________________
(૮)
तुष्टेन च जगत्तुष्टं त्रैलोक्यं सचराचरम् ॥ सर्वतीर्थोद्भवं पुण्यं सर्वदेवानुपूजकम् ||५०||
હવે ઉત્તમ સૂત્રધારની પૂજનિવિષે કહુ છુ. યજ્ઞ અને મંડપના મધ્યે શુભ મડલ કરવું. વસ્ત્રોથી આચ્છાદિત કરી સ્વસ્તિક મડલ રચવું. સૂત્રધારને સૂત્રાસને પાદ પ્રક્ષાલન કરી બેસાડવા. કુંકુમનુ આલેપન કરી દિવ્ય વસ્ત્રો એઢાડવાં, મુકુટ પહેરાવવે. કુંડલ, સૂત્ર, કડાં, ઉત્તમ વીંટી, હાર, માંજીમધ, પગનું આભરણુ; આ અલંકારે સ્ત્રીપુરૂષ બન્નેને તેમના પુત્રૌત્રાદિ પરિવાર સહિત આપવા. તેમજ દરેક જાતની ગૃહસામગ્રી, ગાય, ભેંસ, ઘેડા વિગેરે, દાસી કામ કરવા માટે ચાકર વર્ગ, વાહન, સુખાસન, કૅચ-પલ’ગ વિગેરે, ગામ અથવા સારી ભૂમિનું દાન કરવું. સૂત્રધાર પ્રસન્ન થવાથી બ્રહ્મા, વિષ્ણુ, શંકર વિગેરે દેવે સંતુષ્ટ થયેલા જાણવા તથા બીજા બધા કારીગરોને ધનાદિની બક્ષીસ આપવી તેમજ ચેાગ્ય તેમને વસ્ત્રો ઓઢાડવાં તથા દાન આપવુ . વળી દરેકને મિષ્ટાન્ન ભાજન કરાવવું અને પાનબીડુ આપવુ. ચંદન અચવું, અને દરેક રીતે તેમને પ્રસન્ન ચિત્તવાળા બનાવવા. એમના સતુષ્ટ થવાથી સચરાચર ત્રિલેાક સંતુષ્ટ થાય છે અને સર્વ તીર્થાથી મળનારૂ તથા સર્વ દેવોનુ પૂજન કરવાથી થનારૂં પુણ્ય પ્રાપ્ત થાય છે. ૪ર, ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૪૭, ૪૮, ૪૯, ૫૦, વાસ્તુ કર્મના અધિકાર વિષે.
वास्तुकर्म सोमपुराशिल्पाचार्येण कारयेत् ॥ अन्यजात्या न कर्तव्यं कर्ता भर्ता विनश्यति ॥५१॥
વાસ્તુકમ સામપુરા જાતિના શિલ્પાચાના હસ્તે કરાવવુ: ખીજી જાતિના શિલ્પી પાસે કરાવવું નહિ. કરાવે તે કર્તા અને માલીક બન્નેના વિનાશ થાય છે. ૫૧. વાસ્તુપીઠની સામગ્રીના અધિકાર વિષે.
वास्तुपीठस्य भोक्तारः सूत्रधारश्च शिल्पकः ॥ अतस्तस्मै प्रदातव्यं वास्तुपीठं शुभेच्छुना ॥ ५२ ॥ વાસ્તુપીઠની સામગ્રીના અધિકારી સૂત્રધાર અને શિલ્પીએ છે. એટલા માટે કલ્યાણ ઇચ્છનારે વાસ્તુપીઠની સામગ્રી સૂત્રધારને આપવી જોઇએ. પર
દેવતાની પૂજા સામગ્રીના અધિકાર વિષે.
यद्देवाभरणं पूजावस्त्रालङ्कारभूषणम् ॥ स्नानमण्डपोपस्करं स्थालीपात्रं तु शिल्पिने ॥५३॥