મન અને ધન બધુંયે તને સમર્પણ છે.” “સુegછાનિ જાર પ્રાદ' “હીન કુળમાંથી પણ કન્યારત્ન લઈ શકાય છે એવું આચાર્યનું [નીતિશાસ્ત્રોનું વચને મનમાં વિચારીને, પારાશર મુનિએ જેમ યોજનગન્યાની સાથે પાણી ગ્રહણ કર્યું હતું તેમ હૃદયમાં સળગતા મદનાગ્નિની સાક્ષીએ તારકે પણ પ્રિયદર્શન સાથે પાણિગ્રહણ કર્યું. ત્યારથી પતિ-પત્ની તરીકે તેમના દિવસો આનંદમાં પસાર થવા લાગ્યા. કોઈએ આવીને તારકને કહ્યું :