________________
૩૪
સ્વ. પરમપૂજ્ય આચાર્યદેવનું શિષ્યમંડળ.
સ્વ. પૂજ્ય આચાર્યદેવને આજે પણ શાસન જેનાથી ઉન્નત શિર રહી શકે તેવો બહેળે વિદ્વાન શિષ્યસમુદાય છે. દર્શનશાસ્ત્રના પૂર્ણ અભ્યાસી અને ખાંડનખંડખાદ્ય જેવા મહાકાય ગ્રંથોની વૃત્તિના રચયિતા શાસ્ત્રવિશારદ પૂ. દશનસૂરીશ્વરજી મહારાજ, આ કાળે સૌને આદર્શરૂપ બને તેવા, પરમ ગુરૂભકત, ભદ્રિક, શિ૯૫, જ્યોતિષ અને અખંડ આગમજ્ઞાતા પૂ. વિજયાદયસૂરીશ્વરજી મહારાજ, વ્યવહારદક્ષ અને કોઈના પણ તેજમાં અંજાયા સિવાય પષ્ટ અને સત્ય કહેનાર, ન્યાય વિશારદ, કવિરત્ન પૂ નંદનસૂરીશ્વરજી મહારાજ, અવસર જાણ, સરલ પરિણામી પૂ. વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં અનેક સાહિત્યનું સર્જન કરનાર પૂ. વિજયપધસૂરીશ્વરજી મહારાજ, સાહિત્ય અને કાવ્યના અખંડ અભ્યાસ સાથે વિવિધ કાવ્ય ગૂંથનાર પૂ. વિજયામૃતસૂરીશ્વરજી મહારાજ, ન્યાય સાહિત્ય અને વ્યાકરણના પ્રકાંડ અભ્યાસી અને ત્રણે શાસ્ત્રના વિપુલકાય ગ્રંથરચયિતા વ્યાખ્યાન વાચસ્પતિ પૂ લાવયસુરીશ્વરજી મહારાજ, પ્રાકૃત ભાષાના પ્રકાડવિદ્વાન્ પૂ. વિજયકસ્તુરસુરીશ્વરજી મહારાજ, ભદ્રિક અને આગમ તથા પ્રકરણ ગ્રંથના સારા અભ્યાસી પૂ. પં. સુમિત્રવિજયજી ગણિવર, વ્યવહારનદીષ્ણુવિવિધગ્રંથાભ્યાસી પૂ. પં. મેરૂવિજયજી ગણિવર, ન્યાય, વ્યાકરણ સાહિત્ય, સંગીત તથા ગુજરાતી ભાષાના સારા અભ્યાસી પૂ. પં. દક્ષવિજયજી તથા પૂ. પં. સુશીલ વિજયજી ગણિવર, ન્યાયના પ્રકાંડ અભ્યાસી બુદ્ધિભવી જયાનંદવિજયજી મહારાજ, ન્યાય સાહિત્ય અને ગુજરાતીના સરસ અભ્યાસ સાથે રેચક લેખનશૈલિવાળા પૂ. પં. ધુરંધરવિજયજી મહારાજ, નવીન ન્યાય વિશારદ પૂ. પં. શિવાનંદવિજયજી મહારાજ તથા સાહિત્ય વ્યાકરણ ન્યાયના સારા અ
ભ્યાસી પૂ મહિમાપ્રભવિજયજી મહારાજ વિગેરે અનેક વિદ્વાન જૈનશાસનને શોભાવી રહ્યા છે.
પરાગ ટીકાકાર સ્વ. પૂજય આચાર્યદેવના ઉપરોકત વિદ્વાન શિષ્ય મંડળમાં પરાગ ટીકાના રચયિતા પૂજ્ય આચાર્યદેવ વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ ગણનાપાત્ર મહાપુરુષ છે. તેઓને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે.
આ ટીકાકાર મહાત્માનો અનેક મહારત્નોને ઉત્પન્ન કરનાર સૌરાષ્ટ્રમાં આવેલ બેટાદના બગડીયા કુટુંબમાં પ્રસિદ્ધ જીવણલાલ પિતા અને માતા અમૃતબેનને ત્યાં વિ. સં. ૧૯૫૩ ભા. વ. ૫ ના રોજ જન્મ થયો હતો. ગૃહસ્થપણામાં તેમનું નામ લવજી પાડયું. ૧૯ વર્ષની ઉંમરે વિક્રમ સંવત્ ૧૯૭ર અપાડ સુદ ૫ ના રોજ સાદડી મુકામે તેમણે પરમ પૂજ્ય શ્વ. આચાર્યદેવ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પુનિત હસ્તે પરમપાવન કલ્યાણકારી ભાગવતી દીક્ષા અંગીકાર કરી. અને ત્યાં તેમનું નામ મુનિ લાવ.
વિજયજી રાખવામાં આવ્યું, થોડા જ વખતમાં તેમણે પ્રકરણ, આગમ, વ્યાકરણ ન્યાય સાહિત્યને સારે અભ્યાસ કર્યો અને તેઓ ગદ્વહનપૂર્વક વિ. સં. ૧૯૯૦માં ભાવનગરમાં ગણિપદ અને પન્યાસ