________________
પ્રા સ્તા વિ કે वचनं श्री धनपालस्य चन्दनं मलयस्य व
सरसं हृदि विन्यस्य कोभूनाम न निवृत्तः ધનપાલનું વચન અને મલયાચલનું રસસહિત ચંદન જેના હૃદયને સ્પર્યું તે શાંત અને સુખી ન થાય એવો જગતમાં કોણ છે ?' ભારતની સંસ્કૃતિ
આપણે સારી રીતે જાણીએ છીએ કે ભારતવર્ષ હિક જીવન પરાયણ દેશ નથી. આ દેશમાં જન્મનાર માણસને પરભવ, આત્મા, મોલ વિગેરે શબ્દો કાને પડ્યા વિના કે પિતાના કલ્યાણ માટે ધર્મના આલંબનનું દર્શન ભાગ્યેજ થયા વિના રહે છે. ભારતનું નાનામાં નાનું ગામડું કે જંગલ દેવની પ્રતિમા વિનાનું કે ધર્મના આખ્યાન વિનાનું ભાગ્યેજ હોય છે. કોઈ જગ્યાએ દેવાલય હશે તે કઈ જગ્યાએ દેવને ગોખલો પણ હશે. તેમજ ભારતને ખુણે ખુણે રામાયણ, મહાભારત કે કોઈને કોઈ ધર્યાખ્યાન કરનારા બાવા, યતિ, બ્રાહ્મણ કે પરિવારજક પથ હશેજ. ભારતવર્ષમાં જન્મનારને આ રીતે દેવ અને ધર્મના સંસ્કાર તેના વાતાવરણમાં જ મળે છે.
ભારતની સંસ્કૃતિ એ અધ્યાત્મ સંસ્કૃતિ છે અને તેની જડ નિવૃત્તિમાં છે. ત્યારે બીજા દેશની સંસ્કૃતિ પદગલિક સંસ્કૃતિ છે અને તેની જડ પ્રવૃત્તિમાં છે, કલા, વિજ્ઞાન, સંપત્તિ વિગેરેમાં ભારત સર્વ દેશે કરતાં પુરોગામી રહ્યા છતાં ભારતની પ્રધાનતા તો હું કયાંથી આવ્યા ? કયાં જઈશ ? વિગેરે તત્વવાદને ઉકેલવામાં જ મનાઈ છે. અને આથી જ હજારો વર્ષો પૂર્વે ભારત દેશના રાજવીઓએ રાજમહેલ છોડી જંગલવાસ સ્વીકારી તપશ્ચર્યા કરી તત્વ પણ પાછળ જીવન વિતાવ્યાં છે. અને પોતાની શક્તિ મુજબ જુદાં જુદાં તવ જગત્ આગળ ધર્યા છે. આ તત્વવાદ કે જે અધ્યાત્મવાદ પ્રધાન હોવાથી ભારત દેશ હંમેશાં નિતિ પ્રધાન રહ્યું છે અને તેથી જ ભારતવાસીઓ અલ્પ વચ્ચે, અ૯પ ખોરાકની વાનગીઓ જીવન જીવી નિર્ધ્વત્તિમય જીવનથી તત્ત્વવાદમાં ઉંડા ઉતર્યા છે. ભારતની સંસ્કૃતિમાં જન સંસ્કૃતિનું સ્થાન
ભારતની સંસ્કૃતિ બ્રાહ્મણસંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિ (શ્રમણ સંસ્કૃતિ-બૌદ્ધિશમણસરકૃતિ અને જેના પ્રમણ સંસ્કૃતિ) એ બે પ્રકારે છે. છતાં ભારતમાં તે શ્રમણ સંસ્કૃતિમાં જૈન શ્રમણ સંસ્કૃતિ રહી છે. કારણ કે બૌદ્ધ ધર્મ ભારતમાં થયા છતાં અનેક ફેરફારને લઈ ભારત બહાર ગયો. આ બન્ને સંસ્કૃતિએ ભારતની કાતિને ઉજવળ બનાવી છે '
ભારતની સંસ્કૃતિમાં જૈન મુનિ મહારાજાઓએ અનેકવિધ ફાળે આવ્યો છે અને ભારતની સંસ્કૃતિમાં સિન પ્રધાનની સૌરભ તો તેમના જ હાથે પુરાઈ છે આથી શ્રી કવિ ન્હાનાલાલને કહેવું પડ્યું છે કે ભારતના દેહમાં નાક જૈન સંસ્કૃતિ છે અને ભારતના દેવળમાં દેવ જેને સંસ્કૃતિ છે. દેવ વિનાનું દેવળ અને નાક વિનાનો દેહ બેડોળ લાગે છે તેમ જૈન સંસ્કૃતિ વિના ભારતની સંસ્કૃતિ અપૂર્ણ જ છે.”
ભાસ્તની દિગંત ખ્યાતિ દર્શાવનારાં તેનાં મૂર્ત સ્મારકે સમાં મંદિર, જ્ઞાનભંડાર અને ધર્મસ્થાનમાં જૈનસંસ્કૃતિને પ્રબળ હિસ્સો છે. આજના વૈજ્ઞાનિક કાળમાં પણ શિર ડેલાવે તેવાં શિલ્પવાળાં આવ્યું