________________
( ૬ )
तलकुंभादधो द्वारं तस्य प्रजननं स्मृतम् ॥ . शुकनाशो भवेन्नासा गवाक्षः कर्ण उच्यते ॥ ३४ ॥ कायपाली स्मृता स्कंधो ग्रीवा चामलसारिका ॥ कलशस्तु शिरो ज्ञेयो ध्वजाः केशाः प्रकीर्तिताः ॥३५॥ मेदश्च वसुधा विद्यात् प्रलेपो मांसमुच्यते ॥ अस्थीनि च शिलास्तस्य स्नायुः कोलादयः स्मृतः ॥ एवं पुरुषरूपं तु ध्यायेच मनसा सुधीः ||३६||
પ્રાસાદનુ દેવરૂપ નીચે પ્રમાણે જાણવું. પાયાની શિલાએ તેના પગરૂપે છે, ગભારો પેટ, પાયાના ઉપરના ભાગ જગતી સુધીને જ ઘા, થાંભલાએ ઢીંચણ, ઘંટ જીભ, પ્રાણુ દીપ, પ્રણાલ ગુદામાર્ગ, દેવતાનુ સ્થાન નાભિ, પીઠિકા હૃદય અને પ્રતિમા પુરૂષ જાણવા. હેકાર પગના સંચાર, દીપનો પ્રકાશ ચક્ષુ, ઉપરને ભાગ તેની પ્રકૃતિ અને પ્રતિમા આત્મા જાણવા. કુંભાના તળાંચા નીચેના ભાગ લિંગ, શુકનાશ નાસિકા, ગવાક્ષ કાન, શિખરનુ` માંધણા મથાળુ ખભે, આમલસારો કઠ, કળશ મસ્તક અને ત્રા કેશો જાણવા.
પૃથ્વી મેદ, ચૂનાના લેપ માંસ, શિલાઓ હાડકાં, કાલ એટલે યેોવ અને કુકરા વગેરે સાચુ જાણવા. વિદ્વાન પુરૂષે સર્વ અંગે પરિપૂર્ણ પ્રાસાદના અખંડિત રૂપનુ મનથી ધ્યાન કરવુ. ૩૦, ૩૧, ૩૨, ૩૩, ૩૪, ૩૫, ૩૬,
સાળ માતૃદેવીઓનાં નામ
गौरी पद्मा शची मेधा सावित्री विजया जया ॥ देवसेना स्वधा स्वाहा मातरो लोकमातरः ||३७|| धृतिः पुष्टिस्तथा तुष्टिरात्मनः कुलदेवता ॥ गणेशेनाधिका ह्येता वृद्धौ पूज्यास्तु षोडश ।
૧ ગારી, ૨ પદ્મા, ૩ શચી, ૪ મેધા, ૫ સાવિત્રી, ૬ વિજયા, ૭ જયા, ૮ દેવસેના, હું સ્વધા, ૧૦ સ્વાહા, ૧૧ માતા, ૧૨ લોકમાતા, ૧૩ તિ, ૧૪ પુષ્ટિ, ૧૫ તુષ્ટિ તથા ૧૬ કુલ દેવતા; ગણેશ સાથે આ સાળ માતૃદેવી સદા પૂજનીય છે. ૩૭, ૩૮.
દેવસેના માતૃદેવી.
मयूरवाहनां देवीं खङ्गशक्तिधनुर्धराम् ॥ आवाहयेद् देवसेनां तारकासुरमर्दिनीम् ||३९||