________________
संक्षिप्त भावार्थ
“મિત્ર, આ તો અનંગલેખ છે. કોઈ કુમારિકાએ પોતાને પરણવાની અભિલાષાવાળા કોઈ કુમાર પર આ પત્ર લખેલ છે. પોતાનું ધારેલું કામ પાર પડ્યું નહીં હોય ત્યારે જ આ પત્રથી પોતાના પ્રેમીને એણે સૂચન કર્યું છે. તેનો ભાવ આ રીતે છે –
* જો કે મારા પિતા વગેરે એ તમારા તરફ ઉદારતા નથી. દાખવી, છતાં પણ અનુચિત ક્રમથી મને હરણ કરીને લગ્ન કરવું એ યોગ્ય લાગતું નથી. ઉતાવળ થશો નહીં, ધીરજ રાખજો. થોડા જ સમયમાં આપણુ અભિલાષા અવશ્ય પરિપૂર્ણ થશે. તેને માર્ગ મેં શોધી કાઢ્યો છે. તે આ રીત:
“પ્રથમ આપણે જે વનમાં મળ્યાં હતાં, તે જ વનમાં મારી દૂતી જે સ્થાન બતાવે ત્યાં ગુણરીતે આવીને રહેજો. અન્ય વિવાહોચિત કોઈ પણ સામગ્રીની જરૂર નથી, માત્ર સાક્ષીભૂત અગ્નિ જ સાથે લેતા આવજો. હું પણ મારી બે-ત્રણ સખીઓ સાથે ત્યાં આવી, તમારી સાથે અગ્નિની સાક્ષીએ સ્નેહપૂર્વક લગ્નગ્રંથિથી જોડાઈશ.”
વળી આ લોકમાંથી બીજો પણ શાપરૂપ અર્થ નીકળી શકે છે કે.
મારા પિતા વગેરેની સમ્મતિ સિવાય ગમે તે રીતે મારી સાથે લગ્ન કરવા ચાહતો હોય તો તે મહા પાપી છે. નરકમાં રહેલ અસિપત્રવનમાં તારો નિવાસ થશે અને ત્યાં તને દુઃખ દેવા તારી પાસે ભભકતો જાજ્વલ્યમાન અગ્નિ જણાશે.”
આ અર્થ અહી નિરર્થક જણાય છે, કારણકે વિરાગિણી નારીઓ આદર ભાવથી આવું શાપજનક લખાણ કોઈના પર પણ મોકલે નહીં.
આ તો વિરાગિણું નહીં પણ વિદુષી વિયોગિની લાગે છે, તે પરબીડિયાના સૂક્ષ્મ નિરીક્ષણ પરથી જણાઈ આવે છે. પોતાની રચનાશક્તિનો પ્રેમીને પરિચય કરવા ખાતર જ આવો ગૂઢાથે રાખ્યો હોય એવી થઈ શકે છે.
રાજકુમાર હરિવહનના આ વક્તવ્યથી સમરકેતુ સિવાય બધા આશ્ચર્યચકિત થયા અને કુમારની ખૂબ ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. વળી, પાછા બધા કાવ્ય વિનોદમાં જોડાયા, પણ સમરકેતુ તો ખિન્નવદને આંસુ સારતો, નીચું મોં રાખીને ઊંડા નિસાસા મૂક્ત ચૂપ બેસી રહ્યો. અને માં નીચું કરીને જમીન પર પગના અંગુઠાથી જમીન ખોતરવા લાગ્યો.
કુમાર સમરકેતુની આવી અસ્વસ્થતા જોઈને, બધા એકદમ વિચારમાં પડી ગયા. કલિંગદેશના રાજકુમાર કમલગુસે પૂછયું.
યુવરાજ ? આમ કેમ? શું હરિવહન કુમારે કરેલું વક્તવ્ય તમને ન ગમ્યું? બધાયે કુમારની પ્રશંસા કરે છે, અને તમે કેમ એક પણ શબ્દ ઉચ્ચારતા નથી. આમ એકાએક શા માટે ગમગીન બની ગયા છો? પ્રિયાના વિરહ પેલો પ્રેમી યુવાન દુઃખી થતો હશે, તેથી શું તમને તેની દયા આવી? અથવા પ્રેમી યુવાન તેને હજી સુધી ન મળી શક્યો તેથી તે દુખાગ્નિમાં બળતી હશે, તેની તમને શું ચિંતા થઈ?' કમળગુમના આ કથનથી હરિવહન કુમાર સિવાય બધાયે હસી પડ્યા. - કુમારે કમળગુપ્તને કહ્યું-“આવું નિરર્થક હાસ્ય શા ખાતર ?' એમ કહી કુમારે સમરકેતુ સામે દષ્ટિ કરી, અને કહ્યું: “પ્રિય મિત્ર! આવા આનંદજનક પ્રસંગે શોકાતુર કેમ બન્યા છો ? શું આ સુંદર કાવ્યવિનોદ તમારા કાનને રુચતો નથી ? મેં એ શ્લોકનું સ્પષ્ટીકરણ કર્યું ત્યારે તમને તમારા જીવનમાં બનેલ એવો કોઈ દુ:ખજનક પ્રસંગ તો યાદ નથી આવ્યો ને ? તમે પણ તે યુવાનની માફક કોઈ કામિનીના કટાક્ષ બાણથી વીંધાયા તો નથી ને? સાંકેતિક સ્થાને નહીં મળવાથી નિષ્કળ તો નિવડ્યા નથી ને ?” ઇત્યાદિ હરિવહનકુમારનું સત્ય કથન સાંભળીને, શાંત થઈ શોકાતુર ચહેરે સમરકેતુએ કહ્યું :
હે અમાનુષી કુમાર ! તમારા બુદ્ધિકૌશલ્ય માટે શું કહું? મને તો એજ આશ્ચર્ય થાય છે કે, હજી સુધી કોઈને પણ નહીં કહેલી એવી મારા મનની વિચારણા તમે કેવી રીતે જાણી લીધી ? હવે તે તમારા આગ્રહથી મારે એજ વાતનું સ્પષ્ટીકરણ કરવાનું રહ્યુંઃ સાંભળો.
સિંહલદ્વીપમાં રંગશાલી નામે નગરી છે. ત્યાં ચંદ્રકેતુ નામે રાજા મારા પિતાશ્રી છે. સુવેલગિરિની સમીપના પ્રદેશમાં વસતા દુષ્ટસામને ઝેર કરવા મહારાજાએ દક્ષિણાપથમાં જનારા નૌકાસૈન્યને હુકમ કર્યો અને મને
*
*
*