________________
પદના અધ ભાગે અથવા ત્રીજા ભાગે કેળી કરવી અને તેને જોડીને મંડપ કર. કેણથી ઓછા મનની કેળી કરવી નહિ અને જે કદાચ કરે તે કુળને નાશ થાય છે. પ્રાસાદમાં કેણની મર્યાદાને સાચવવા માટે વચમાં પાણીતાર કરવાં. ૧૧, ૧૨.
વિવિધ જાન જશુમાન છે भद्रछंदे न कर्तव्या नहि मध्ये जलान्तरः ॥१३॥ अथवा स्थापयेद्यस्तु शिल्पिनं दोषकारकम् ॥ मध्ये जलान्तरं त्याज्यं क्रियते मंदबुद्धिना ॥१४॥ राजपीडा. भवेत्तत्र निर्वाणं नैव गच्छति ॥
कपिली त्रिविधा ज्ञेया प्रासादे मंडपे स्थिता ॥१५॥ કેળીમાં નાના પ્રકારની ફાલનાઓ કરવી પરંતુ કળીના ભદ્રમાં કરવી નહિ. તેમજ કેળીની ફલનાઓમાં જલાન્તર કરે નહિ. અને જે કદાચ કરે તે શિલ્પીને દોષકત્ત થાય છે માટે કેળીના મધ્યે જલાન્તર તજ અને જે કરે તે તે બુદ્ધિહીન શિપી જાણે. કેળીમાં પાણતાર કરવાથી રાજમાં પીડા થાય છે અને કત્તને મોક્ષ મળતા નથી. પ્રાસાદ અને મંડપની મધ્યે રહેલી કળી ત્રણ પ્રકારની જાણવી. ૧૩, ૧૪, ૧૫.
पूर्वोक्तेन प्रमाणेन कर्तव्यं तु सदा बुधैः ॥ भूमिभागविशेषेण पदमानं तु गृह्यते ॥१६॥ कपिलीं कारयेत्प्राज्ञो जलान्तरं न कारयेत् ॥
प्रासादकपिला माना वास्तुकर्मसुखावहा ॥१७॥ ઉપરના માને બુદ્ધિમાન શિલ્પીઓએ કેળાનું મન કરવું અને ભૂમિની સગવડતા હોય તો પદના માને કેળી માની લેવું. આ રીતે બુદ્ધિમાને કેળી કરવી અને તેની સાલનાઓમાં પાણીકાર કરે નહિ. પ્રાસાદમાને કરેલી કેળી વાસ્તુકર્મમાં સુખદાયક જાણવી. ૧૬. ૧૭.
ગભારે પહેળ કરવા વિષે. अथ चैव प्रवक्ष्यामि मानं गर्भगृहोत्तमम् ॥ गर्भयासषडंशश्च सपादो सार्धमेव च ॥ . पदार्धे तु यदा चैव ज्येष्ठमध्यकनीयसम् ॥१८॥