________________
દેને અનુલંક્ષીને રચાય છે. આમ છતાં બાણ કાદંબરી, પાદલિપ્તસૂરિની તરંગવત અને ધનપાલકની તિલકર્જરી એ કોઈ અનેરી ભાત પાડનારા ગ્રંથો છે. - આ ગ્રંથમાં લેકવ્યવહાર. માન્યતા અને ગ્રંથકારને આદર્શ તે તે કથામાં આબેહુબ રીતે આવે છેં. અહિં ગ્રંથકાર ધનપાલ કવિએ પણ આ કથામાં લેકવ્યવહાર, માન્યતા અને આદર્શને રજુ કરવા સાથે જેનધર્મ ઉપર દારાગ અવશ્ય વ્યક્ત કર્યો છે.
આ તિલકમંજરીના રચયિતા ધનપાલ કવિ સંબંધી માહિતી આપનાર અનેકવિધ સાહિત્ય છે તે પછી કેટલાકને અમે અહિં નિર્દેશ કરીએ છીએ.
૧ તિલકમંજરી અવતરણિકા પ૧ થી ૫૩ ૨ શ્રી પ્રભાચંદ્રસૂરિત પ્રભાવક ચરિત્ર ગત શ્રી મહેન્દ્રરિપ્રબંધ, ૩ શ્રી મેરૂતુંગાચાર્યન પ્રબંધચિંતામણિ. ૪ શ્રી સંધતિલકસૂરિકૃત સમ્યક્ત્વ સમંતિકા. ૫ શ્રી રત્નમદિગણિકૃત ભોજપ્રબંધ. ૬ શ્રી ઈહિંસગણિત ઉપદેશકલ્પવલી, ૮ શ્રી હેમવિજયગણિકૃત કથારરનાકર. | શ્રી જિનલાભસૂરિકૃત આત્મપ્રબોધ. ૯ શ્રી વિજયલક્ષ્મીસરિત ઉપદેશ પ્રાસાદ.
• જૈન સાહિત્યસંશોધક અંક. * ૧૧ જન સાહિત્ય ઇતિહાસ,
મધ્ય પ્રદેશમાં આવેલ સકાશ્ય નામના ગામમાં (હાલ ફરકાબાદ જિલ્લામાં સકિસ નામનું ગામ છે) દેવર્ષિ નામને બ્રાહ્મણ હતા. આ દેવર્ષિને સર્વશાસ્ત્રમાં નિપુણ સર્વદેવ નામને પુત્ર હતું. સર્વદેવને ધનપાલ અને શનિ નામે બે પુત્રો અને સુંદરી નામે પુત્રી હતી. ધનપાલ વ્યાકરણ, સાહિત્ય અને ધર્મ શાસ્ત્ર વિગેરેનો સારો અભ્યાસ કર્યો હતો. આ ધનપાલને ધનશ્રી નામે પત્ની હતી. ધનપાલ ભેજરાજાની સભાને નામાંકિત પંડિત હતા, અને મુંજરાજા જે કાવ્યરસિક રાજા તરીકે પ્રસિદ્ધ છેતેણે પણ ધનપાલને સરસ્વતી બિદ આપ્યું હતું. *
ધનપાલ મુંજ અને બોજ બન્ને રાજાઓને માનીને વિદ્વાન કવિ હતા. ભાજને રાજ્યાભિષેક વિ. , ૧૦૭૮ના મહા સુદી ૩ રવીવારે થયે હતા. એટલે ધનપાલનો સત્તાસંમય વિક્રમ ૧૧મી શતાબ્દિના પહેલા પાદથી ચોથા પાદ સુધીને છે. ધનપાલે કવિના બનાવેલા ગ્રંથે નીચે પ્રમાણે છે:- " *
પાઈલી નામમાલા, તિલકમંજરી, શ્રાવકવિધિ પ્રકરણ શોભન સ્તુતિવૃત્તિ, વરસ્તુતિ, ઉપભપં. ચાશિકા, સત્યપુરીય મહાવીર ઉસાહ, પ્રાકૃતનામમાલા વિગેરે વિગેરે. ધનપાલનું સમ્યફ,
સર્વદેવિપ્રને શ્રી વર્ધમાનરિ સાથે પરિચય અને રાગ હતે. સર્વદેવને પૂર્વજોની પાસે સારી સંપત્તિ હતી પણ્ સર્વદેવને તે માલુમ નહિ પડી. તેણે સૂરિજી પાસેથી યુક્તિથી જાણી લીધું અને સુરિજીએ પણ યુક્તિથી સંપત્તિનો અર્ધભાગ આપવાનું માની લીધું. સર્વદેવને સંપત્તિ મળી. સદેવે સૂરિજીને સંપત્તિ આપવા માંડી પણ કંચનકામિનીના ત્યાગી સૂરિજીએ તેને સ્વીકાર નહિ કરતાં તેની પુત્ર સંપત્તિમાંથી એકની માગણી કરી. સર્વ દેવે ખુબ ખુબ પ્રયત્ન પછી નાના પુત્ર શર્ભનને સૂરિજીને સે અને
1 લીધી. સર્વદેવ મૃત્યુ પામ્યો, ધનપાલ ભાઈને શ્રમણ થવાથી શ્રમણે ઉપર દૈષવાળો બન્ય,